________________
શારદા સાગર
૪૩૧
વિષયની પ્રવૃત્તિ કરવી એમાં કાંઈ નવાઈ નથી. સંસારના વિષયમાં પડવું તેને પ્રભુતામાં પગલા માંડયા એમ બેલવું તે અતિશય વિષયના રાગી ભવાભિનંદી જી બોલે. બેફામપણે વર્તતી ઈન્દ્રિઓને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરે એનું નામ સાચો પવિત્રતાનો માર્ગ અને એને સાચી બહાદુરી કહેવાય.
બંધુઓ માનવજીવનને આદર્શ મેક્ષ પામવાને પુરૂષાર્થ કરવાનું છે. મેક્ષ પરમ બ્રહ્મસ્વરૂપ છે. તે પામવા માટે બ્રહ્મચર્ય એ મુખ્ય સાધન છે. આજીવન બ્રહ્મચર્ય પાળનાર આત્માઓ જગતમાં મહાન પવિત્ર ગણાય છે. ને તે બહાદુર છે. જેઓ અનાદિકાળથી વાસનાને આધીન બનીને વિષયની પ્રવૃત્તિમાં મશગૂલ રહે છે તેઓ લગ્ન કરીને સંસારના બંધનમાં પડે છે. લગ્ન એ વિષયવાસનામાં બેફામ બનવા માટે નથી પણ વિષયેની વાસનાને મર્યાદિત બનાવવા માટે છે. અંદરથી વિષયવાસનાઓ જેર કરે ત્યારે માનવ ઉન્માર્ગગામી, અનાડી અને અનાચારી ના બની જાય ને અતિશય લજજાને ધરતાં મર્યાદિત રીતે જીવવા જીવનના સાથીને શોધે. એના માટે આર્ય મહાપુરૂષોએ ઘણી ઉંચી મર્યાદાઓ ગોઠવી છે.
જીવનમાં સાચે મિત્ર એ કહેવાય કે જે એકબીજાના આત્માની ખરી ચિંતા કરે કે મારા સ્નેહીને ભવ બગડી ન જાય. એ પાપમાં પડી ધર્મથી વંચિત ન રહી જાય, એમના આત્માનું કલ્યાણ કરાવવામાં હું સહાયક બનું. આવી ભાવના જીવનના સાથીની હોય તો તે સાચા સાથી કહેવાય. ભવદત્ત લગ્ન કરીને ઘેર આવ્યા. નવોઢા નાગીલાને ઘરમાં લાવ્યા તે દિવસે ભવદેવ મુમિ ત્યાં પધાર્યા. તેમના ગુરૂમહારાજ તો બાજુના ગામમાં હતા. આજ્ઞા લઈને ગામમાં આવ્યા ત્યારે સાથેના મુનિઓ ભવદેવ મુનિની મશ્કરી કરે છે કે તમે દીક્ષા લીધા પછી ઘણાં વર્ષે ગામમાં પધાર્યા છે તે તમે તમારા ભાઈને બુઝવીને તમારે શિષ્ય બનાવજે. એમ હસતાં (૨) કહ્યું. ભવદેવ મુનિ ગૌચરી કરતા કરતા પિતાના સંસારી પિતાને ઘેર આવ્યા. ઘરના માણસોએ તેમને ઓળખ્યા ને ભાવથી તેમને વંદન કર્યા. અંદરના આવાસમાં ભવદત્ત નાગલા પાસે છે. નાગીલાના શરીરને અનેક સખીઓ શણગારે છે. ને અનેક પ્રકારની વિનોદની વાતે ચાલી રહી છે. ત્યાં પિતાના મોટાભાઈ એવા મુનિ પધાર્યાની તેને ખબર પડી. એટલે તે તરત બહાર આવ્યા. ખૂબ ભાવથી વંદન કરી ભાવપૂર્વક આહારપાણે વહેરાવ્યા. ત્યારે ભવદેવ મુનિની સાથેના નાના મુનિઓ કહે છે કે કેમ ભાઈ! મોટાભાઈને ભાર ઉપડાવશે ને? ભવદત્ત કહે-હા, ઉપાડીશ. તેમાં શું? તે કહે-ચાલે, અમારી સાથે. ભવદત્તને ખબર નથી કે આ મુનિઓ મને કયા અર્થમાં ભાર ઉપડાવવાનું કહે છે? મુનિને વહેરાવીને ઘરના બધા
ડેક સુધી તેમને વળાવીને પાછા ફર્યા ને ભવદત્ત સામા ગામ સુધી ગયા. ત્યાં મોટા ગુરૂમહારાજના તેણે દર્શન કર્યા. પિતાના ભાઈને આ સંસાર સાગરમાંથી ડૂબતા બચાવવા