________________
૪૪૬
શારા સાગર
છે તે આપ સહુ સારી સંખ્યામાં લાભ લેશે. હવે જાગેલા વીરેને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપવામાં આવે છે.
વ્યાખ્યાન નં. પર ભાદરવા સુદ ૧૧ ને સેમવાર
તા. ૧૫-૯-૭૫, સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો!
અનંત ઉપકારી, આગમના આખ્યાતા અને વિશ્વમાં વિખ્યાતા એવા પરમ પિતા પ્રભુની શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. એ પ્રભુની વાણી કેવી છે? હે નાથ! તારી વાણી ભવસાગરને પાર કરવાને માટે સેતુ સમાન છે. સૂર્યનાં કિરણે હિમગિરિને અડતાં હિમ ઓગળી જાય છે તે પ્રમાણે આપની વાણીના કિરણો વડે ભવ્ય જીવોના આત્મા ઉપર રહેલે મિથ્યાત્વને ગાઢ અંધકાર ઓગળી જાય છે. સમ્યકત્વનું પુષ્પ ખીલી ઊઠે છે. આપની વાણી વેદનાને શાંત કરે છે, અંતરની વીણાના તાર ઝણઝણાવે છે અને શાશ્વત એવા મોક્ષના સુખને આપે છે. હૃદયમાં શ્રદ્ધા, નેહ, અને ભવ્ય ભાવનાઓ ભરે છે અને ભવની પરંપરાને ઘટાડવાનું ભાન કરાવે છે.
બંધુઓ ! આ ભવની પરંપરા કયારે ઘટે? અનાદિકાળથી જીવ કાયા, કુટુંબ, કંચન, અને કામિની એ ચાર કકાર કંપનીના મેડમાં પડીને પિતાના સ્વરૂપને ભૂલી ગયે છે, કે હું કોણ છું? તેનું ભાન કરાવતાં જ્ઞાની કહે છે કે તારે આત્મા સચ્ચિદાનંદ
સ્વરૂપ છે. અખંડ આનંદમય છે. જ્ઞાનને કંદ છે. પોતાના આવા પારમાર્થિક સ્વરૂપને પિતે અનાદિ કાળથી ભૂલી ગયા છે. તેનું મુખ્ય કારણ આત્મા ઉપર મોહરૂપી મદિરાનું ઘેન છે. અને અજ્ઞાનનો પ્રભાવ છે. ક્રમે ક્રમે કાળને પરિપાક થાય ત્યારે જીવ ચરમાવર્તામાં આવે છે. ત્યાર બાદ પણ કર્મની લઘુતા થાય ને મોહનીય કર્મનું જેર નબળું પડે ત્યારે બહિરાત્મ દશા ટળે છે.
બહિરાત્મ દશા એ મિથ્યાત્વની ભૂમિકા છે અને મિથ્યાત્વ એ સઘળા પાપને બાપ છે. મિથ્યાત્વ કહો કે અજ્ઞાન કહે એ સઘળા પાપનું મૂળ છે. તેના જેવું બીજું કઈ પાપ નથી. જીવનું અહિત કરનાર તેના જે બીજે કઈ શત્રુ નથી. દેવ-ગુરુની પરમભકિત, તપ અને સંયમ, વ્રત-નિયમ આદિ ધર્મક્રિયાઓ કરવાથી તેમજ જિનવાણીનું શ્રવણ કરી. તેના ઉપર વિચારણા કરવાથી, દર્શન મોહનીય કર્મને ક્ષયપશમ થતાં બહિરાત્મ દશાને ત્યાગ થાય છે ને અંતરાત્મ દશા પ્રગટ થાય છે. અંતરાત્મ દશાને પામેલે આત્મા એમ વિચાર કરે છે કે શરીરનો સ્વભાવ જુદે છે ને મારે સ્વભાવ પણ જુદો છે. શરીર પુદ્ગલ છે ને હું ચેતન છું. શરીર જડ છે ને હું જ્ઞાન સ્વરૂપી જાણનાર છું. શરીર નાશવંત છે ને હું શાશ્વત છું. શરીરને જન્મ છે, તે જરા અને મરણને