________________
શારદા સાગર
૪૧૯
ફરતાં ચાતુર્માસના કારણે રસ્તામાં પડાવ નાંખ્યા. સંવત્સરીને મંગળ દિન આવ્યું. વેરઝેરની ક્ષમા માગ્યા સિવાય સાચું પ્રતિક્રમણ થાય નહિ ને તે કારણે ઉદાયન રાજા ચંડ પ્રત પાસે ક્ષમા માગે છે. ત્યારે ચંપ્રત તેને સુવર્ણગુલિકા દાસી પાછી આપે તે સાચી ક્ષમાપના આપવાનું કહે છે. વેરને મૂળમાંથી કાઢવા, સાચું પ્રતિકમણ કરવા, અપૂર્ણ ક્ષમાપનાને પૂર્ણ કરવાને ઉદાયન રાજા સુવર્ણગુલિકાને પાછી આપે છે ને સાચી ક્ષમાપના મેળવે છે. આનું નામ સાચી ક્ષમાપના.
ગૌતમ બુદ્ધ એક સમયે પોતાના શિષ્યોનું જીવન નિર્મળ બનાવવા કહે છે કે હે ભિક્ષુઓ! તમે ગમે તેવા સંજોગોમાં પણ ક્ષમાની મૂર્તિ બનજો. સહેજ પણ ખિન્ન ન થશે. આ જીભલડી કુવાકય ન ઉચ્ચારે તેનું ધ્યાન રાખજે. કેબીને પણ પ્રેમરસથી સ્નાન કરાવજે. પૃથ્વી સમાન ગંભીર બનજે. પૃથ્વી જેમ સારી નરસી દરેક વસ્તુઓનો સંગ્રહ કરે છે તેમ તમે પણ તમારા હૃદયને વિશાળ બનાવી સર્વને સમાવી લેજે. તો તમે મારા શિષ્ય ખરા. ધરૂપી દાવાનળની પાછળ પડશે નહિ. જે પડશે તે કેડે વર્ષોની કરેલી મહેનત બળીને ભસ્મ થઈ જશે.
એક મહાન તપસ્વી સાધુ કેધને આધીન બની કેધને હૃદયમાં સ્થાન આપ્યું. આ નાની સરખી ભૂલથી કેધના પ્રતાપે ચંડકૌશિક સર્ષ થયા. જેને જુએ તેના પ્રાણ લે. દુર્ગતિમાં જવાના દ્વાર ખુલ્લા થયા. પરંતુ શ્રમણ ભગવંત મહાવીરનો ભેટો થયે. તેમના બૂઝ “બૂઝ શબ્દથી પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. કેધના કડવા ફળ જાણું સર્વ પ્રત્યે ક્ષમા ધારણ કરી પ્રાણાન્ત પ્રતિજ્ઞાનું પાલન કરવું એવો નિર્ણય કરી બીલમાં મુખ અને કાયા બહાર રાખીને રહો. પછી કોઈ પૂજન કરો, પથ્થર મારે, લાઠી મારો, શસ્ત્રથી કાપે પણ ક્ષમા એટલે ક્ષમા. એ ક્ષમાના પ્રતાપે ઘેર હિંસા કરનાર તિર્યંચ પણ આઠમાં સહસાર દેવકમાં ઋદ્ધિમાન દેવ થયે.
તપ કર્યું હોય ને બીજા દિવસે પારણાની પૂરી તૈયારી ન હોય તે ધમાધમ કરી મૂકે. તપનું ફળ ખાઈ જાઓ ને ઉપરથી ગાંઠના ગેપીચંદન બને. જ્યાં સુધી સાચી મૈત્રી નહિ થાય ત્યાં સુધી યુદ્ધના ભણકારા નજર સમક્ષ રહેવાના. સાચી મૈત્રી થવાથી અનીતિ, ચેરી, લૂંટફાટ, મારામારી, આપઘાત, ખૂન, દુભિક્ષ, ભય આપોઆપ પલાયન થઈ જશે, અને દરેકના જીવનમાં શાંતિ - શાંતિ ને શાંતિ થશે.
કુમારપાળ મહારાજાના રાજ્યમાં દુષ્કાળનું નામનિશાન નહોતું. તેનું કારણ એ કે પિતાના અઢારે દેશમાં “મારી’ શબ્દ બોલે તે શિક્ષા થતી. સાતે વ્યસને હિંસાનું કારણ _જાણ સાત માટીના પુતળા બનાવી–મુખે મેશ પડી ગધેડા પર બેસાડી ફૂટેલા વાજિંત્ર વગાડતા પાટણમાં ફેરવી દેશનિકાલ કર્યા હતા. બાઈબલમાં ઈસુ ખ્રિસ્ત લખે છે કે મંદિરમાં નૈવેદ્ય ધરાવવા આવ્યા છે અને પગથીયા ચઢતાં કેઈની સાથેનું વેર યાદ આવતાં એટલા