________________
શારદા સાગર
ને બોલીએ છીએ પણ હૈયાને તેવું ખરાબ લાગ્યું નથી એટલે તેનાથી ગભરાતા નથી ને તેને છેડવાનો પ્રયત્ન પણ કરતા નથી. તેને જીવનમાં આનંદથી જીવીએ છીએ. ને જગતમાં સારા કહેવડાવવા જીવ પ્રયત્ન કરે છે. પિતાને દેષ નભાવે તે દુષ્ટ છે. મિથ્યાત્વને કારણે ઈચ્છાની આગ ઓલવાતી નથી ને તેના કારણે પાપ કાર્યમાં જીવ પ્રવૃત્તિ કરે છે. પાપને બાપ લેભ છે અને તેની માતા મમતા છે. તે જડના રંગરાગમાં ડુબાડનાર ‘હિતશત્રુ છે. વિષયવાસનાને સંતાપ એ સંસારને વાસ્તવિક સંતાપ છે.
ધર્મ સામગ્રી પામેલા અને ધર્મનું આચરણ કરનારા ને તો એ ભાવના હોય છે કે જ્યારે સંસારથી છૂટું. ક્યારે આ સંસારને વળગાડ છૂટે ને કયારે પક્ષમાં જાઉં!. જેની રગેરગે ધર્મ પરિણમ્યો છે કે જેની શ્રદ્ધા દઢ છે તેને આવી ભાવના થાય છે. બાકી બધા ધર્મ કરનારાને આવું આંતરસ્પશી જ્ઞાન હેતું નથી. સંસારનું બધું જ્ઞાન મેળવે છે પણ ધર્મનું જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા જાગી નથી માટે ધર્મજ્ઞાનથી વંચિત રહે છે. જેને એની જરૂર જણાય છે તેનું જ્ઞાન જરૂર મેળવે છે. ભગવાને વિશાળ રાજ્ય અને રાજશાહી સુખ-સત્તાને લાત મારી સુકુમારપણું છોડીને કઠોર સાધના કરી તે મુક્તિપુરીમાં મહાલવાનું મળ્યું. આપણે પણ મુક્તિપુરીની મહેલાતેમાં મહાલવા જવું હોય તે એવી કઠોર સાધના કરવી જોઈએ.
અનંતકાળથી છવ જન્મ-મરણના ત્રાસ વેઠી રહ્યો છે. હજુ અહીથી મરીને ક્યાં જઈશું તેની ખબર છે? આ સંસારના સુખમાં જ માણનાર જીને સંસાર કટ કરવાની અને મેક્ષ મેળવવાની ઈચ્છા નથી થતી. પણ સંસાર સુખ ભયંકર અને મેક્ષ ભદ્રંકર છે એમ જેને લાગ્યું તેને સંસારના ગમે તેવા સુખ મળે છતાં તેમાં તે પાગલ થાય નહિ. કારણ કે એ સમજે છે કે આ સંસારના સુખો પાપ કરાવનાર અને સંસારમાં ભટકાવનાર છે. તેમાં આનંદ કેમ મનાય? શુદ્ધધર્મ કરનાર છવને પાપ કરતાં ત્રાસ થાય છે. જે ભૌતિક સુખ માટે જગતના છ ફાંફા મારે છે. રાત-દિવસ તેના સેનેરી સ્વપ્ના સેવ્યા કરે છે ને જેને માટે મહેનત કરે છે તે આપણે બધા ભગવંતને સારામાં સારું અને ભલભલાને લલચાવનારું સુખ મળ્યું હતું. પણ તેમાં તેઓ કદી આનંદ માનતા ન હતા. તેના પ્રત્યે મમતા ન હતી. તેથી તેને ક્ષણવારમાં તણખલાની જેમ ત્યાગીને ચાલી નીકળ્યા. ને આત્મ સાધના સાધી ગયા.
તે મહાન પુરૂષોની દષ્ટિએ સંસાર ભયંકર અને જીને હેરાન કરનારે હોવાથી તેની જડ ઉખેડવા માટે ભગવાને શાસન સ્થાપ્યું. છતાં જગતના જીવોને સંસારની જડ ઉખેડવાનું મન થતું નથી. બીજુ બધું ભૂખ તરસ, ગરીબાઈ આદિ કાઢવું છે પણ તેના મૂળ રૂપ સંસારને કાઢવો નથી. સંસારનું મૂળ ઉખેડવાનું છે જેને મન થાય છે તેને સંસાર સુખના સંગે મળે ત્યારે તે સાવધાન બને છે. કારણ કે તે સુખ સંસારને