________________
શારદા સાગર
-
૪૨૫
જૈન મુનિ સ્ત્રીના સામી દૃષ્ટિ કરતા નથી. કદાચ વાત કરવી પડે તે પણ દૃષ્ટિ તે તેમની નીચી હોય છે. ગોચરી જાય ત્યારે સૂઝતા-અસુઝતા માટે કંઈ બલવું પડે તે બેલે, બાકી મૌન રહે. સંસારી જીવોની સાથે રહેવા છતાં પણ જળકમળવત્ અલિપ્ત ભાવથી રહે. એવા જૈનના સંતો પવિત્ર હોય છે. હરકેશી મુનિ કહે છે બહેન! તું મારાથી દૂર જા. મારી પાસે તારાથી ન બેસાય. ત્યારે ભદ્રા કહે છે હું આપની પત્ની છું. મારા પિતાએ ચોરી બાંધીને વિધિપૂર્વક મને તમારી સાથે પરણાવી છે. હવે હું ક્યાં જાઉં? મુનિ કહે બહેન! હું તે ધ્યાનમાં હતું. મને આ વાતની કંઈ ખબર નથી. આ યક્ષે આવી ગાંડી ભક્તિ કરી છે. તું તારે ઘેર ચાલી જા. તે જતી નથી ત્યારે મુનિ તેને છોડીને બીજા સ્થળે ચાલ્યા જાય છે.
ભદ્રા માટે શું વિચારે છે?” – ભદ્રાને મુનિ સાથે પરણાવી એટલે તેને કેણ પરણે? એક પુરોહિત સાથે નિરૂપાયે તેનુ લગ્ન થાય છે. એક વખત તે ત્રષિપત્ની કહેવાઈ ગઈ એટલે તેની શુદ્ધિ માટે પુરોહિત મોટો યજ્ઞ કરે છે. બરાબર આ સમયે હરકેશી મુનિ વિચરતાં વિચરતાં ત્યાં પધારે છે. તેમને માસખમણનું પારણું છે એટલે યક્ષના મનમાં થયું કે હું એમને જમણવાર થાય છે ત્યાં લઈ જાઉં તે પારણુમાં તેમને સારો આહાર મળે. આ સમયે યક્ષે મુનિની દષ્ટિ બદલાવી દીધી એટલે મુનિ બ્રાહ્મણોનો યજ્ઞ થાય છે તે પાડા તરફ ચાલ્યા. જેનના સાધુથી યક્ષના પાડામાં ગૌચરી માટે જવાય નહિ. જ્યાં સ્વામી વાત્સલ્ય હોય, મોટી પંક્તિ જમવા બેઠી હોય ત્યાં સાધુથી ગોચરી જવાય નહિ. યક્ષે મુનિની દ્રષ્ટિ બદલાવી તેથી તે ત્યાં ગયા. તો બ્રાહ્મણે તેમને જોઈને ખૂબ ક્રોધે ભરાઈને બોલવા લાગ્યા કે :
कयरे आगच्छइ दित्तरवे, काले विकराले फोक्कनासे । ओमचेलए पंसु पिसायभूए संकर दुसं परिहरिय कण्ठे ॥
ઉત્ત. અ. ૧૨, ગાથા ૬ અરે! ભયાનક કાળા શરીરશ્વાળે, વક નાસિકાવાળો, જીર્ણ ને મેલા ગંધાતા વાવાળે, રજે કરી ખરડાયેલ શરીરવાળ ને અતિ મલીન ઉકરડા જેવા વસ્ત્ર વળગાડીને કદરૂપે અહીં કોણ આવ્યું છે? હે આદર્શનીય! તું કેણ છે? અહીં કઈ આશાથી આવ્યું છે? પિશાચ જેવું તારું રૂપ છે. માટે તું અમારા યજ્ઞથી દૂર ચાલ્યો જા. અહીં શા માટે ઉભો છે? અભિમાનમાં ઉન્મત્ત બનેલા બ્રાહ્મણોએ મુનિને ઉપરોક્ત શબ્દો કહ્યા.
બંધુઓ! સત્યાસત્યને વિવેક કર્યા વિના આવી આકેશમય મિથ્યાવાણીને બકવાદ કરે તે મૂર્ખતા છે. એ સજજનતાનું લક્ષણ નથી. જીભનું જવાહર જેમ તેમ વેડફી નાંખવું એના જેવી પાશવતા બીજી કઈ હોઈ શકે? અહીં મુનિને આવા કઠેર વચન બ્રાહ્મણેએ કહ્યા તે સમયે યક્ષે મુનિના શરીરમાં પ્રવેશ કર્યો ને કહેવા લાગ્યું કે