________________
શારદા સાગર
૪૪૩
પાણી લઈ આવ્યા. આહાર પાણી કર્યા પછી મુનિ ધર્મશાળાની ઓસરીના એક છેડે બેઠા છે. સામી ઓસરીમાં ધર્મશાળા વાળી બાઈ બેઠી છે. એવામાં નાગીલા પિતાની સખીને મળવા આવી. બંને અરસપરસ વાતો કરે છે. મુનિ તેમની વાતો સાંભળે છે. મનમાં એક રમણતા છે કે ઝટ નાગીલાને મળું ને તેને સુખી કરું.
આ સમયે ધર્મશાળા વાળી બાઈને છોકરો આબે અને કરેલા સંકેત પ્રમાણે બોલવા લાગ્યો. તે તેની માતાને કહે છે. મા ! એક મેટું ઠામ લાવ. મા કહે છે તારે શું કરવું છે? છોકરે કહે છે આજે હમણાં મને જમવાનું મળ્યું છે. અત્યારે જમીને આવ્યું ત્યાં વળી બીજું આમંત્રણ મળી ગયું. હવે અત્યારે વોમિટ કરીને એ ભજન વાસણમાં રાખી લઉં છું ને બીજું જમી લઉં ને સાંજે ખૂબ ભૂખ લાગશે ત્યારે એ વમન કરેલું ખાઈ લઈશ. છોકરાએ એ વમન કરેલું ખાવાની વાત કરી ત્યાં બધાને હસવું આવ્યું અને મુનિ પણ હસીને કહેવા લાગ્યા કે આ છોકરે કે ભૂખ લાગે છે ! વમેલું ખાવાની ઈચ્છા કેણ કરે? કાગડા ને કૂતરા હોય તે? મુનિની વાત સાંભળીને નાગીલા કહે છે હે મુનિરાજ! વમેલું ખાનાર કૂતરા જેવો મૂર્ખ શિરામણ કહેવાય એવું તમે જાણે છે છતાં તમે મેલા સંસાર સુખને મેળવવા શા માટે મહેનત કરે છે? નાગીલાનો ત્યાગ કર્યા પછી એને મેળવવાની આકાંક્ષા કેમ રાખે છે ! આ બાળક તે અણસમજુ છે. હજુ એને સારાસારનું ભાન નથી. પણ તમે સમજુ થઈને આ શું કરવા આવ્યા છો ? તમે જેને માટે અહીં આવ્યા છે તે નાગીલા હું પોતે છું.
રત્નચિંતામણ છેડીને, સ્વામી કહું છું સાચ, ઘેલા થઈને ના ગ્રહે, મારી કાયા તે બેટે કાચ રે...
- સંયમ કેમ પાળું છે. હે સ્વામીનાથ ! આ રત્નચિંતામણું સમાન ઉતમ ચારિત્રરત્નને ફગાવી દઈ ને આ કાચના ટુકડા સમાન ભેગને શા માટે અપનાવો છે? હાથીની અંબાડી છોડીને ખરની અંબાડી ઉપર શા માટે ચઢે છે? તમને જે શરીરને મોડ છે તે શરીરમાં હવે પહેલા જેવાં રૂપ- લાવણ્ય, યૌવન કઈ રહ્યા નથી. યુવાની ચાર દિવસની ચાંદની જેવી છે. કાયા કાચી માટીના કુંભ જેવી છે. કાચના વાસણ જેવી છે. સહેજ ઠોકર વાગતાં ફૂટી જાય છે. અનેક મેલા પદાર્થોથી આ શરીર ભરેલું છે. મળ-મૂત્રને ભંડાર, હાડકાં, લેહી, માંસ અને ચરર્મી આદિ અશુચીને કેથળ છે. એવા શરીરમાં કંઈ સાર નથી. તમે કહો છો કે વમેલી ચીજને તે કૂતરા અને કાગડા ખાય; તે નાની ઉંમરમાં તમે મને છેડી અને હવે શા માટે આવ્યા છે? આ સંસારમાં કે કોનું છે? આ શરીર આપણું નથી ત્યાં બીજું કોણ આપણું થઈ શકે તેમ છે? આટલા વર્ષે આવું ઉત્તમ ચારિત્ર પાળ્યું તે એનું પરિણામ તે આપ કંઈક વિચારો. આ જગતના સુખમાં કંઈ