________________
શારદા સાગર
જેને સંસાર ગમે તેને ભેાગ અને ભેાગની સામગ્રીમાં આનંદ આવે. જેમ સતુ ઝેર ચઢયુ હાય તેને કડવા લીમડા પણ મીઠા લાગે. એ રીતે જેને રાગરૂપી સર્પનું ઝેર ચઢયું હાય તેને ભેગના ભયંકર સાધન પણ આદરણીય લાગે છે પણ ગમે તેવા સચેગામાં પાપના માર્ગે જવાનુ મન ન થાય તેનુ નામ ઉચ્ચ કેળવણી છે. આજે ઉચ્ચ કેળવણીના નામે ગમે તેવા પાપમય સંસ્કારો ફેલાવવા અને ધર્મની, કુળની, માતાપિતાની, સદાચારની, પરંપરાની લાજને તેડીને સ્વચ્છ પણે જીવન જીવવું એ માનવજીવનને ભયંકર દુરુપયેાગ છે.
૪૩૪
નાગીલા સાસુ-સસરાની ખૂબ ખતથી સેવા કરવા લાગી સામાયિક પ્રતિક્રમણ, તપ, વ્રત-નિયમ આદિમાં તેનુ મન જોડાયું તેથી નાગીલા યુવાનીના કારમા ઉન્માદને વશ કરી શકી. અને જીવનનેા મહામંથન કાળ તેણે સારી રીતે પસાર કરી દીધે. અનુક્રમે સાસુ-સસરા પણુ વૃદ્ધ થયા. સુશીલ, અતિ વિનયી તથા શુદ્ધ આશયથી આચરનારી પુત્રવધૂ તેમને મન પુત્ર જેટલી કિ ંમતી હતી. એની યુવાન અવસ્થામાં પતિ દીક્ષા લઈને ચાલ્યા ગયા અને એને આવુ વિધવા જેવું જીવન વીતાવવુ પડે છે એ વિચારતાં સાસુ -- સસરાને ખૂબ દુઃખ થતુ. પણ પુત્રવધૂના શીલ-સદ્દાચાર, લજ્જા, ધર્મ પ્રત્યે તત્પરતા, વડીલા પ્રત્યે બહુમાન આદિ અનેક ગુણ્ણા શ્વેતાં તેમને ખૂબ સતેષ થતા. છેવટે સાસુ-સસરા વૃદ્ધ થયા. તેમની અંતઃકરણપૂર્વક સાચા દિલથી ખૂબ સેવા કરી. છેવટે સુધી તેમને સમાધિ રહે તેવા પ્રયત્ન પણ શકયતા મુજબ કર્યા. સાસુ-સસરા ખૂબ સમાધિપૂર્વક નશ્વર દેહના ત્યાગ કરીને દેવલેાકમાં ગયા. સાસુ-સસરાને ધર્મની આરાધના કરાવી, એમનાં છેલ્લાં કાર્યો ખરાખર પતાવીને હવે નાગીલા ધર્મકાર્યમાં વિશેષ લક્ષ આપે છે. ધર્મક્રિયા અને તપશ્ચર્યામાં ખૂબ આગળ વધે છે. તેના જીવનમાં સાષ અને શુભ સસ્કારના બળને સંચય થતા જાય છે.
66
ભવદત્ત મુનિ સંયમ છેાડી નાગીલાના પ્રેમ માટે આવી રહ્યા છે. ” :–
ગામના છેડે એક ધર્મશાળા છે. ધર્મશાળામાં એક ખાઇ રહે છે. એ ખાઇ વૃદ્ધ થવા આવી છે.તેને એક પુત્ર છે. આઇની ધર્મભાવના ઠીક હતી. નાગીલાને તેની સાથે સખીપણુ છે. તે અવારનવાર ધર્મશાળામાં તેની પાસે આવીને બેસે છે, કોઇ વખત વ્યવહારની તા કાઈ વખત ધર્મની વાત કરીને આનપૂર્વક પુરસદના સમય પસાર કરે છે. આ તરફ દીક્ષાથી કંટાળેલા અને નાગીલાની સાથે સંસાર માંડવાની આકાંક્ષાવાળા ભવત્ત મુનિના વેશમાં ત્યાં આવે છે. ને ગામના કુવા પાસેથી નીકળે છે. ત્યાં ગામની કેટલીક ખાઈએ પાણી ભરવા માટે આવેલી છે. એમાં નાગીલા પણ છે. મુનિ નાગીલાને એળખી શકતા નથી. કારણ કે ઘણાં વર્ષો વીતી ગયા છે. નાની ઉંમરમાં નાગીલાને જોયેલી ને અત્યારે તે આધેડ અવસ્થા છે. એટલે શરીરમાં ઘણુા ફેરફાર થઇ ગયા છે. રૂપ અને લાવણ્યની ચમક