________________
૪૪૦
શારદા સાગર પિતાના સ્વાધ્યાય, ધ્યાન, વાંચન, મનન આદિ ક્રિયાઓમાં મસ્ત રહીને આવી તપ સાધના કરે છે. સાધુ- સાધ્વીનું તપ સમજણપૂર્વકનું હોય છે. આહાર સંજ્ઞાને તેડી અનાહારક દશા પ્રગટ કરવા માટે આ તપ કરવાનું છે. જેઓ આવું તપ કરે છે તે ધન્યવાદને પાત્ર છે.
આ સંસાર રૂપી મહાસાગરને તરવા માટે માનવદેહ રૂપી સુંદર નૌકા મળી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે :
सरीर माह नावत्ति, जीवो वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो, जं तरंति महेसिणो ॥
|| - ઉત્ત. સૂ. અ. ૨૩, ગાથા આ શરીર રૂપી નૌકા છે. તે આત્મા તેનો નાવિક છે. આ સંસાર રૂપી મોટે સમુદ્ર છે. તે સમુદ્ર મહાન પુરુષો માનવ દેહ રૂપી નૌકા દ્વારા તરી ગયા છે તે આપણે પણ આ નૌકામાં બેસીને તપ-ત્યાગ, વ્રત-નિયમ, દ્વારા સંસાર સમુદ્રને તરી જ છે. જો આ દેહને તમે ભેગનું સાધન માનીને ભેગ-વિષયમાં મસ્ત બનશે તો આ નૌકા . ડૂબી જશે. માટે તે નૌકા ડૂબી ન જાય તેની ખૂબ સાવધાની રાખે. નહિતર પિલા ત્રણ વણિક જેવી તમારી દશા થશે.
એક ગામમાં ત્રણ વણિક રહેતા હતા. ત્રણેય મોટા વહેપારી હતા. એક વખત તેઓ ત્રણે વહાણ લઈને બહારગામ વહેપાર કરવા માટે ગયા. ઘણાં દિવસ સમુદ્રમાં સુખ રૂપ સફર કરી. એક દિવસ એવો કારમાં આવ્યો કે દરિયો તોફાને ચઢયે, ખૂબ પવને ફૂંકાવા લાગ્યું. તેમનું વહાણ આમ તેમ અથડાઈને ભાંગી ગયું ને ત્રણે જણાં દરિયામાં પડયા. તેમને માલ-સામાન બધું દરિયામાં તણાવા લાગ્યું. નજર સમક્ષ બધું તણાય છે પણ કેવી રીતે બચાવી શકે? પિતાને જીવ જોખમમાં હોય ત્યારે બીજું કયાંથી બચાવી શકાય? તેમનું વહાણ તૂટી ગયું. બધું તણાઈ ગયું પણ પુણ્યાગે ત્રણેના હાથમાં એ કેક પાટિયું આવી ગયું. પટિયાનાં આધારે તેઓ તરતાં તરતાં ઘણાં દિવસ પછી એક દ્વીપના કિનારે પહોંચ્યા. પણ રહેવું કયાં? તેની શોધ કરવા લાગ્યા. કિનારા ઉપર ફરતાં ફરતાં તેમણે ત્રણ કેટર જોયા. ત્રણે જણ એકેક કોટરમાં રહેવા લાગ્યા. પણ ખાવું શું? તેની ચિંતા થવા લાગી, એટલામાં ત્યાં તેમણે ઉંબરીના વૃક્ષો જોયાં. એના ઉપર થોડા થોડા ફળો હતા. તેમણે વિચાર કર્યો કે આ ઉંબરીના ફળ ખાઈને આપણે આપણું જીવન ટકાવી શકશું એટલે આ ત્રણે જણ ઉંબરીના ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યા.
આ કટર ઉપર એક ઊંચી વિજા બાંધેલી હતી. જે જોઈને કોઈ મુસાફર બેટ ઉપર આવે છે તેઓને પોતાને ગામ લઈ જાય. આ રીતે રહેતાં ઘણે સમય પસાર થયે, એક દિવસ એક વહાણ તે બેટ ઉપર આવીને ઊભું રહ્યું ને ખલાસીએ લંગર