________________
શારદા સાગર,
(
૪૭૩
છે. સાચા મોતીની માળા જીવનું કલ્યાણ સાધી શકતી નથી પણ વીર વાણી રૂપી અમૂલ્ય મોતીની માળાથી સ્વ-પર કલ્યાણ સાધી શકાય છે. વીતરાગવાણી સંસાર સાગરમાંથી જીને તારનારી છે. એટલા માટે વીતરાગવાણને જગતઉદ્ધારિણું કહેવામાં આવે છે.
આપણે અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. તેમાં આપણે એ વાત સમજવાની છે કે ધન-વૈભવ, કુટુંબ-પરિવાર કઈ રોગથી મુકત કરાવી શકતું નથી. જે ધનથી બધું થતું હોત તે અનાથી મુનિને ઘેર કેટલી સંપત્તિ હતી. માતા-પિતા તેમજ અપ્સરા જેવી યુવાન સ્ત્રી, ભાઈ-બહેને બધા હતા. પણ જ્યારે અશાતા વેદનીય કર્મને ઉદય થયે ને આંખમાં તીવ્ર વેદના થઈ. આખા શરીરમાં બળતરા થવા લાગી ત્યારે કે રેગથી મુકત કરી શકયું ? જ્યાં સુધી પુણ્યને ઉદય છે ત્યાં સુધી રોગ બહાર નથી આવ્યા પણ અંદર તે પડેલા છે. જેમ ગાઢ વાદળા સૂર્યને ઢાંકી દે છે પણ અંદર સૂર્ય તો રહેલે છે તેમ જોરદાર શાતા વેદનીય રૂપી સૂર્યને ઉદય છે ત્યાં સુધી અંદર રેગ ઢંકાઈ ગયા છે.
માનવ તનકે રેમ રેમમેં, ભરે હુએ હૈ રેગ અપાર, કારણ પા કર વહી, રેગ સબ આતે હૈ બાહિર દુખકાર, કેટે ઘટ કે જલ સમ હી યહ આણુ ક્ષીણ હતા દિનરાત, રેગ ભરે ઇસ નશ્વર તન સે, કરતા મેહ અરે કર્યો બ્રાત?
આપણું શરીરના એકેક સંવાડે પણ બબ્બે રેગ રહેલા છે. જેમ કે માણસનો બરડે આખો સડી ગયા હોય પણ તેણે ઉપરથી સારા કપડાં પહેરી લીધા એટલે તે સડે દેખાતું નથી. તેથી કંઈ સડો નાબૂદ થઈ જતો નથી. તેમ પુણ્યોદયને કારણે ઉપરથી રગ ન દેખાતે હોય પણ અંદર તે રોગ ભરેલા પડયા છે. ઔદ્યારિક શરીર રેગનું ભાજન છે. શરીર પાંચ છે.
સૌરિ સિયહિરિ તૈનાત શર્મળનિ સારીરના”
ઔદ્યારિક, વૈકય, આહારક તૈજસ અને કાર્મણ, આ પાંચ પ્રકારના શરીરે છે, આ જગતમાં દેહધારી છો અનંત છે ને તેમના શરીર પણ અનંત છે. જીવનું ક્રિયા કરવાનું સાધન તે શરીર છે. જે શરીર બાળી શકાય, છેદન-ભેદન થઈ શકે તે
ઔદ્યારિક શરીર છે. જે શરીર વિવિધ રૂપને ધારણ કરી શકે તેને વૈક્રિય શરીર કહેવાય, અને જ્યારે ચૌધપૂર્વ ધારી મુનિઓને કોઈ સૂક્ષમ વિષયમાં સંદેહ થાય છે ત્યારે તે સંદેહનું નિવારણ કરવા માટે ને તેનું નિરાકરણ કરવાને માટે મહાવિદેહાદિ ક્ષેત્રમાં સીમંધર આદિ સર્વજ્ઞ ભગવતેની પાસે જવા માટે પિતાની વિશિષ્ટ લબ્ધિનો પ્રયોગ કરીને એક હાથ જેટલું શરીર બનાવે છે, તે શુભ પુગલનું બનેલું હોવાથી સુંદર હોય છે ને તેને આહારક શરીર કહેવાય છે, આ શરીર દ્વારા ચૌદ પૂર્વધર