________________
૪૫૮
શારદા સાગર
" આ વાલકેશ્વરમાં તે બધા ઝવેરીઓ વસે છે. તમે ધનના લાભ માટે કેટલી જહેમત ઉઠાવે છે! છતાં વહેપારમાં લાભ મળે કે ન મળે તે શંકા છે. પણ આત્માને લાભ એ છે કે તેમાં જેટલું આગળ વધે તેટલો લાભ છે ને તે લાભ મળતાં કર્મને ક્ષય થતો જાય છે. જદી મુસાફરી કરવી હોય તે ચારિત્ર અંગીકાર કરીને પ્રબળ પુરૂષાર્થ કરવાની જરૂર છે. બેલે તમારે જલ્દી પહોંચવું છે ને? હા. તે જલ્દી પહોંચવું હોય તે પ્રમાદને ત્યાગ કરો. જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણ માર્ગની વાત થઈ. અંતિમ માર્ગ છે તપ. જેને માટે અહીં આજે મહત્સવ મંડાયે છે. જે તપ મહત્સવને ઉજવવા માટે આજે દૂરદૂરથી ભાઈ–બહેને આવ્યા છે. તમારે ઘેર સાત બેટના વહાલા પુત્રના લગ્ન હોય તો તમારા સગા-સબંધીને જાતે આમંત્રણ દેવા જવું પડે. જાતે ઘેર ઘેર કંકેત્રી આપવા જાવ ને ઉપરથી ટેલિફેન પણ કરે છે. ત્યારે સગા-સબંધી તમારે ઘેર આવે છે. પણ મહાસતીજીને કેઈને આમંત્રણ દેવા જવાની જરૂર પડી? કેઈને કહેવા ગયા નથી પણ જ્યાં ખબર પડે કે અમુક સંત-સતીજીએ મા ખમણ તપ કર્યું છે તે લોકે દૂર દૂરથી દેડી દેડીને દર્શન કરવા આવે છે. આ તપને પ્રભાવ છે. જેનદર્શનમાં તપને મહિમા ખૂબ છે. આજે મુંબઈભરમાં ખૂબ તપશ્ચર્યા થઈ છે. જે સમાચાર સાંભળતાં હૈયું હર્ષથી નાચી ઉઠે છે.
તપ દ્વારા આત્માને લાગેલી કમની મલિનતા દૂર કરી શુદ્ધ બનવું છે. તપ દ્વારા જૂના કર્મો ખપી જાય છે. કર્મના સંગથી આત્મા મલિન બન્યો છે. તમે જોયેલું સ્વચ્છ કપડું પહેરે પણ આ શરીરને બે-ચાર કલાક સંગ થાય ત્યાં કપડું મેલું થઈ જાય છે. એ મેલા કપડાને તમે શું કરે? ફેંકી દે કે રહેવા દે? “ના” એને તો જોઈને સ્વચ્છ બનાવીએ. આપણે આત્મા પણ તેના મૂળ સ્વભાવે તે સ્વચ્છ છે પણ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં તેને કમને મેલ એંટી ગયો છે. તેના કારણે આ શરીરરૂપી પિંજરમાં પુરાવું પડયું છે. બાકી આત્મા તે ચૈતન્ય સ્વરૂપ છે, શુદ્ધ છે. આત્માને શુદ્ધ બનાવવા માટે બને સતીઓએ સમજણપૂર્વક ઉગ્ર તપ કર્યું છે. તેમણે પ્રબળ પુરૂષાર્થ કર્યો છે. પર્યુષણના દિવસોમાં કંઈક મારા બંધુઓએ સંવત્સરીના દિવસે ઉપવાસ આયંબિલ કંઇક કર્યું હશે ને તેમાં પણ માથું દુખવા આવ્યું હશે. એક એકટાણું પણ તમે કરી શકતા નથી તે વિચાર કરે કે આ બને સતીઓએ આવી ઉગ્ર તપશ્ચર્યા કેવી રીતે કરી હશે? તેમણે આત્મબળ કેળવ્યું છે. આપણે પણ એ પુરૂષાર્થ કરીએ, આત્મબળ 'કેળવીએ તે જરૂર બની શકે.
શાસ્ત્રમાં મહાન ઉગ્ર તપસ્વી ધન્ના અણગારનું વર્ણન આવે છે. તેમણે દીક્ષા લઈને મહાન ઉગ્ર તપ આદર્યું ને ભગવાનના ચૌદ હજાર તેમાં તપશ્ચર્યામાં તેઓ મોખરે રહ્યા. તેમાં તમે પણ મોખરે આવી જાવ ને ભવસાગરને તરી જાવ. બંને