________________
૪૫૨
શારદા સાગર
બનવું હોય તો ગઢડા જા. ત્યારે કહે છે ના, મારે વટામણ જેનના સાધુ પાસે જવું છે. પાપ કરવું હવે મને પોસાય તેમ નથી. તેમને ધર્મ સ્વામીનારાયણ હતો. સ્વામીનારાયણ તો જેના કદ્દાવી. એટલે કાકા કહે છે જેનના સાધુ પાસે તને જવા નહિ દઉં. એટલે પિતે ગઢડા ગયા ત્યાં જઈને તેમના મહંતને પગે પડીને કહે છે કે મારે તમારા જેવા મહંત બનવું છે.
- “નાના બાલુડાએ કરેલી ધર્મની ચિકિત્સા" – મહંત પૂછે છે કે તું કયાંથી આવ્યું છે? ને શા માટે તારે મહંત બનવું છે? તારા કુટુંબમાં કણ કણ છે ને તમારી પાસે કેટલી મિલ્કત છે તે કહે. રવાભાઈએ બધી વાત રજુ કરી ત્યારે મહંત કહે છે જે તારે અમારા જેવું થવું હોય તે તારા હિસ્સાની જેટલી મિલ્કત આવે તેટલી અમારી ગાદીને ચરણે અર્પણ કરી દે તો તને અમારે સાધુ બનાવવામાં આવશે. બાર વર્ષના બાલુડામાં કેટલે વિવેક ને બુદ્ધિ છે! તેણે વિચાર કર્યો કે જ્યાં પૈસાને ત્યાગ હોય તેના બદલે અહીં આ પૈસાના અનુરાગી છે. આ ત્યાગ સાચો ત્યાગ નથી બાર વર્ષના બાળકમાં કેટલી સમજણ છે. ત્યાં તેમનું મન ઠર્યું નહિ એટલે આવીને કાકા-કાકીને કહે છે તમે રજા આપો કે ન આપો પણ મારે તો જૈન ધર્મના સાધુ બનવું છે. મારે સ્વામીનારાયણના સાધુ બનવું નથી. એમ કહીને પોતે વટામણ આવ્યા ને મેંઘીબાઈ મહાસતીજીને કહ્યું કે મને તમારે શિષ્ય બનાવે. મારે એક ક્ષણ પણ હવે આ સંસારમાં રહેવું નથી. મને તમારો શિષ્ય બનાવે - રવાભાઈની શિષ્ય બનવાની વાત સાંભળીને મહાસતીજી કહે છે ભાઈ! અમે તે સાધ્વીજી છીએ. અમારાથી તને, દીક્ષા ન અપાય, પણ જે તારે દીક્ષા લેવી છે તે અમારા ગુરૂ પાસે તને મોકલી આપીએ. જેને ભૂખ લાગી છે તે કયાં ભેજન મળે તેની તપાસ કરે છે. આ રવાભાઈને ત્યાગની ઝોળી લેવાની ભૂખ લાગી છે. તેમની અત્યંત લગની જેઈને પૂ. મહાસતીજીએ તેમને ખંભાત પૂ છગનલાલજી મહારાજ પાસે મેકલ્યા. અહી હરિભદ્ર સૂરિજીને પ્રસંગ યાદ આવે છે.
- હરિભદ્ર એ વેદના મહાન જ્ઞાતા હતા. તે જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમને નિયમ હતો. કે મને જે કંઈ ન સમજાય, જેને અર્થ હું ન કરી શકું તે અર્થ મને જે સમજાવે તેના માટે શિષ્ય બની જવું. એક વખત જૈન ધર્મસ્થાનક પાસેથી તે પસાર થયા. તે સમયે સાધ્વીજી રવાધ્યાય કરતા હતા. તેને બ્લેક હરિભદ્ર બ્રાહ્મણે સાંભળે. તેને અર્થ કરવા માટે ખૂબ મંથન કર્યું પણ અર્થ સમજાયું નહિ. તેથી બીજા દિવસે સાધ્વીજી પાસે આવીને અર્થ પૂછો ને તેમને સમજાવ્યો. સાધ્વીજીનું નામ યાકિની મહત્તરા હતું. હરિભદ્રજી કહે છે હવે મને તમારે શિષ્ય બનાવે. સાધ્વીજીએ કહ્યું કે મારા ગુરૂ પાસે જાવ. હરિભદ્રજી જૈન સાધુ બન્યા તેમણે ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું ને તેમણે ૧૪૪૮ ગ્રંથ રચીને સમાજને ચરણે તેની ભેટ ધરી છે. એક સાધ્વીજીના સદુપદેશથી