________________
શારદા સાગર
૪૬૫
વ્યાખ્યાન નં-પ૪. ભાદરવા સુદ ૧૩ ને બુધવાર
તા. ૧૭-૯-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
શાસ્ત્રકાર ભગવંત ત્રિલોકીનાથે જગતને જીના આત્મકલ્યાણને માટે શાસ્ત્ર-સિદ્ધાંત વાણીનું પાન કરાવ્યું. એ અમૃતવાણીના ઘૂંટડા પીતા જીવને જઘન્ય રસ આવે તે અનંત કમની ભેખડો તૂટી જાય. અને ઉત્કૃષ્ટ રસ આવે તે જીવ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ ભગવાનની અંતિમ વાણી છે. વીસમું અધ્યયન જેમાં ભગવતે સનાથ અને અનાથના ભેદ-ભાવ સમજાવ્યા છે.
અનાથી મુનિને સમાગમ થતાં પહેલાં રાજા શ્રેણીક મિથ્યાત્વી હતા. જ્યાં સુધી આત્માના પ્રદેશ ઉપર મિથ્યાત્વ છવાયેલું હોય છે ત્યાં સુધી સાચી દિશા સૂઝતી નથી. સાચી દિશા સૂઝતી નથી તેના કારણે જીવ અનંત સંસારમાં રઝળે છે. મિથ્યાત્વ મેહે તારી મતિ મુંઝાણી, ચારિત્ર ચૂ એની શ્રદ્ધા ન આણે, રાગ અને દ્વેષે ભૂલ્યા તું નિરાકાર-દિપક પ્રગટે દિલમાં જિનવાણું
જય જયકાર શાસ્ત્રના જ્ઞાનીઓ કહે છે કે તારા અંતરમાં સમ્યકત્વને દીપક પ્રગટાવી દે તે તારે આ રઝળપાટ બંધ થઈ જશે. મિથ્યાત્વનું આત્મા ઉપર પ્રબળ જેર હોય છે ત્યાં સુધી જીવ સાચા-ખોટાને વિવેક કરી શકો નથી. મિથ્યાત્વ જે બીજે કઈ આત્માને શત્રુ નથી.
मिथ्यात्वं परमो रोगो, मिथ्यात्वं परमं तमः।
मिथ्यात्वं परमः शत्रु, मिथ्यात्वं परं विषम् ॥ અનંત જ્ઞાની, પરમ કરૂણાવંત મહાન ઉપકારી પુરૂષ જગતના જીવોના કલ્યાણને માટે ફરમાવે છે કે આ વિરાટ વિશ્વમાં જીવમાત્રને અનાદિકાળથી હેરાન-પરેશાન કરનાર અને ભટકાવનાર કોઈ ભયંકરમાં ભયંકર પાપ હોય તે તે મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વને ઉપરના લેકમાં રોગ, અધિકાર, શત્રુ અને વિષની ઉપમા આપી છે. એ ચાર કરતાં પણ મિથ્યાત્વ ભયંકર છે. -
બંધુઓ ! જેમ રોગને આપણે રાખવા તૈયાર નથી. કેઈ પણ ઉપાયે તેને દૂર કરવા પ્રયત્ન કરે છે તેમ મિથ્યાત્વ એ ભયંકર પાપ છે. એવા પાપ પ્રત્યે પ્રીતિ કરાય નહિ. તેને તે દૂર કરવું જોઈએ. આ ભયંકર પાપને જીવ ઓળખે નહિ, તેને કાઢવાને પ્રયત્ન કરે નહિ તે એ રોગ જાય નહિ ને સમક્તિને દીપક પ્રગટે નહિ. ને તેના પરિણામે સંસારનું પરિભ્રમણ ચાલુ રહ્યા કરે. મિથ્યાત્વ ખરાબ છે તેમ જાણીએ છીએ