________________
શારદા સાગર
૪૬૩
સગવડો કરવી ને શુભ મુહૂર્ત કુંભ મૂકીને વાતું કર્યું ને મકાનમાં રહેવા માટે ગયા. હજુ પાંચ વર્ષ પણ મકાનમાં રહેવા ગયા ને પૂરાં ન થયા, તે આલશાન બંગલામાં મહાલવાના કોડ પૂરા ન થયા તે પહેલા એ પાપને ઉદય જાગ્યો કે બંગલો વેચી દેવાને પ્રસંગ આવ્યું. કદાચ એવું ન બને તે બંગલામાં રહેવા ગયા નથી, મનમાં રહેવા જવાની ખૂબ હોંશ હતી પણ બંગલામાં પલંગમાં લાંબા થઈને સૂતા પહેલા સંસારની લીલા સમાપ્ત કરીને લાંબી સોડ તાણીને સૂઈ જાય છે - ત્યાં મંગલનું અમંગલ થઈ જાય છે. આ સંસારના મંગલ અશાશ્વત છે ને પાપવર્ધક છે. જયારે અહિંસા, સંયમ અને તપ રૂપી ત્રિપુટી તે શાશ્વત મંગલ છે. આજે તારૂપી મંગલનો મહત્સવ છે. પૂ. મહારાજ સાહેબ કહી ગયા તેમ આજે કઈને કાગળ કે કંકેત્રી લખવા જવી પડી નથી કે કેઈને આમંત્રણ દેવા પડયા નથી. સે પિતાના આત્માના ઉલ્લાસથી આવીને બેસી ગયા છે.
તપ એ આત્માને શુદ્ધ કરવા માટે તેજાબ છે. જેમ સોનાને તેજાબમાં નાંખવાથી શુદ્ધ બને છે તેમ આત્માને શુદ્ધ અને પવિત્ર બનાવવા માટે તપ રૂપી તેજાબની જરૂર છે. મશિનરીને સાફ કરવા પેટ્રોલની જરૂર છે ને કપડાને સાફ કરવા માટે ગરમ પાણી ને સાબુની જરૂર છે. જેમ ખૂબ મેલા થયેલા ૫ડાને કે તેલની ઘણી ચીકાશ જામેલા કપડાને તેને મેલ કાઢીને સાફ કરવામાં સામાન્ય પ્રાગે કામ ન આવે. તેના ગાઢ મેલને કાઢવા માટે તે તે કપડાને ભઠ્ઠીના ઉકળતા પાણીમાં નાંખે ને તેમાં મેલને છૂટે પાડનાર ખાર, સાબુ આદિ પદાર્થો નાંખે. ખૂબ બાફે ને ખદખદાવે ત્યારે તે મેલ કપડાથી છૂટ પડે છે. ઘણાં કાળથી મેલને પોતાનું માનનાર કપડું પતે તે મેલને દૂર ન કરી શકે. એ તે બેબી મેલને છૂટો પાડી શકે. કપડું બેબીને ઉકળતા ભઠ્ઠામાં પડયા પછી મેલના લીધે બડબડીયા (પરપોટા) કરે તે પણ બેબી તેના બડબડીયાની સામે જઈ તેની દયા ન લાવે. એ તે મેલ છૂટે ન પડે ત્યાં સુધી નિરપેક્ષ ભાવે ખખદવા દે ને સાથે બડબડીયા પણ કરવા દે. પિતાના કપડાની આવી કરૂણ દશા જોઈને તેને માલિક બેબીને ભઠ્ઠીમાંથી કાઢી લેવાનું કહે તો પણ બેબી તેના સામે ધ્યાન ન આપે. તેમ આત્મપ્રદેશે રહેલ આત્માની અનંતકાળના રાગ-દેષ રૂપી મેલની અત્યંત ગઢ ગ્રંથિ રૂપી આ મળને ભેદી નાંખવા માટે, આત્મા રૂપ કપડાથી અલગ કરવા માટે આત્માને સમ્યકત્વ સન્મુખ લાવીને મૂકનાર ગુણ રૂપ ધાબીને કર્મ મેલને સ્વામી આત્મા તેને રાહત આપવાનું કહે છે તે પણ તેની સામે ધ્યાન આપ્યા વિના તીવ્ર સદાચાર અને તારૂપી ભઠ્ઠીના તાવડામાં ખૂબ ખદખદાવે અને તેમાં અનંત કાળનો સંબંધ હોવાના કારણે તે ગ્રંથિને માલિક આત્મા તેના ઉપર કદાચ દયા લાવે છે તે સામે પણ એ કુહાડાની તીક્ષણ ધાર જેવા તીણ પરિણામ રૂપ ગુણ ધબી નજર સરખી પણ ન કરે.
એ તીવ્ર તપશ્ચર્યા અને સદાચાર રૂપી ભટ્ટના તાવડામાં ખૂબ ખદખદીને આત્મા