________________
४२.४
શારદા સાગર
રાજકુમારી ભદ્રા પિતાની સખીઓ સાથે ત્યાં રમવા માટે આવી છે. બધી છોકરીઓ ત્યાં રમત રમે છે, દેવળમાં ઘણું સ્થભ હતા તેથી બધી છોકરીઓ એકેક સ્થંભને પકડીને કહેવા લાગી કે આ મારો વર છે આ મારો વર છે. ત્યારે રાજકુમારી ભદ્રાએ ધ્યાનાવસ્થામાં રહેલા હરકેશી મુનિને થંભમાની તેમને બાથ ભીડી લીધી. મંદિરમાં અંધકાર હોવાથી ખબર ન પડી કે આ સ્થંભ છે કે પુરૂષ છે? પાછળથી તેને ખબર પડી કે પિોતે જેને વળગી છે તે કોઈ પુરૂષ છે. એટલે તેની સખીઓ હાસ્ય વિનોદથી તેની મશ્કરી કરે છે તેથી ભદ્રા ખૂબ ચીડાઈ જાય છે ને મુનિની અવગણના કરી તેમની ખૂબ અશાતના કરી. તેમના ઉપર થૂ થૂ કરે છે. મુનિને તે કેઈ અપમાન કરે કે ગમે તે કરે તો તેમને પરવા નથી હતી. જેમને પિતાના આત્માની પડી હોય છે તે સંતે કેવા હોય છે?
કલ્યાણ છાનું કરવા કાજે, વિચરે દેશવિદેશે, ના રાય રંકે ના ઊંચ નીચ, સરખા સૌને ઉપદેશે, અપમાન કરે ત્યા સન્માને, સમતા ભાવે રહેનાર
આ છે અણુગાર અમારા ભદ્રા કુમારીએ મુનિની ઘોર અશાતના કરી પણ મુનિ તે પિતાનામાં મસ્ત હતા, પણ જે હિંદુક નામને યક્ષ મુનિ ઉપર પ્રસન્ન થયેલ છે. તેનાથી મુનિની ઘર અશાતના સહન ન થઈ એટલે તેણે ભદ્રાને જમીન ઉપર પટકી દીધી. તે બેભાન થઈને પડી.
કુંવરીના પિતા ચિંતાતુર બન્યા છે તેથી ત્યાં શું વિધિ થઈ? - રાજાને આ વાતની ખબર આપવામાં આવી તેથી ત્યાં તેને પિતા- રાજા આવે છે. ઘણું ઉપચાર કર્યા પણ ભદ્રા ભાનમાં ન આવી એટલે રાજા મુનિને ચરણમાં પડીને માફી માંગે છે કે હે મુનિરાજ ! મારી પુત્રીએ બાળક બુદ્ધિથી આપની અવહેલના કરી છે પણ આપ દયાળુ છે. દયા કરે ને મારી પુત્રીને સજીવન કરે, હવે જેજે.આ યક્ષ મુનિની કેવી ગાંડી ભકિત કરે છે ! સમય જોઈને તિંદુક યક્ષ એ મુનિના દેહમાં પ્રવેશ કર્યો ને બે કે ભદ્રાને મારી સાથે પરણાવે તે તેને ભાનમાં લાવું. કઈ પણ રીતે ભદ્રા સજીવન થાય તેમ ન લાગ્યું ત્યારે રાજા તે માંગણી કબૂલ કરે છે. ને ભદ્રાને તેની સાથે પરણાવે છે. પછી યક્ષ મુનિના દેહમાંથી નીકળી જાય છે. ને હરકેશી મુનિ ભાનમાં આવે છે, ત્યારે ભદ્રાને પોતાના પગ પાસે બેઠેલી જોઈને કહ્યું કે બહેન ! તું અહીં કેમ બેઠી છું? તું અહીંથી ચાલી જા. અમે જૈન સાધુ કદી સ્ત્રીને સ્પર્શ પણ કરતા નથી અમારા
તે કેવા હોય તે તું જાણે છે? ના સંગ કરે કદી નારીને, ના અંગે પાંગ નિહાળે, જો જરૂર પડે તે વાત કરે પણ નયને નીચા ઢાળે (૨) મનથી, વાણુથી, કાયાથી, વ્રતનું પાલન કરનારા....આ છે અણગાર અમારા