________________
૪૬૮
શારદા સાગર
અને તે માટે માર્ગદર્શન જ્ઞાનીનું લેવું જોઇએ. ભગવતે ખતાવેલી ધર્મક્રિયાએ મિથ્યાત્વનું વમન કરાવીને સમક્તિ પમાડે. અવિરત કાઢીને વિરતિ (ચારિત્ર) પમાય ને કષાયાને કાઢી વીતરાગના ભાવ પ્રાપ્ત કરાવે, ચેાગ કાઢી અયેાગી બનાવે અને કર્મને કાઢી મેક્ષ પમાડે, ભગવાન પાસે કેટલું સુખ હતું છતાં તેને ભાગવવામાં તે રાજી ન થતા તેને તણખલાની જેમ ફેંકી દીધું. બસ, આટલી વાત તમને ખરાખર ધ્યાનમાં આવે તેા સંસારસુખની ભૂખ મટી જાય.
ભૌતિક સુખની ભૂખ મટતાં પાપ થતા હતા તે અંધ થઇ જાય. ને એવું પવિત્ર જીવન જીવાય કે તેનાથી પૂર્વના અંધાયેલા પાપ ખપી જાય. પછી દુઃખ કયાંથી આવે? પાપકર્મો બાકી હાય તા દુઃખ આવે પણ તેને નાશ થઈ ગયા પછી દુઃખ માંગે તા પણ ન આવે. દુ:ખના દ્વેષીને દુઃખ હઠાવવાના આ સાચા ઉપાય છે. સુખની ઇચ્છા મરતાં પાપવૃત્તિ મરી જાય. આ રીતે પાપવૃત્તિ બંધ થાય પછી દુઃખ આવે નહિ. કદાચ પૂર્વના પાપ કર્મોના ઉદ્ભયથી દુઃખ આવે તે તેમાં મુંઝવણુ થાય નહિ. કારણ કે આત્મા જેમ દુઃખ ભાગવતા જાય છે તેમ આત્મા પાપ કર્મ રહિત થઈ નિર્મળ બનતા જાય છે.
જ્ઞાનીનુ વચન છે કે ઐહિક અલ્પભાગામાં ડૂબી જઈ દીર્ઘકાળનું છે ને દુઃખ વહેારવુ તે ઘાર મૂર્ખતા છે. પવિત્રતા એ જીવન છે. વિષય લંપટતા મરણુ છે. ને દુઃખ એ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. જ્યારે જીવના પ્રમળ પુરુષાર્થ ઊપડે છે ત્યારે મિથ્યાત્વરૂપી મહાશત્રુ આપોઆપ ભાગી જાય છે. જ્યાં મિથ્યાત્વ ગયું ત્યાં શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ સમજી લે. પછી જીવ ધારે તે અલ્પ સમયમાં ઘાતી કર્મના ક્ષય કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે.
દશવૈકાલિક સૂત્રના રચયિતા શય્યંભવ નામના આચાર્ય હતા. તેઓ બ્રાહ્મણજ્ઞાતિના હતા. વેઢાંતના પ્રખર વિદ્વાન હતા. તેમના જન્મ મગધ દેશની રાજધાની રાજગૃહી નગરીમાં થયેલે. તેએ એક વખત ખૂબ મોટા યજ્ઞ કરી રહ્યા હતા. તે સમયે જંબુસ્વામીના પટ્ટ શિષ્ય પ્રભવસ્વામીએ તેમને ઉપદેશ આપ્યું કે આ ખાદ્યયજ્ઞમાં ધર્મ નથી. અહીં તે હિંસા છે. ને હિંસા છે ત્યાં પાપ છે. તેમણે ખૂબ સુંદર વાત સમજાવી એટલે તેઓ યજ્ઞ કરવાનું કાર્ય પડતું મૂકીને દીક્ષા લેવા માટે તત્પર થયા. પેાતાની પત્નીની આજ્ઞા માગી કે હવે મારે જૈન ધર્મની દીક્ષા લેવી છે. પહેલાં તે પત્નીએ હા ના કરી. પણ પછી તેના પતિના ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોઈને તેનું મન પીગળ્યુ ને કહ્યું સ્વામીનાથ! આપની ભાવના ઉત્તમ છે. આપને ત્યાગમાર્ગે જતાં હું નહિ અટકાવું. પશુ મને એ માસ થયા છે એટલે મને આશા બંધાણી છે. તે જો આપ દીક્ષા લઇ લે તે પાછળથી લાકા એમ કહેશે કે પતિ સાધુ બની ગયા ને પત્ની આઉટ લાઇનની ખની ગઇ. એ રીતે મારી ને તમારી હીલણા થશે. માટે આપ થોડા સમય રાકાઈ જાવ.