________________
શારદા સાગર
૪૫૩
પિતે પ્રતિબોધ પામ્યા હતા. એટલે દરેક ગ્રંથમાં પિતે પિતાનું નામ નહિ આપતાં નારાની મહત્તા સુન્ના” પોતે યાકિની મહત્તરાના પુત્ર છે તે રીતે લખતા હતા.
તે રીતે અહી મહાસતીજીએ પણ રવાભાઈને પૂ. છગનલાલજી મહારાજ પાસે ખંભાત મોકલ્યા. તેઓ પણ ક્ષત્રિય હતા. ગુરૂદેવના દર્શન કર્યા. ગુરૂદેવને જોતાં રવાભાઈ પ્રભાવિત થયા. ગુરૂદેવ પણ ભાવિના છૂપા રત્નને પારખી ગયા કે આ જીવ કઈ હળુકમી છે ને ભવિષ્યમાં મહાન બનશે. રવાભાઈ પૂ. ગુરૂદેવના સાનિધ્યમાં રહીને અભ્યાસ કરવા લાગ્યા. પંદર દિવસમાં તે સામાયિક –પ્રતિક્રમણ શીખી લીધા ત્યારબાદ બીજે ઘણે અભ્યાસ કર્યો. ને પૂ. ગુરૂદેવને વિનંતી કરી. કે ગુરૂદેવ! આ દેહનો શું ભરોસો છે? હવે મને એક ક્ષણ પણ સંસારમાં ગમતું નથી. મને જલ્દી દીક્ષા આપે. તેમણે કાકા-કાકીની આજ્ઞા મેળવી લીધી ને સંવત ૧લ્પના માહ સુદ પાંચમ (વસંતપંચમી) ના દિવસે ખંભાત શહેરમાં ખૂબ ઉત્સાહપૂર્વક પૂ. છગનલાલજી મહારાજ પાસે દીક્ષા લીધી. રવાભાઈના ગુણે જઈને તેમના ભાવિ જીવનને નીરખી પૂ. ગુરૂદેવે રત્નચન્દ્રજી નામ આપ્યું.
રત્ન ગુરૂ રત્નની માસ્ક પ્રકાશિત બન્યા” દીક્ષા લીધી પછી રત્નચંદ્રજી મહારાજ સ હેબ પૂ. ગુરૂદેવની સેવા-ભકિતમાં ખડે પગે તત્પર રહેતા. કદી ગુરૂદેવની પાસેથી દૂર બેસતા નહિ ને પૂ. ગુરૂદેવની શી ઈચ્છા છે કે તેમના મુખના ભાવ ઉપરથી સમજી જતા એવા “ઇગિયાગાર સંપને એક ઈશારામાં સમજી જતાં એવા વિનીત શિષ્ય હતા. પૂ. ગુરૂદેવની છત્રછાયામાં રહી શાસ્ત્રનું, સંસ્કૃતનું, અર્ધમાગધી અને બીજું ઘણું જ્ઞાન સંપાદન કર્યું. સૂત્રે પણ કેટલાક લખ્યા. જેમ મહાવીર અને ગૌતમની જોડલી હતી તેમ પૂ. છગનલાલજી મહારાજ અને રત્નચંદ્રજી મહારાજ સાહેબની જોડલી હતી. લોકો તેમને મહાવીર-ગૌતમની જોલી કહેતા.
ખંભાત સંપ્રદાયનું સુકાન તેમના શિર આવ્યું - સંવત ૧૫ના વૈશાખ વદ દશમના દિવસે તેમના ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. . અને ખંભાત સંપ્રદાયનું સુકાન પૂઃ ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબના શિરે આવ્યું.
ખંભ. સંઘે જૈન શાસનના શીરતાજ, પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને આચાર્યપદવી પ્રદાન કરી.
સંવત ૧૫નું ચાતુર્માસ પૂ. ગુરૂદેવ સાણંદ પધાર્યા. તેમની ઓજસભરી. ભલભલા માનવના હદય પીગળી જાય તેવી પ્રભાવશાળી વાણી સાંભળી અનેક છે વ્રત નિયમમાં આવ્યા ને બે જ પ્રતિબંધ પામ્યા. એક પૂ. જશુબાઈ મહાસતીજી અને બીજી હું અમને સંસારની અસારતા સમજાવી આ સંસાર સાગરમાંથી ઉગાર્યા. એ ગુરૂદેવ મળ્યા ન હતા તે અમારી નૌકા કયાંથી તરત? એ ગુરૂદેવને અમારા પર મહાન ઉપકાર છે.