________________
શારદા સાગર
૪૫૭
પ્રધાનતા હોય તેની વાત કરાય. લગ્ન પ્રસંગ હોય ત્યારે કે ઈ મરણની વાત કરે તે એ સમયે એ વાત ગમે નહિ. એટલે જે સમયે જેની પ્રધાનતા હોય તેની વિશેષ વાત કરાય. જ્ઞાન દ્વારા જગતમાં જે જે પદાર્થો છે તેના ભાવેને સ્પષ્ટ રીતે જાણી શકાય છે. મનુષ્ય જ્યારે વસ્તુના ભાવને જાણે છે ત્યારે તેને ઉપર નિર્ણય પણ કરી શકે છે, કે બેમાં કેટલું યોગ્ય ને કેટલું યોગ્ય? પછી તેના ઉપર શ્રદ્ધા કરે છે. તેને દર્શન પણ કહેવાય છે. તમે જાણી લીધું, શ્રદ્ધા પણ કરી લીધી. હવે જે ભૂખ લાગી છે તેને શમાવીને શાતિ મેળવવા માટે આહાર કરવાની જરૂર છે. તમારે જમવા માટે ભાણમાં ભેજન પીરસાઈ ગયું. ભાણ ઉપર તમે બેસી ગયા. પણ જે હાથ લાંબે ન થાય તે કેળિયે ભરાય નહિ ને ક્ષુધા વેદનીય શાંત થાય નહિં.
બંધુઓ! તમે વસ્તુના ભાવને જાણી લીધા, તેના પર વિશ્વાસ કર્યો પણ જે આચારમાં ન ઉતરે તો? તાણાવાણાની જેમ અંતરમાં વણી લેવામાં ન આવે તો લાભ નહિ મળે. હાથ લાંબે ક’, કળિ વાળી મેઢામાં મૂકીને દાંત નીચે ચાવીને ગળામાંથી પેટમાં ન ઉતરે તે ભૂખ મટે નહિ. આજે ઘણું વ્યક્તિઓ બેલે છે કે અમે બધું જાણીએ છીએ, અમારું મન દઢ છે પછી વ્રત-પ્રત્યાખ્યાન આદિ ક્રિયાઓની શી જરૂર છે? ત્યારે ભગવાન કહે છે શ્રેયના પંથે પહોંચવા માટે બે સાધન જોઈએ.
જ્ઞાન નિયામ્યાં મોક્ષ: ” તમે સંસાર વ્યવહારમાં પણ કહે છે ને કે બે પૈડાં બરાબર હોય તે ગાડી બરાબર ચાલે. તમારે તે બે પૈડાં બરાબર છે ને? (હસાહસ) જેમ સંસારરૂપી રથના પતિ-પત્ની રૂપી બે પૈડા બરાબર હોય તે તમારે જીવનરથ બરાબર આનંદપૂર્વક ચાલે છે. તેમ અહીં પણ જ્ઞાન અને ક્રિયાના બે પૈડા બરાબર હશે તે આત્માનું કલ્યાણ થશે. જાણપણું તો તેને કહેવાય કે જે ડેણે અંશે પણ આચરણમાં ઉતરતું જાય. આ વસ્તુને ભગવંત અને તેમના સંતે ચારિત્ર કહે છે. જ્યારે જીવ આ રીતે આચરણ કરે છે ત્યારે તેની શુદ્ધિ પણ મૂળમાંથી થવા માંડે છે. અનાદિકાળથી આત્માને કર્મને સંગ થયેલે છે. આત્મા ક્યારે ઉત્પન્ન થયે તેને છેડે ખુદ તીર્થકર ભગવંતો પણ કાઢી શક્યા નથી તે આપણે કેવી રીતે કાઢી શકીએ? પણ એ કર્મના સંગને છેડી શકીએ ખશ. કર્મના સંગના કારણે આપણો આત્મા ચતુતિમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણ અટકાવવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય ચારિત્ર છે. જે શક્તિ હોય તે સર્વવિરતિ બને. જો સાધુપણું ન લઈ શકે તે દેશવિરતિ-શ્રાવકપણું તે જરૂર અંગીકાર કરી શકે તેમ છે. ચારિત્ર એવી સુંદર ચીજ છે કે જે આત્મા ચારિત્ર લઈને જેટલે અંશે ને જેટલા પ્રમાણમાં પુરૂષાર્થ કરે છે તેટલા પ્રમાણમાં મહાન લાભ મેળવી શકે છે. વળી તે લાભ કે? કદી તેને અલાભ ન થાય તે. તમે બધા લાભ મેળવવા માટે કેટલે પુરૂષાર્થ કરે છે?