________________
૪૭૪
શારદા સાગર.
લબ્ધિવંત સાધુઓ અન્ય ક્ષેત્રમાં સર્વજ્ઞ ભગવંતની પાસે જઈને પોતાની શંકાનું નિવારણ કરે છે. પછી તે શરીર વિખરાઈ જાય છે. આ કાર્ય એક અંતમુહૂતમાં થઈ જાય છે. જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહારદિને પચાવવામાં કારણભૂત થાય છે તેનું નામ તૈજસ શરીર છે. અને કર્મોને સમૂહ તેનું નામ કામણ શરીર.
આ પાંચે ય શરીરમાં સૌથી અધિક રસ્થૂલ મૈદારિક શરીર છે, વૈકિય તેનાથી સૂક્ષ્મ છે. આહારક વૈક્રિયથી પણ સૂક્ષમ છે. તે રીતે આહારકથી તેજસ અને તૈજસથી કાર્પણ અનુક્રમે સૂક્ષમ છે. ટૂંકમાં આપણે તે એ વાત ચાલતી હતી કે આ શરીર રોગથી ભરેલું છે, ને રેગ ધનાઢય-ગરીબ કે મધ્યમ કઈને છેડતું નથી. તે અનુસાર આપણે જેને અધિકાર ચાલે છે તે અનાથી નિગ્રંથ મહારાજા શ્રેણીકને પિતાની અનાથતા બતાવતા કહે છે -
पढमे वए महाराय, अउला मे अच्छि वेयणा। अहोत्थ विउलो दाहो, सव्वगत्तेसु पत्थिवा ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૧૯ મુનિ કહે છે હે મહારાજા! પ્રથમ વયમાં, ઊગતી યુવાનીમાં મારી આંખમાં ને શરીરમાં ભયંકર વેદના ઉત્પન્ન થઈ, બંધુઓ! જ્યારે શરીરમાં વ્યાધિ થાય છે ત્યારે ખાવું-પીવું કે હરવું-ફરવું કંઈ ગમતું નથી. માટે જ્ઞાની પુરૂષ કહે છે આ શરીર સારું છે ત્યાં સુધી ધર્મની આરાધના કરી લે, જિંદગી ચાર દિવસની ચાંદની જેવી છે, તેમાં યુવાની તે દિવાની છે. યુવાનીને સવળો ઉપયોગ થાય તે જીવ કર્મના ભૂકા લાવી દે, ને મોજશેખમાં યુવાનીને વેડફી નાંખે તે કર્મના પહાડે ખડકી દે છે. - ત્રણ પનિહારી પાણી ભરીને જઈ રહી હતી. રસ્તામાં તેમને એક સંત મળ્યા. એ સંતે તેમના સામે જોઈને એક ગીત પંક્તિ લલકારી.
- આગલી નહિ, પીછલી નહિ, વાહ રે બીચલાં વાહ.'
આ સાંભળી પનિહારીઓ સંત પર ગુસ્સાથી ધૂંઆપૂંઆ થઈ ગઈ. પણ સંતને શું કહે ? ત્યારે સંતને ન કહ્યું. ઘરે આવીને પિતાના પતિ સમક્ષ ફરિયાદ કરી. પેલા ભગતડાએ અમારી ભરબજારે મશ્કરી કરી. તમે જઈને તેમની ખબર લઈ નાંખે, ત્રણે પનિહારીઓના પતિ ભેગા થઈને પેલા સંત પાસે આવ્યા. સંત પાસે મશ્કરીને ખુલાસો માંગે. સંતે શાંત ભાવે કહ્યું. ભાઈએ ! બહેનોની મશ્કરી જે કરું તે મારી તે જીવનભરની સાધના ધૂળમાં મળી જાય. હું એવું બેલ્યો હતો જરૂર પણ એને ભજન હતું. પ્રભુ ભજન! એ ભજનને ભાવ તમે જાણશે તે તમને થશે કે મેં મશ્કરી કરી નથી. એ ભજન કહે છે. તે
આગલી નહિ એટલે કે જીવનની પહેલી ઉંમર નહિ, પાછલી ઉંમર પણ નહિ,