________________
૪૨૮
શારદા સાગર
આપતા નથી. તેથી સંસારમાં આપણે આત્મા ભટકી રહ્યો છે. આપણે શરીર નથી પણ શરીરમાં વ્યાપીને રહેલી સચ્ચિદાનંદ સ્વરૂપી એ આપણે આત્મા છે. પણ મહારાજા જીવને ભાન ભૂલાવીને કહે છે કે તું દેવસ્વરૂપી છે. આ ભૂલ અનાદિકાળથી આપણને રખડાવે છે. પણ સદ્દગુરૂઓને સંગ કરવાથી આ ભૂલ ટળે છે.
સદ્દગુરૂઓ તમારી આંખમાં એવું અંજન આજે છે કે જેથી તમારી દિવ્ય દષ્ટિ ખુલી જાય છે. આ દષ્ટિ ખોલનાર શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન બીજાને ઉપકારી બને છે. કેવળજ્ઞાની ભગવતે પણ શ્રુતજ્ઞાન રૂપ દેશના દ્વારા જગત ઉ૫ર મહાન ઉપકાર કરે છે. શ્રુતજ્ઞાન સ્વ-પર પ્રકાશ છે. શ્રુતજ્ઞાનનું દાન થઈ શકે છે તેથી જ્ઞાનીઓ શ્રુતજ્ઞાનરૂપી અંજન આંજી તમારી દષ્ટિને નિર્મળ બનાવે છે. તમારી મિલ્કત તમારા ઘરમાં દાટેલી છે તેમ તમને જ ખબર પડે તે તેને મેળવવા માટે તમારાથી બને તેટલા પ્રયત્ન કરો કે નહિ? તેવી રીતે તમારું પૂર્ણાનંદ સ્વરૂપ તમારી પાસે છે. જે તમને પૂર્ણતા પ્રગટ કરવાની રૂચી જાગે તો તે રૂચી તમને વારંવાર પૂર્ણાનંદી પરમાત્માના ધ્યાનમાં લીન બનાવશે. જ્યારે આત્મા પરમાત્માના ધ્યાનમાં લીન બને છે ત્યારે પિતાના આત્માને પણ પરમાત્મા સ્વરૂપે અનુભવે છે. તે વખતે તેને આત્મા અને પરમાત્માને ભેદ લાગત નથી. માટે પરમાત્માના ધ્યાનમાં લીન બનવાથી પૂર્ણતા પ્રગટે છે. ભગવાનની વાણીનું પાન કરીને તેમાં લીન બનવાથી જીવ પરમાત્મ સ્વરૂપને પામે છે. હવે મુખ્ય વાત અનાથી મુનિની કરું છું.
पढमे वये महाराय, अउला मे अच्छि वेयणा । अहोत्था विऊलोदाहो, सव्व गत्तेसु पत्थिवा ॥
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૧૯. હે મહારાજા! હું અનાથ કેવી રીતે બન્યું તેની વ્યાખ્યા તમે સાંભળે. હું મહાન શ્રીમંત પિતાને પુત્ર હતો. મારું લાલનપાલન ખૂબ સુખપૂર્વક અને ઘણું સાવધાનીથી થયું હતું. મારે ત્યાં કઈ જાતની ખામી ન હતી. હું જ્યારે યુવાન હતા ત્યારે સ્વરૂપવાન અને ધનાઢયની પુત્રી સાથે મારો વિવાહ થયો. હે રાજન ! તમે મને કહે છો કે આ ભેગ ભોગવવાની ઉંમરે તમે દીક્ષા કેમ લીધી? પણ જેને તમે ભેગના સાધન માનો છે તે બધા મારી પાસે મોજુદ હોવા છતાં પણ મારી કેવી સ્થિતિ થઈ
સાંભળો. હું યુવાવસ્થામાં આવ્યું ત્યારે મારા શરીરમાં એક રોગ પેદા થયો. જેથી ખૂબ વેદના થવા લાગી અને તે વેદનાએ મારી આંખમાં ખટકે પેદા કર્યો. દઈ આવે તે કર્મનું ફળ છે, જ્ઞાનીઓ બેલ્યા છે કેઃ
મર તે ર૪ ૩યા , ન વંઘવા વંધવાં વરિત ” જ્યારે કર્મને ઉદય થાય છે ત્યારે સગાવહાલા. બાંધવ આદિનું બાંધવપણું