________________
૪૩૮
શારદા સાગર
દૂર કરવી હોય તો જીવનને તપ રૂપી ત્યાગની અનિની ભઠ્ઠીમાં મૂકી દે. તારી ઉજવળતા ખીલી ઊઠશે. કર્મના મેલથી મલીન બનેલા આત્માને ધેવાને માટે તપ એ તેજાબ છે. જેમને આત્માની ઉજજવળતા પ્રગટ કરવાની લગની લાગી છે તેવા બા.બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીએ પણ નાની ઉંમરમાં મહાન ઉગ્ર તપની સાધના કરી તપ રૂપી ભકમાં કમને બાળી ખાખ કરવા તત્પર બન્યા છે. જ્ઞાની કહે છે, કે પુરાણું કર્મોને બાળવા માટે તપની અવશ્ય જરૂર છે. આત્મસાધના કરવાને માટે જ્ઞાન-દર્શનચારિત્ર-તપ અને દાન-શિયળ-તપ ને ભાવ; એ બધા માર્ગો બતાવ્યા છે. બંને ભંગીમાં તપને નંબર છે. જ્ઞાન દ્વારા જીવ વસ્તુના સ્વરૂપને જાણી શકે છે. દર્શનથી તેમાં દઢ બને છે. ચારિત્ર દ્વારા નવા આવતાં કર્મોને રોકી શકાય છે ને તાદ્વારા પુરાણું કર્મોને બાળી શકાય છે. ભગવાન મહાવીર સ્વામી તીર્થકર હતા. નિયમ મેક્ષમાં જવાના હતા છતાં પણ ૧૨ વર્ષ સુધી કેવું અઘોર તપ કર્યું ! ભગવાને બેમાસી, માસી, છમાસી તપ કર્યા છે. છઠ્ઠથી તે ઓછું તપ કર્યું નથી. ભગવાનની આટલી તપશ્ચર્યા દરમ્યાનમાં ફક્ત ૩૪૯ પારણાં કર્યા છે. આવું ઉગ્ર તપ, ઉગ્ર સાધના કરીને ઘાતી કર્મોને પ્રજાળીને કેવળજ્ઞાન પામ્યા. એટલે મારે તમને ટૂંકમાં એ સમજાવવું છે કે જીવનમાં તપની, અવશ્ય જરૂર છે. ઉત્તરાયયન સૂત્રમાં ભગવંત બન્યા છે કેઃ जहा महातलायस्स, सन्निरुध्धेजलागमे । उस्सिचणाए तवणाए, कमेणं सोसणाभवे ॥ एवंतु संजयस्सावि, पावकम्म निरासवे । भवकोडीसंचियंकभ्मं, तवसानिज्जरिज्जई॥
ઉત્ત. સૂ અ. ૩૦ ગાથા જેમ કે ઈ મેટા તળાવમાંથી પાણી ઉલેચીને તેને સૂકવી નાંખવું હોય તો પહેલાં નવા પાણીના પ્રવાહને રેક પડશે. નવા પાણીની આવકને રોકીને અંદર રહેલું પાણી ઉલેચવામાં આવે તે તળાવ ખાલી થાય છે. તેવી રીતે આત્મા રૂપી તળાવમાં જે કર્મરૂપી પાણીને જમ્બર પ્રવાહ આવે છે તેને રોકવા માટે સંયમ રૂપી પાટિયા મારી દે તો નવા કર્મ બંધાતા અટકી જશે ને તપ કરવાથી કરડે ભવના સંચિત થયેલા કર્મો નિર્જરી જાય છે. આવી સુંદર તપ અને સંયમની સાધના કરવા માટે અમૂલ્ય સમય મળે છે. - ભવરોગને નાબૂદ કરવા માટે તપ અને સંયમ એ અકસીર ટેબ્લેટ છે. આપણા જેનશાસ્ત્રના અનેક દાખલા છે. સનકુમાર ચક્રવતીના શરીરમાં સોળ સોળ મહારગે ઉત્પન થયા ત્યારે તેમણે સંયમ અંગીકાર કરીને માસખમણને પારણે મા ખમણ એવા ઉગ્ર તપ કર્યો. તેના પરિણામે એવી લબ્ધિ અને શકિત પ્રગટ થઈ કે પિતાનું ઘૂંક લગાડે તે તરત રોગ મટી જાય. પણ એ મહાન પુરુષે દેહના દર્દ મટાડવાની સાથે તપ દ્વારા આત્મિક રોગ મટાડી દીધું. આપણે ત્યાં જેને અધિકાર ચાલે છે તે અનાથી નિગ્રંથના શરીરે દાહજવરને રોગ થયો. ઘણાં ઉપાયો કરવા છતાં રોગ ન મટયો ત્યારે