________________
શારદા સાગર
૪૩૯
સંયમ લેવાનો નિર્ણય કર્યો ત્યાં એક રાત્રીમાં રોગ આપોઆપ શમી ગયે. તે સિવાય નમી રાજર્ષિના શરીરમાં પણ દાહજવરને રોગ ઉત્પન્ન થયે. ખૂબ બળતરા થવા લાગી ત્યારે તેમના શરીરે ચંદનનું વિલેપન કરવા માટે તેમની રાણીઓ જાતે ચંદન ઘસવા લાગી. જુઓ, જીવને કેવું નિમિત્ત મળે છે કે તે જાગી જાય છે, રાજાને ઘેર નેકર ચાકરને તૂટે ન હતે. છતાં રાણીઓ પોતાના પતિની સેવા કરવા માટે જાતે ચંદન ઘસે છે. ૭૦૦ રાણીઓ ચંદન ઘસે એટલે તેમના હાથમાં રહેલા કંકણને અવાજ થાય તે સ્વાભાવિક છે. આ કંકણના ખખડાટને અવાજ થયે ત્યારે નમીરાજ પૂછે છે, આટલો બધે અવાજ શેને થાય છે? તે સમયે પ્રધાન કહે છે આપને માટે આપની મહારાણુઓ ચંદન ઘસે છે. તેમના હાથમાં રહેલા કંકણને અવાજ થાય છે. ત્યારે નમી, રાજર્ષિ કહે છે સૌભાગ્યના ચિહ્ન તરીકે એકેક કંકણ રાખે. મારાથી આ અવાજ સહન થતું નથી.
બંધુઓ! તમે એમ માને છે કે સંસારના બધા પદાર્થો સુખકર છે. પણ અહીં • જ્ઞાનદ્રષ્ટિથી જોશે તે તમને સમજાશે કે દુનિયાના દરેક પદાર્થો અમુક વખતે સુખકર
લાગે છે ને એ પદાર્થો અમુક સમયે દુઃખકર લાગે છે. રાણીઓના કંકણુનો રણકાર એક વખત નમીરાષિને ખૂબ આનંદકારી લાગતું હતું. કંકણને અવાજ સાંભળીને તે નાચી ઊઠતા હતા. એ કંકણને અવાજ શરીરમાં રોગ ઉત્પન્ન થતા દુઃખદાયી લાગે. તમને રેડિયે સાંભળ ખૂબ ગમતો હોય પણ જ્યારે ચાર ડીગ્રી તાવ હોય ત્યારે કે રેડિયે વગાડે તે ગમે ખરું? “ના” કઈ વગાડે તે તરત બંધ કરાવી દે અથવા કે અઘટિત બનાવ બન્યાના સમાચાર સાંભળે તે પણ રેડિયાના સૂર સાંભળવા ગમતા નથી. જેને તમે સુખનું સાધન માન્યું હતું તે દુઃખનું સાધન બની ગયું.
નમી રાજર્ષિને પણ કંકણને અવાજ દુખકર લાગે. બધી રાણીઓએ હાથમાં એકેક કંકણ રાખ્યું. પછી ચંદન ઘસાય છે છતાં અવાજ બંધ થઈ ગયે. ત્યારે પૂછે છે કે શું ચંદન ઘસવાનું કામ બંધ થઈ ગયું? ત્યારે કહે છે, ના સાહેબ, કામ તે ચાલુ છે પણ એકેક કંકણ રાખીને ચંદન ઘસે છે. આ સાંભળી નમીરાજને વિચાર આવ્યો કે અહે! હવે કેવી શાંતિ લાગી ! જ્યાં એક છે ત્યાં શાંતિ છે, સમાધિ છે ને આનંદ છે. જ્યાં બે છે ત્યાં બગાડ છે, ખખડાટ છે. એમ વિચાર કરી એકત્વ ભાવના ઉપર ચઢી ગયા ને સંયમ લઈને ઉગ્ર તપ કર્યું ને બધે રોગ મટી ગયે.
બંધુઓ! જે તમારે ભવરેગ નાબૂદ કરે હોય તો તપ અને ત્યાગની ટેબ્લેટ લઈ લે. જે આત્માએ દેહ અને આત્માને ભિન્ન સમજે છે તે આવા માગે પ્રયાણ કરી શકે છે. દેહમાં વસવા છતાં વિદેહી દશા કેળવે છે તે આવું મહાન તપ કરી શકે છે. દેહને રાગ છૂટે તે આવું મહાન તપ થાય છે. તેમાં સાધુપણુમાં આવું મહાન તપ કરવું ખૂબ કઠિન છે. આપણે ત્યાં ત્રણ ત્રણ મહાસતીજીઓની તપશ્ચર્યા ચાલુ છે. તેઓ