________________
શારદા સાગર
પણ રહેતું નથી. આંખમાંથી ટપટપ આંસુડા પડે છતાં કોઈ સામું પણ જોતું નથી. આટલા માટે જ્ઞાની કહે છે કે કર્મબંધન કરતી વખતે ખૂબ સાવધાની રાખે.
બંધ સમયે જીવ ચેતી, ઉદયે શે સંતાપ હે જીવ! તું કમનું બંધન કરે છે ત્યારે ભાન નથી રાખતે અને ભેગવવાને સમય આવે છે ત્યારે રોકકળ કરે છે. તેના કરતાં કર્મ ન બંધાય તેની સાવધાની રાખે તે આ વખત ન આવે.
અનાથી મુનિ કહે છે કે આખા શરીરમાં સાર રૂપ જે આંખે માનવામાં આવે છે તેમાં મને ભયંકર વેદના થવા લાગી. આંખ દ્વારા બધા પદાર્થોને જોઈ શકાય છે. આંખ વિના આખી દુનિયા અંધકારમય લાગે છે. કડે સૂર્યને પ્રકાશ પણ આંખ વિનાને માનવી જોઈ શકતા નથી. તેને માટે તે દિવસ ને રાત બધું સરખું છે. આ રીતે આંખનું આખા શરીરમાં મહત્ત્વનું સ્થાન છે.
બંધુઓ! અનાથી મુનિને પોતાની આંખોમાં જ્યારે ભયંકર વેદના થઈ ત્યારે તેને મટાડવા માટે ખૂબ ઠંડા પીણા, સારે રાક, ઠંડક થાય તેવા બધા સાધનોને ઉપયોગ કર્યો છતાં કર્મોદયે તેને શાંતિ ના આપી. અનાથી મુનિ બેલ્યા કે અરે હે રાજન ! જ્યારે મને વેદના ઉપડી ત્યારે એમ થયું કે આ મારી આંખનો હું નાથ નથી. જે હું તેને નાથ હોત તો આટલી બધી સાર સંભાળ રાખવા છતાં તેને આટલી વેદના શા માટે થાત! જે મનુષ્ય અજ્ઞાનના કારણે આંખ મારી છે તેમ કહે છે તે ભૂલ કરે છે. જેને પિતાનું માને છે તે જે પોતાની આજ્ઞામાં ન રહે તો પછી તેને પોતાનું કેમ કહેવાય? નોકર જે માલિકની ઈચ્છા વિરૂદ્ધ કામ કરે તે તે માલિકને નોકર ન કહેવાય. નોકરે તે શેઠની આજ્ઞાને આધીન રહેવું પડે છે. તેમ આ શરીર અને ઈન્દ્રિ પણ આત્માના દાસ છે. છતાં તેઓ આત્મારૂપી શેઠને આધીન રહેતા નથી. આ શરીર અને ઇન્દ્રિઓ કર્મને આધીન છે. શરીરને તમે મારું માને છે પણ તે તમારું નથી. તમે એમ નિર્ણય કરે કે મારે આજે. પાંચ રૂપિયા કમાવા છે તો કાળી મજુરી કરીને કમાઈ શકશે. પણ જો એમ વિચાર કરશે કે આજે મારે મારા શરીરમાં કઈ દઈ આવવા દેવું નથી તે તે નહિ બની શકે.
અનાથી મુનિ કહે છે કે જ્યારે મારી આંખમાં વેદના થઈ ત્યારે મારા આખા શરીરમાં ખૂબ દાહજવર થવા લાગ્યું ને તમામ અગમાં બળતરા થવા લાગી. જેમ કે માણસ શરીર ઉપર બળતા અંગારા મૂકે કે આંખમાં સંય ભેંકી દે તો કેવી વેદના થાય! તેના કરતા અનંત ગણું વેદના મને થવા લાગી. ત્યારે મને વિચાર આવ્યું કે મારા કરેલા પૂર્વકૃત કર્મોના કારણે જીવને આવી વિપુલ વેદના થાય છે છતાં જીવને ભાન થતું નથી.
અનાથી નિગ્રંથને જીવન ઈતિહાસ કે સુંદર છે. તેમણે પિતાને સમજણ આવી