________________
શારદા સાગર
પૂ. મહાસતીજી અમને વાંચવાનું કહે એટલે પાટે બેસીને વાંચવું પડે. બાકી એ તે અમારા મહાન ઉપકારી છે. અમારા એ તારણહાર ગુરૂ છે. તેમની સામે હું વ્યાખ્યાન કેવી રીતે વાંચી શકું! પૂ. મહાસતીજીને પ્રભાવ કઈ અલૌકિક છે. તેમની સાધના ખૂબ ઉંચી છે. તેઓ જૈન શાસનને કે વગાડી રહ્યા છે. દુનિયામાં સાવજ, સાધ્વીજીને દીક્ષા આપે છે પણ અમારા પૂ. મહાસતીજીએ તો અમને દીક્ષા આપી છે. હું વધારે પડતાં કે સારું લગાડવા વખાણ નથી કરતો. જેમ છે તેમ કહું છું. અમે તો વૈષ્ણવ હતા. આ ઉત્તમ માર્ગ મળવો કઠણ છે. પણ પૂ. મહાસતીજીની પ્રેરણાથી અમે આ ઉત્તમ ચારિત્રને પામી શક્યા છીએ. પૂ. મહાસતીજી અમારા સંપ્રદાયનું ભૂષણ છે. કેઈને દીકરા ન હેય ને દિકરી હોય તો પણ કહે છે ને કે “દીકરીએ દીવો ને ઘણું ઘણું જીવો.” એમ પૂ. મહાસતીજી પણ દીકરીએ દીવે છે. તેમણે સંપ્રદાયમાં અજવાળા પાથર્યા છે. મારા અંતરની એ અભિલાષા છે કે દિનપ્રતિદિન તેમની સાધના ખૂબ વધતી રહે ને તેમનું આયુષ્ય વધે ને અનેક જીવને તારે. તેમને ઉપકાર હું કદી ભૂલી શકું તેમ નથી. મને મુંબઈ આવવાની ઈચ્છા ન હતી પણ પૂ. મહાસતીજીએ બીજી વખત મુંબઈ તરફ પ્રયાણ કર્યું ત્યારે અમને કહ્યું કે આપ જરૂર મુંબઈ પધારજો-ને પૂ. ગુરૂદેવની પણ આજ્ઞા થઈ તેથી મુંબઈ આવ્યા તે આ આનંદ ને આવા તપમોત્સવમાં ભાગ લેવાનું સદ્ભાગ્ય સાંપડયું. આ મંગલ મહોત્સવના આ મંગલ દિને તમે સે તપસ્વીના સન્માનમાં સારા વ્રત પ્રત્યાખ્યાન લઈને તપમોત્સવને સફળ બનાવે; એ મંગલ ભાવના.
બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીનું પ્રવચન” પરમ પૂજય વંદનીય મહારાજ સાહેબે ! સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
આજે એક અત્યંત આનંદને દિવસ છે. આવા તપના મંગલ મહોત્સવ પ્રસંગે પૂ. મહારાજ સાહેબ કાંદાવાડીથી પધાર્યા છે. ચીત્રપલીથી મહાસતીજીએ પણ આવી ગયા છે અને મારા ભાવિક ભાઈ-બહેનો પણ દૂરદૂરથી આવ્યા છે. આ ધર્મ -ભાવનાની
છે. તમને આવા તપ-ત્યાગ આદિ ધર્મના કાર્યમાં ઉમે આવે તે કર્મના ભૂલકા થઈ જાય ને સંસારવર્ધક કાર્યોમાં ઉર્મિ ઉછળે તો કર્મના ગજેગંજ ખડકાઈ જાય. સંસારવર્ધક આનંદ આત્માને ભવસાગરમાં ડુબાડનાર છે. જયારે ધર્મને આનંદ આત્માને તારનાર છે. દુનિયામાં મંગલ ઘણું પ્રકારના છે, પણ સાચું ધર્મ મંગલ છે.
धम्मो मंगल मुक्किटुं, अहिंसा संजमो तवो। देवा वि तं नमस्संति, जस्स धम्मे सया मणो ॥
દશ. સૂ. અ. ૧ ગાથા ૧. ધર્મમંગલ એવું છે, કે જેનું કદી અમંગલ થતું નથી. તમે એક ભવ્ય બંગલે ખૂબ હશે બંધાવ્યું. ખડે પગે ઉભા રહીને ખૂબ ચોકસાઈપૂર્વક બંગલામાં બધી જાતની