________________
૪૪૮
શારદા સાગર
થાક્યા પણ ભાઈસાહેબના ઉપાશ્રયમાં પગલા થયા નહિ પણ જ્યારે દુઃખની થપાટ લાગે ત્યારે તેને ભગવાનનું નામ યાદ આવે છે.
મુશ્કેલી જ્યારે પડે ત્યારે હું તને યાદ કરું છું, મુડી થાયે બે પૈસાની થઈ જાઉં ત્યાં હું અભિમાની, જ્યારે ખાવાના સાંસા પડે ત્યારે હું તને યાદ કરું છું મુશ્કેલી.
જ્યારે ધંધામાં બેટ ગઈ ને પેઢી ડૂબી ગઈ ત્યારે એને ધર્મ યાદ આવે છે, પણ વૈભવ વિલાસના વાયરા વાના હતા ત્યારે ભગવાનને યાદ કર્યા છે? આવા પ્રકારના છો ઢવ જેવા છે.
બીજા પ્રકારના છ મંજીરા જેવા છે. એક મંજીરાને સૂર ન નીકળે. બે મંજીરા ભેગા થાય ત્યારે અવાજ નીકળે છે. એ રીતે ઘણાં માણસો એવાં હોય છે કે એક બીજાની સાથે હરીફાઈમાં ઊતરે ત્યારે ધર્મ કરે છે. હમણાં પર્યુષણમાં ઘણું ભાઈબહેને એક બીજાને કહેતા હતાં કે તમે અઠ્ઠાઈ કરે તો અમે કરીએ. ઘણી વખત દાનમાં પણ હરીફાઈ હોય છે કે અમુક વ્યકિત આટલા રૂપિયા આપે તો મારે આપવા. આ રીતે હરીફાઈમાં માણસ સંપત્તિને સવ્યય કરે છે. ને આ રીતે ચડસાચડસીમાં ધર્મ પણ કરે છે.
દશાર્ણભદ્ર રાજા ભગવાનને વાંદવા જાય છે ત્યારે ઠાઠમાઠથી અભિમાન પૂર્વક વાંદવા જાય છે. તે વખતે ઈન્દ્ર પણ જાય છે ને રાજાને અભિમાન ઉતરાવવા પિતે વિચાર કરે છે. કે અભિમાનથી તે દર્શનને મહાન લાભ લૂંટાવી દેશે. તે એનો અહં ઓગાળીને સાચું ભાન કરાવું, જ્યાં આત્માને લાભ મેળવાને છે ને કર્મની ભેખડે તેડવાની છે ત્યાં આ અહં ભાવ શા માટે હવે જોઈએ? આત્મામાં નમ્રતાને ગુણ હોય ત્યારે વંદન કરવાને ભાવ આવે છે. ધર્મક્રિયાના ઉત્તમ ભાવને નહિ સમજનારા અજ્ઞાની છે કર્મના બંધન તેડવાને બદલે કર્મનું બંધન કરે છે. ઈન્દ્ર મહારાજા વિચાર કરે છે કે પ્રભુના દર્શન કરતાં કર્મની નિજર થાય. અહં ઓગળી જાય તેના બદલે રાજા તે અભિમાન લઈને જાય છે. ને કર્મબંધન કરે છે. તે એને અહં હું ઓગાળી નાંખું, એટલે ઈન્દ્ર મહારાજે પોતાની વૈક્રય લબ્ધિથી ૫૧૨ હાથી વિકુવ્ય. એકેક હાથીને આઠ આઠ દંતશૂળ અકેક દંતશૂળ પર લાખ લાખ પાંખડીનું પદ્દમકમળ અને તેમાં ઈન્દ્ર મહારાજાનું સિંહાસન છે ઈન્દ્ર મહારાજાની સામે તેમની ઈન્દ્રાણીઓ બેઠી છે ને તેમની સામે અપ્સરાઓ નટક કરી રહી છે. આવું સુંદર દષ્ય ખડું કર્યું. એક બાજુથી ઈન્દ્ર મહારાજા આવે છે ને બીજી બાજુથી દશાર્ણભદ્ર રાજા! બંને પિત પેની અદ્ધિ સહિત પ્રભુના સમોસરણનાં દરવાજા નજીક ભેગા થઈ ગયા.
દરાર્ણભદ્ર રાજાએ ઈન્દ્રની અદ્ધિ જોઈ. તેમના મનમાં થયું કે અહો! હું એમ