________________
| ૪૭૨
શારદા સાગર તેના કેમળ પગ કાંટાને કાંકશની તીણ ધારોથી વીંધાઈ ગયા છે ને લોહી નીકળે છે એટલે પગ લાલ ચાળ થઈ ગયા છે ત્યાં લેહીના ટીપા પડે છે. ખૂબ વેદના અને ભૂખ-તરસને કારણે તેનું મુખ લાલઘૂમ થઈ ગયું છે. આ રીતે બને જણ મોટાભાઈના બંગલે આવ્યા. ભાઈએ મહેલની મેડીએથી અંજનાને કાળાવેશમાં વસંતમાલાની સાથે આવતી જોઈ. એટલે એ તે ઘરમાં બેસી રહ્યો. એની પત્નીને કહે છે કાળા કામની કરનારી કાળા કપડાં પહેરીને કલંકિત બનીને સાસરેથી આવી છે. તેનું મોટું જોતાં પણ મને તે પાપ લાગે. માટે મારે તેનું મોટું જેવું નથી.
બંધુઓ ! જુઓ. કર્મ જીવને કે નાચ નચાવે છે! જે મોટે ભાઈ અંજનાને તેડવા માટે ગયે હતે. પિતાની બહેનને તેડી લાવવા માટે કેટલા કાલાવાલા કર્યા હતા. છતાં અંજના ન આવી ત્યારે તેને ખૂબ દુખ થયેલું. પણ જ્યારે અંજના દુઃખના સમયે હાલી ચાલીને પિતાને ઘેર આવી ત્યારે તેના સામું પણ તે નથી. કર્મો કેવા ક્રૂર છે !
અંજનાનો ભાઈ-ભાભીએ કરેલો તિરસ્કાર” - અંજનાને ભાઇ એની પત્નીને કહે છે, જા, તું જઈને એને કાઢી મૂક. એ પાપણી આપણા મહેલના દરવાજે પણ ના જોઈએ. એટલે ભાભી તે રૂઆબ ભેર અંજનાની પાસે આવીને ઊભી રહી. પણ કહેવત છે કે “મન વગરનું મળવું ને ભીતે અથડાવું તે સરખું છે.” ભાભીનું મેટું જોઈને અંજના સમજી ગઈ કે ભાભીનું મન નથી. ત્યાં ભાભી બોલ્યા તમે ચાલ્યા જાવ. એક ક્ષણ પણ મારા મહેલના દરવાજે ઊભા રહેશે નહિ. તમારા ભાઈની સખત મનાઈ છે. ત્યારે અંજના કહે છે ભાભી ! ભલે હું ચાલી જઈશ. પણ મારી એક વાત સાંભળો. દશ આંગળી દાંત પાસે લઈ જઈને કહે છે ભાભી! દશ દશ દિવસથી એક અને કણ મળ્યો નથી. કે પાણીનું ટીપું મળ્યું નથી. હું ભૂખ-તરસથી આકુળ-વ્યાકુળ થઈ ગઈ છું. ચાલવાની પણ શકિત નથી. આંખે અંધારા આવે છે. કંઠ ને જીભ સૂકાય છે તે એક પ્યાલે પાછું તે પીવડાવે. હું બાર બાર વર્ષે આવી છું. ફક્ત એક પ્યાલે પાણી આપો. પાણી પીને હું ચાલી જઈશ. ત્યારે ભાભી તાડુકીને કહે છે તમને કહ્યું તે ખરું કે એક સેકન્ડને પણ વિલંબ કર્યા વિના ચાલ્યા જાવ. હજુ ભાભી કેવા કઠોર વેણ કાઢશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ને – પપ ભાદરવા સુદ ૧૪ ને ગુરુવાર
તા. ૧૮૯૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન !
સર્વજ્ઞ ભગવતે બતાવેલા સિદ્ધાંત સાગરમાં અમૂલ્ય મેતીએ રહેલા છે. સાચે જાણકાર ઝવેરી હોય તે સાચા મેતીની પારખ કરી શકે છે ને તેની કિંમત આંકી શકે