________________
શારદા સાગર
૧ ૪૨૭ શિખામણ પહેલેથી માની હતી તે આ દશા ન થાત. બ્રાહ્મણે ખૂબ આજીજી કરે છે. મુનિ તે સ્વસ્થ હતા. આ બધું કાર્ય યક્ષે કર્યું. મુનિએ નવકાર મંત્ર ગણીને બ્રાહ્મણ ઉપર પાણી છાંટયું એટલે તેઓ બેઠા થઈ ગયા ને મુનિએ તેમને ઉપદેશ આપતા કહ્યું કે જૈન મુનિ કદી કઈ ઉપર કે પાયમાન થતા નથી. પિતે સહન કરીને પણ બીજાને સુખ આપે છે. ટૂંકમાં મુનિ બ્રાહ્મણને જૈનત્વનું ભાન કરાવે છે ને સાચે યજ્ઞ કર્યો કહેવાય તે સમજાવે છે. બ્રાહ્મણે કહે છે તમે કે યજ્ઞ કરે છે તે અમને કહો.
तवो जोइ जीवो जोइ ठाणं, जोगा सुया सरीरं कारीसंगं । कम्मेहा संजम जोगसन्ति, होमं हुणामि इसिणं पसत्थं ॥
ઉત્ત. સૂ. અ. ૧૨ ગાથા ૪૪ મુનિ કહે છે તપ તિ છે, જીવાત્મા તિનું સ્થાન છે. મન-વચન અને કાયાને યોગ કડછી છે. શરીર છાણ છે, કર્મ લાકડા છે, સંયમની પ્રવૃત્તિ શાંતિપાઠ છે. એ હું ઋષિઓ દ્વારા પ્રશસ્ત યજ્ઞ કરું છું. આ રીતે સાચું સ્નાન કર્યું છે, આદિ બધું બ્રાહ્મણને સમજાવ્યું. ત્યારે તે બ્રાહ્મણે પણ ધર્મ પામી ગયા. સાચું સમજ્યા પછી માણસ હું છોડી દે છે.
અહીં શ્રેણીક રાજા પણ અનાથી મુનિના દર્શનથી પ્રભાવિત થયા છે. તેમને સાચું અનાથપણું જાણવાની જિજ્ઞાસા જાગી છે એટલે તેમની જિજ્ઞાસા જેઈને અનાથી નિગ્રંથ પિતે કેવી રીતે અનાથ છે તે વાત સમજાવવા માટે પોતાની કહાણી રાજા શ્રેણીક સામે રજુ કરે છે. મહાન પુરૂષે કદી પોતાના ગાણાં ગાતા નથી. એ સાંભળતા કઈ લાભ થવાને હોય તે કહે છે. આઠ-દશ દિવસથી અધિકાર મૂકાઈ ગયો છે. અનાથી મુનિ કોસંબી નગરીમાં વસતા પ્રભુત ધન સંચય નામના શ્રેષ્ઠીના પુત્ર હતા. તેમને ઘેર કેવી સદ્ધિ હતી કે જેનાથી સોનાની બંદૂકને રત્નની ગેબી વડે બાર વર્ષ સુધી દુશમન સાથે ગામનો રાજા યુદ્ધ કરે તે પણ ખૂટે નહિ એવા ઋદ્ધિવંત શ્રેષ્ઠીના પુત્ર હતા. છતાં પોતે કેવી રીતે અનાથ હતા તે વાત મહારાજા શ્રેણીકને અનાથી નિગ્રંથ કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
I વ્યાખ્યાન નં. ૫૦ ભાદરવા સુદ ૯ ને શનિવાર
તા. ૧૩-૯-૭૫ - સમતાના સાગર અને કરૂણાના કિમિયાગર એવા શાસ્ત્રકાર ભગવતે આપણને આત્મસ્વરૂપની પીછાણ કરાવે છે. એની પીછાણ સર્વજ્ઞ કથિત શાસ્ત્ર સિવાય કઈ કરાવી શકતું નથી. વ્યવહારમાં તમે શરીરની ઓળખાણ આપો છો પણ આત્માની ઓળખાણ