________________
શારદા સાગર
૪૭૧
અગિયાર વર્ષને બાલુડે આત્મસાધના સાધી ચાલ્યા ગયે. આ સમયે શય્યભવ આચાર્યના મુખ ઉપર રાગદશાને કારણે ઉદાસીનતા આવી ગઈ. ત્યારે બીજા શિષ્ય પૂછે છે, ગુરુદેવ! આપની સાનિધ્યમાં તે કંઈક હળુકમી જી આત્મ-સાધના કરીને ગયા છે. પણ કઈ દિવસ અમે આપનું મુખડું ઉદાસ જોયું નથી. ને આજે આમ કેમ? તરત ગુરુએ લગામ હાથમાં લઈ લીધી કે મેં આ શું કર્યું ? મારી ભૂલ થઈ ગઈ. પછી કહે છે, હે શિષ્ય! આ મનક મારો પુત્ર હતું. તેને મેં સવા મહિનાને મૂકીને દીક્ષા લીધી હતી. તે મને શોધવા માટે નીકળ્યા હતા પણ મને શોધતાં ભગવાનને શેાધી લીધા. કે સુપાત્ર જીવ કે છ મહિનામાં કલ્યાણ કરી ગયે. આ સાંભળી બધા શિષ્યને ખૂબ દુઃખ થયું. અરે! આપણે તેની વૈયાવચ્ચ કરવી જોઈએ તેના બદલે આપણે તેની પાસે સેવા કરાવી. ગુરુ કહે છે કે જે મેં તમને કહ્યું હતું તે તમે તેને સેવા કરવા દેત નહિ રાગ દશા આવી જાત. તે આ છ મહિનામાં કલ્યાણ કરી શક્ત નહિ.
બંધુઓ ! આપણે તે મૂળ મિથ્યાત્વની વાત હતી કે શ્રેણુક રાજા જ્યારે મિથ્યાત્વી હતા ત્યારે સંતેની કેવી હાંસી કરતા પણ અનાથી મુનિ પાસે તે ઠરી ગયા. મુનિ કહે છે “પઢમે વઈ મારા ”! હે રાજન ! પહેલી વયમાં-યુવાનીમાં મારી આંખમાં ભયંકર વેદના શરૂ થઈ. ને આખા શરીરમાં કાળી બળતરા થવા લાગી. અનાથી મુનિને ઘેર પૈસાને પાર ન હતે. આંખની વેદના મટાડવા માટે તેમણે ઘણું ઉપચારો ક્ય હશે. વૈદ અને ડોકટરની સલાહ લીધી હશે, અંજન ને સૂરમા આંજ્યા હશે છતાં કઈ તેમની વેદના મટાડવા સમર્થ બનતું નથી. આ રીતે પિતાની અનાથતા વિષે રાજાને કહી રહ્યા છે તેમને માટે શું શું ઉપાયે કર્યા તે વાત હવે રાજા શ્રેણીકને અનાથી મુનિ કહેશે, તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર - અંજનાજી ભાઇના મહેલે આવશે - સતી અંજનાને તેની માતાએ સહકાર ન આપો પણ ઉપરથી દાસીઓએ કટુ વચન કહીને તેનું અપમાન કર્યું. એટલે માતાના મહેલના દરવાજેથી નિરાશ થઈને ચાલી નીકળ્યા. વસંતમાલા કહે છે બહેન પિતાજીએ તારા સામું ન જોયું એટલે માતાજીએ પણ આવું કર્યું. નહિતર મા કદી આવી કઠોર બને નહિ. તે હવે આપણે મોટાભાઈના ઘેર જઈએ. અંજના કહે છે, બહેન! અત્યારે મારા ઘેર કર્મનો ઉદય છે એટલે ભાઈ પણ સામું નહિ જુએ. ત્યારે કહે છે બહેન ! મોટાભાઈ અને ભાભી ખુબ સારા સ્વભાવના છે. તેઓ જરૂર તારા સામું જોશે. વસંતમાલાના ખૂબ કહેવાથી મોટાભાઈના મહેલે જવા તૈયાર થઈ. કદી ખુલ્લા પગે ચાલી નથી. કમળ પગમાં કાંટા ને કાંકરા વાગે છે. એમ અંજના ઘરોઘર હીંડતી પગ કુંકુમ વરણ કમલ સમ દેહ તે, ખૂચે કાંટા ને કાંકરા તેણે રગે ભૂમિ રાતી થઈ તેહ તે. દીન વચન મુખ બોલતી નયણે આંસુ ઝરે જાણે શ્રાવણ મેહ તે, ભૂખ-તૃષાએ કરી વ્યાકુલી ભાભી દીઠ હવાર વરસ દશ હાય તેસતી રે.