________________
શારદા સાગર
૪૪૫
કરવા માટે સકળ સંસાર તજીને આવું ઉત્તમ ચારિત્ર અંગીકાર કર્યું. હવે તમારે સગાસબંધીઓને મળવાની શી જરૂર છે તેમને મળવાથી તમને શું લાભ છે? તમારા માટે તે સર્વ બંધન સમાન છે. ભવના બંધન છોડાવે તે બાંધવ. પણ બંધન વધારે તેવા બાંધવોને મળવામાં નુકશાન થવાનો સંભવ છે, માટે આવા ભયના સ્થાનેથી દૂર રહેવું જોઈએ.
નાગીલાની આ વાત પણ ભવદત્તા મુનિને ગ્ય લાગી. એટલે ગામમાં ન ગયા. નાગીલાને મહાન ઉપકાર માનતા ત્યાંથી રવાના થઈ ગયા. આ રીતે જીવન સાથીને સાચા માર્ગમાં મકકમ બનાવીને મોકલ્યા બાદ નાગીલાએ પણ સંયમને સ્વીકાર કર્યો.
બંધુઓ! આત્માના ઉદ્ધારની સાચી દિશા સાચા વૈરાગ્ય અને પૂરા ત્યાગથી પામી શકાય છે. આજે દુનિયા જીવનસાથીની વાતે ખૂબ કરે છે. તેની ચિંતા કરે છે પણ પરમ કલ્યાણના માર્ગમાં પ્રેરણા કરે, તેમાં સહાયક બને પછી ઉત્સાહ વધારે ને પડતા હોય તેને અટકાવે એ જીવનસાથી મળે તે જીવન ધન્ય બની જાય. માનવ ભવ સફળ થાય ને ભવપરંપરાની મજબૂત સાંકળ તૂટી જાય. નાગીલાએ પોતે સંયમ લઈ શુદ્ધ ચાસ્ત્રિ પાળીને પિતાના આત્માને તાર્યો. ભવદત્ત મુનિ પિતાના સમુદાયમાં ગયા ને ત્યાં જઈને સર્વ પ્રથમ તો દેનું પ્રાયશ્ચિત કર્યું. આત્માને નિઃશલ્ય ને સ્વચ્છ બનાવ ને શુદ્ધ ચારિત્ર પાળ્યું. છેવટે સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવકમાં ગયા. એ ભવદત્ત મુનિવર પાંચમાં ભવમાં જંબુકુમાર થયા. જેઓ આ અવસર્પિણીકાળમાં છેલ્લા કેવળી થયા.
દેવાનુપ્રિયો! આપણે આત્મા અનાદિકાળથી કર્મના બંધને બંધાયેલ છે. તેમાંથી મુક્ત બનવા માટે તપ અને ત્યાગનો માર્ગ શ્રેષ્ઠ છે. તમે ઉપરના દષ્ટાંતમાં પણ સાંભળી ગયા ને કે તપ-ત્યાગ કરવાથી આત્મા તરી ગયે. જે સમયે જે પ્રસંગ હોય તેની શરણાઈ વાગે છે. દીક્ષા હોય તે દીક્ષાની ને તપ હોય તે તપની શરણાઈ વાગે છે ને યુદ્ધમાં જવાનું હોય ત્યારે રણસંગ્રામમાં જવાની ભેરીઓ વાગે છે. રણશિંગા ફૂંકાય છે. એ રણશિંગાના નાદે ક્ષત્રિયના બચ્ચા સૂતા હોય તે બેઠા થઈ જાય. બેઠા હોય તે ઊભા થઈ જાય ને ઊભા હોય તે ચાલવા લાગે છે. તેમ આપણે આત્મા પણ કર્મ મેદાનમાં જંગ ખેલવામાં શૂરવીર છે રાજપૂત કદી દુશ્મન સામે લડવામાં પાછી પાની ન કરે પણ ખરે રહીને યુદ્ધ કરે છે. તેમ આપણે આત્મા પણ જ્યારે જાગશે ત્યારે કર્મ ખપાવવામાં સહેજ પણ પાછી પાની નહિ કરે. અડગપણે ઊભો રહીને કર્મ સામે જંગ ખેલશે. | આપણું ઉગ્ર તપસ્વી બા. બ્રા. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી તથા બા. બ્ર. શોભનાબાઈ મહાસતીજી કર્મની સાથે જંગ ખેલી રહ્યા. છે.
જેમની અસીમ કૃપાથી અમારું શાસન ચાલે છે તેવા સ્વ. મહાન આચાર્ય, ગચ્છાધિપતિ, બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની આવતી કાલે પુણ્યતિથિ