________________
શારદા સાગર
માલ નથી. એને છેડે તે ફાવે ને વળગે તે ડૂબી જાય એવું છે. મોટાભાઈને ઉપકાર માને કે તમને અનિરછાએ પણ સારા માર્ગે ચઢાવ્યા. સંસારના કારમા કેદખાનામાં પૂરનારા સગા સબંધીઓ તે દરેક ભવમાં મળે છે. પણ તમારા ભાઈ જેવા સાચા ઉ૫કારી કોણ મળે કે જેમણે તમને યૌવન અવસ્થારૂપી ઘેર-અરણ્યમાં ભેગરૂપી લૂંટારાથી બચાવીને સંયમ ધર્મરૂપી મહારાજાના સુરક્ષિત કિલામાં વાસ કરાવ્યા. આ ભાઈ તે અનંત ભવમાં કેઈક વાર મળે. આ દુનિયા તે સ્વાર્થી છે. જો કેઈ નિસ્વાર્થી હોય તો તે સાધુપુરુષે છે. આ જગતનું કઈ પણ સુખ સંયમના સુખની તોલે આવી શકતું નથી.
આ રાગી સદા રોતા રહે છે ને વૈરાગી સાચા સુખને અનુભવે છે. વૈરાગ્યના રાજમહેલ મૂકીને રાગના ભયંકર વેરાન વગડામાં ભટકવું તમને શોભતું નથી. હજુ પણ બરાબર સમજી જાવ. ચિંતામણું રત્નસમાન સાધુ જીવનને બરાબર સંભાળી લે. કરોડપતિએ અને મહાન સત્તાધીશે કરતાં પણ સાચી નિસ્પૃહ દશાવાળા મુનિવરે અત્યંત સુખી છે. માટે તમે બરાબર સમજી લે કે અનંત ભવના પાપને જોવા અને આત્માની સાચી શાંતિ પ્રાપ્ત કરવા આ ભવ મળે છે. તમે સાચી પ્રગતિના શિખરે ચઢેલા છે. હવે પડવાને માર્ગ લે તે ઉચિત નથી. માટે પાછા સીધા ને ગુરુદેવની આજ્ઞાનું પાલન કરીને ઉચ્ચ સાધુજીવન જીવીને તમારું પોતાનું, કુટુંબનું અને જગતનું કલ્યાણ કરે
નાગીલાના ઉપદેશથી ભવદત્ત મુનિ સંયમમાં સ્થિર થયા : નાગીલાના સુંદર બોધવચને સાંભળીને ભવદત્તનો આત્મા સમજણના ઘરમાં આવ્યો. વિષયની વાસના ઘટવા માંડી. નાગીલાના હિતવચન સાંભળી, ચિત્તમાં ઉતારી હવે સંયમ માર્ગમાં રહીને નિર્મળ ચારિત્ર પાળવું એવો મનમાં દઢ નિર્ણય કર્યો. નાગીલાને કહે છે કે આજે તેં મારી આંખ ઉઘાડીને ખરે નેહભાવ દર્શાવ્યો છે. આવા શ્રેષ્ઠ જીવનસાથી જેને મળે તેમનું કલ્યાણ થાઓ. હવે મારે સંસારમાં આવવું નથી. તારું કલ્યાણ થાઓ. દુર્ગતિમાં પડતો મને બચાવ્યો છે. આત્માનું સાચું હિત બતાવ્યું. હવે હું અહીંથી વિહાર કરીને જઈશ પણ અહીં આવ્યો છું તે એક વાર બીજા સગા સ્નેહીઓને મળીને જાઉં. નાગીલાએ વિચાર્યું કે આ પણ છેટું કહેવાય. કારણ કે સગાં-સ્નેહી બધાં કંઈ સરખા વિચારના ન હોય. કે સંસારમાં રહેવાની સલાહ આપે તો આમનું મન પીગળી જાય ને સંસારમાં પડી જાય તો? કારણ કે આ જગતમાં ત્યાગ-વૈરાગ્યના માર્ગે ચઢાવનારા અને ત્યાગમાં સ્થિર કરનારા બહુ ઓછા અને અસ્થિર બનાવી નીચે ઉતારનારા સાધને ઘણાં છે. જ્યાં સુધી આત્મા દઢ ન બને ત્યાં સુધી તેને સારા માણસોના સંગમાં રહેવાની જરૂર છે અને અવળી સલાહ આપનારથી દૂર રહેવાની જરૂર છે. આ રીતે વિચાર કરીને નાગીવા કહે છે, કે તમે સર્વ જીવોનું હિત