________________
૪૩૨
શારદા સાગર
માટે ભવદેવ મુનિએ પોતાના ગુરૂદેવને કહ્યું કે આ મારે સંસારી અવસ્થાને નાને ભાઈ છે. તે વૈરાગ્યથી વંચિત રહે છે. ને તે દીક્ષા લેવા માટે આવ્યા છે. માટે આપ કૃપા કરીને એને તારે. હવે જે ભવદત્ત દીક્ષા ન લે તો મોટા ભાઈનું વચન જાય. એટલે શરમથી ભવદત્ત ચારિત્ર લીધું.
ભાઈ ગૌચરીએ આવીયાને શરમે આ સાથ વાતની વાતમાં ગુરૂવારે, દીધો એધો ને સુહપત્તિ હાથ રે સંયમ કેમ પાળું છે....
પરણને એક જ રાતમાં, ઘરણું મૂકી ઘેર, માંડલ અધૂરા મૂકીયા, વહાલી રેતી હશે ધ્રાસ્કા જોરે રે...સંયમ કેમ પાડ્યું છે...
ભાઈની શરમે સાથે આવે ને અહીં તે વાતને વેડો થઈ ગયો. તેણે ભાઈના વચનની ખાતર દીક્ષા લીધી.
બંધુઓ! તમારે ભાઈ સાધુ બની ગયું હોય ને આવું બને તે તમે શું કરે? ભાઈનું વચન પાળવા દીક્ષા લે કે ભાઈના વચનને હવામાં ઉડાડી મૂકે? (હસાહસ). ભવદને બહાદુરીનું કામ કર્યું. હજુ ક્ષણવાર પહેલા રૂપવતી, યુવાન અને ગુણવંતી પત્નિના પ્રેમમાં હતો. હજુ યુવાનીના હાવા લીધા નથી ને ભાઈના વચન ખાતર આ ચઢતી યુવાનીમાં સર્વસ્વ ત્યાગ કરે એ કંઇ જેવી તેવી વાત નથી. પણ ઘણું. સાત્વિકતાભર્યું પગલું કહેવાય.
ભેગના ભિખારી અને સંસારના રસીયા ને આ પગલું ઉતાવળીયું અને અવિચાર્યું લાગે છે. પણ માનસશાસ્ત્રના ઊંડા અભ્યાસી અને આત્મતત્ત્વના વિકાસની દષ્ટિએ જગતના સ્વરૂપને સાચી રીતે નિહાળનારને આ કાર્ય અતિ ઉચિત ને સર્વ હિતકારી જણાય છે. સંસાર તરફની દષ્ટિ ફરે ને આત્મા તરફની દષ્ટિ વિકસે તે સત્યરૂપે સમજાય. ભવદત્તે ભાઇની શરમે દીક્ષા લીધી. દેહ દીક્ષાના વેશમાં છે પણ તેનું મન તો નાગીલામાં રમતું હતું જ્યારે બંધક મુનિના ૫૦૦ શિખે ચીડામાં પીલાયા ત્યારે ગુરુદેવ કહે છે હે શિષ્ય! દેહ અને આત્મા અલગ છે. તમે દેહ તરફ દષ્ટિ ના કરશે. તમારા આત્મા તરફનું લક્ષ રાખજે. ત્યારે શિષ્ય કહે છે ગુરુદેવ! તન ચીચેડામાં પીલાય છે પણ અમારું મન નવકારમંત્રમાં રમે છે. કેવી એ જમ્બર શ્રદ્ધા હશે! કે આત્મિકભાવ પ્રગટ થયા હશે! આપણને તે સહેજ ખીલી વાગે ને લેહી નીકળે તો કંઈક થઈ જાય છે. ત્યારે એ સંતે ઘાણીમાં પલાયા, લેહીની સેરો ઉડી તે સમયે કેવું થયું હશે! છતાં આત્માને કે આનંદ હતું કે શરીર નથી પીલાતું પણ આપણુ ક પીલાય છે. આવા ભાવ શરીર અને આત્માની ભિન્નતા સમજાય ત્યારે આવે છે. તે અહીં ભાઈની શરમ અને નાગીલાનું ધ્યાન આ બંને વચ્ચે ઝેલા ખાતાં ભવદત્ત વર્ષો સુધી ચારિત્ર પાળ્યું. પણ એનું મન તે નાગીલામાં રમતું હતું. કે એ કોડભરી