________________
શારદા સાગર
૫૫
શકરાભાઈ! સામાયિક પાળીને ઘેર જતાં નહિ. છતાં કઈ સમજી શકયું નહિ ત્યાર બાદ ધીમે ધીમે પૂ. ગુરૂદેવની તબિયત બગડતી ગઈ ને રાતના બાર વાગે કારમું વાદળ ઘેરાવા લાગ્યું. પૂ ગુરૂદેવે સંઘને કહી દીધું કે મારા ચારિત્રમાં સહેજ પણ દોષ લાગ ન જોઇએ તેનું ખાસ લક્ષ રાખજે. પછી પિતે તે સમાધિભાવમાં સ્થિર થવા લાગ્યા. ભયંકર વેદનામાં પણ મુખ ઉપર સહેજ પણ વ્યાકુળતા ન હતી. મુખ ઉપર કોઈ અલૌકિક પ્રસન્નતા હતી. પૂ. ગુરુદેવની તબિયત બગડ્યાના સમાચાર રાત્રે વાયુ વેગે આખા ખંભાત સંઘમાં પહોંચી ગયા ને અંતિમ દર્શન માટે માનવ મેળો ઊમટયે
સમાધિ મરણુ– જવાનું સિગ્નલ બતાવ્યું -પૂ. ગુરુદેવની એ ભાવના હતી કે હે પ્રભુ! મને સમાધિ મરણ-પંડિત મરણ પ્રાપ્ત થાય. તેથી ચાતુર્માસમાં સકામ અને અકામ મરણના ભેદભાવ સમજાવતા હતા. પણ આ ગૂઢ સમસ્યાને કોણ સમજે? પૂ. ગુરૂદેવે છેલે સર્વ જી સાથે ક્ષમાપના કરીને સંથારો કર્યો. ને ચાર આંગળા ઊંચા કરીને સિગ્નલ આપી દીધું કે હું ચાર વાગ્યે આ ફાનિ દુનિયામાંથી વિદાય લઉં છું. ભાદરવા સુદ ૧૧ ના દિવસે આ ત્રંબાવટીની તિજોરીમાં રહેલું અમૂલ્ય રત્ન ગુમ થવાનું હશે તે પ્રમાણે ભાદરવા સુદ ૧૧ ના પ્રભાતે ચાર વાગ્યાની ઝારી કાળમુખી ઘડી આવી ગઈ. ને જે ભૂમિમાં દીક્ષા ધારણ કરી હતી તે ભૂમિમાં અંતિમ સાધના કરી બરાબર ચારના ટકોરે પૂ. ગુરૂદેવ આ નશ્વર દેહને ત્યાગ કરી પરલોકના પ્રવાસી બનીને સને રડતા મૂકી એ ગુણમૂતિ ગુરૂદેવ ચાલ્યા ગયા. આ સમયે અમે તે અમદાવાદ ચાતુર્માસ હતા. પ્રભાતના પ્રહરમાં આ કારમા દુખદાયી સમાચાર સાંભળતાં કાળજું ચીરાઈ ગયું. શું ગુરૂદેવ આમ ચાલ્યા ગયા? ખંભાત સંઘનું અમૂલ્ય મેંઘેરું રત્ન ચાલ્યા જતાં દેશદેશાં હાહાકાર વતી ગયે..
પૂ. ગુરૂદેવના જીવનના ઘણું પ્રેરક પ્રસંગે છે તે અવસરે કહીશ. ટૂંકમાં આવા પૂ. મહાન ગુરૂવર્યની જેન સમાજને તેમજ ખંભાત સંઘને મોટી ખોટ પડી છે. જે બેટ પૂરાય તેવી નથી. તેઓ તે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે, પણ ગુણની સરભ પ્રસરાવીને ગયા છે. તેમને આત્મા તે અજર-અમર છે. આજે આપણે તેમનું પવિત્ર સ્મરણ કર્યું છે. તેમનું સ્મરણ આપણા હૈયામાં કોતરી તેમનું અધૂરું કાર્ય પૂર્ણ કરીએ તે આપણું સાચી સાધના છે. આજે તેમને આપણે આંસુથી નહિ પણ તેમના જીવનમાં રહેલા આદર્શોને અપનાવીને પળે પળે જાગૃત રહી, હૈયાની ભાવભિની શ્રદ્ધાંજલિ આપીએ. આપણે તેમની જાગૃતિને ઝીલી સંસ્કૃતિને અપનાવીએ. પૂ. ગુરૂદેવની પુણ્યતિથિ ઉજવી કયારે કહેવાય? કે તેમની પુણ્ય તિથિ નિમિત્તે સૈ સારા વ્રત-પ્રત્યાખ્યાન લેશો. તે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગણાય. પૂ. ગુરૂદેવે અમૂલ્ય સાધના કરીને પિતાના મૃત્યુની ઘડી પણે જાણી લીધી હતી. ને હું અહીંથી ક્યાં જઈશ તે પણ જાણતા હતા. તે આવા