________________
૪૫૪
શારદા સાગર
પૂ. ગુરૂદેવ સં. ૨૦૦૦ની સાલમાં સુરત ચાતુર્માસ પધાર્યા ને ચાતુર્માસ બાદ બા. બ હર્ષદમુનિ મહારાજ સાહેબને દીક્ષા આપી. તેમણે પણ આ ગુરૂદેવની સાંનિધ્યમાં રહીને ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૂજ્ય ગુરૂદેવે મુંબઈમાં પણ ચાતુમાસ કર્યા છે. મુંબઈ નગરી ઉપર પણ પૂ. ગુરૂદેવને મહાન ઉપકાર છે. છેલ્લે ૨૦૦૪નું ચાતુર્માસ ખંભાત પધાર્યા. સુરતથી ખંભાત આવતાં કેઈએ પૂછ્યું કે આપનું આ ચાતુર્માસ કયાં છે? તે કહે આ છેલ્લું ચાતુર્માસ ખંભાતમાં છે. આવું તેઓ વિહારમાં છેલ્યા હતા. ખંભાતના ચાતુર્માસમાં તેમણે સકામ-અકામ મરણને અધિકાર ખૂબ સુંદર રીતે સમજાવ્યું હતું.
પૂ. ગુરૂદેવના જીવનમાં ઘણાં ગુણો હતા. ક્ષમા અને બ્રહ્મચર્ય-એ બે નાના જીવનમાં મહાન ગુણ હતા. વિનય-વિવેક-નમ્રતા આદિ ગુણે પણ ભરપૂર ભર્યા હતા. તેમની વાણીમાં અપૂર્વ ઓજસ હતું. તેમના ચારિત્રના પ્રભાવથી કેધથી ધમધમત આવેલ માનવી શીતળ પાણી જેવો બની જાય ને તેની આંખે ઠરી જાય તેવા તે પ્રભાવશાળી હતા.
ભાદરવા સુદ દશમના દિવસે તેમના શિષ્ય પૂ. પુલચંદ્રજી મહારાજને ૩૮ ઉપવાસ પૂરા થયા હતા એટલે તેમણે પૂ. ગુરૂદેવને વિનંતી કરી કે ગુરૂદેવ! આપની કૃપાથી મને શાતા ખુબ સારી છે. તે ત્રણ ઉપવાસ ભેળવીને ૪૧ ઉપવાસ કરાવે. ત્યારે પૂ. ગુરૂદેવ બોલ્યા કે આજે હું તમને છેલ્લું પારણું કરાવું છું. ગુરૂદેવના એકેક શબ્દ એવા હતા કે કેઈને જરા પણ ખ્યાલ ન આવ્યો. તે દિવસે આખા સંઘમાં પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ જાતે બૈચરી પધાર્યા ને એક વાગે પિતાના શિષ્યને પારણું કરાવ્યું. પોતાના શિષ્યને પાસે બેસાડી ખૂબ સારી ને મીઠી હિત શિખામણ આપી ને પિતાના લઘુ શિષ્ય હર્ષદમુનિ મહારાજ સાહેબને માથે હાથ મૂકીને કહ્યું કે તું ખૂબ સુંદર સંયમની સાધના કરજે ને આગળ વધશે. તપસ્વી મહારાજને કહ્યું કે આજે તમને વિયેગને ઉપસર્ગ આવવાને છે. તમે બધા ખૂબ હિંમત રાખજે. મને પણ લખેલ કે હું આપને ચતુર્માસની છેલ્લી આજ્ઞા આપું છું. ખંભાતવાળા માણેકલાલ ભગવાનદાસ ઝવેરી જેઓ મુંબઈ જતી વખતે દર્શન કરવા આવ્યા. તેમને કહ્યું કે તમે આજે મુંબઈ ન જશે. કાલે તમારું કામ પડવાનું છે. અમદાવાદવાળા વકીલ ગુલાબચંદભાઈ કહે કે હું જાઉં છું તે તેમને માંગલીક કહી તે દિવસે અમદાવાદવાળાની પાસે બારમાં દેવલોકની વાત કરી. પિતાની જીવન ઘડીને ખ્યાલ આવી જવાથી તેમણે આવા ઘણું સંકેત કર્યા પણ અમે અલ્પબુદ્ધિ સમજી શક્યા નહિ.
પૂ. ગુરૂદેવની અંતિમ રાત્રિ -પૂ. ગુરૂદેવ સાંજના પ્રતિક્રમણ-ચૌવિહાર કરીને નીચે પધાર્યા ને પિતાના શિષ્યોને અપાય તેટલી શિખામણ આપી. હાલ પૂ. કાંતીકષિજી મહારાજ સાહેબ છે તેમને સંસારમાં સૈ શકરાભાઈ કહેતા. તેમને પૂ. ગુરુદેવે કહ્યું કે