________________
૪૨૨
શારદા સાગર
બંધુએ ! જૈન દર્શન રૂપ કરતાં ગુણને વધારે મહત્વ આપે છે. ઠાણાંગ સૂત્રને ચે!થે ઠાણે ચાર પ્રકારના ફૂલ મતાવ્યા છે. એક ફૂલ રૂપ સહિત છે ને સુગંધ સહિત છે. તે ગુલામ-મેાગરાનુ ફૂલ. એક ફૂલમાં સુગધ છે પણ રૂપ નથી તે ચંપાનુ રાતરાણીનુ ફૂલ. એક પ્રકારના ફૂલમાં રૂપ છે પણ સુગંધ નથી તે આવળનું ફૂલ અને એક પ્રકારના ફૂલમાં રૂપ પણ નથી અને સુગંધ પણ નથી તે આકા અને ધતુરાનું ફૂલ આ ચાર પ્રકારના ફૂલના ન્યાયે મનુષ્યેા પણ ચાર પ્રકારના હોય છે. એક મનુષ્ય રૂપ અને ગુણુ રૂપી સુવાસથી ભરેલા હોય છે જેમ કે અનાથી મુનિનુ રૂપ ઘણું હતુ તે આત્મા પણ ગુણથી ભરેલા હતા તે વાત આપણે આગળ વિચારી ગયા. ખીજા પ્રકારના મનુષ્યેામાં જેમને દેહ બાહ્ય સૌદર્યાંથી શાભતા નથી પણ તેમને આત્મમાં ગુણરૂપી સૌથી શેાલે છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ખારમા અધ્યયનમાં હૅરકેશી મુનિના અધિકાર આવે છે તે હરકેશી મુનિ કાણુ હતા ને કેવી રીતે પ્રતિબંધ પામ્યા તે વાત જાણવા જેવી છે. તેમની પાસે રૂપ ન હતું પણ ગુણુ હતા. હરકેશી એક ચંડાળને ત્યાં જન્મ્યા હતા તે તેમનુ રૂપ બિહામણુ હતું. જોનારને ખીક લાગે પણ તેમના આત્મા બિહામણા ન હતા એક સર્પનું નિમિત્ત મળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું હતુ ને સંસાર ત્યાગી સાધુ ખની ગયા. કેવા એ આત્મા હશે!
તેએ ચંડાળ કુળમાં ઉત્પન્ન થયા હતા. તેની જ્ઞાતિના બધા છોકરાએ ભેગા થઇને રમે પણ આ હરકેશીને ના રમવા દે. એને બધા કાઢી મૂકતા. એક દિવસ આ હરકેશી બધા છોકરાએની ટાલીથી દૂર જઇને બેઠે છે. તે મનમાં વિચાર કરે છે કે આ અધા છોકરાએ કેવા પ્રેમથી રમે છે મને એકલાને કાઢી મૂકે છે. તે ઉદ્દાસ અનીને બેઠા હતા ત્યાં એક સપ નીકળે છે. ત્યારે બધા છેકરાઓ કહે છે આ ઝેરીલા સર્પ છે એને મારી નાખે। મારી નાખા. એમ કરીને બધા છોકરાઓએ ભેગા થઈને તેને મારી નાંખ્યા. તે ઘેાડીવારમાં ખીજે સર્પ નીકળ્યેા. ત્યારે બધા છોકરાઓ કહે છે એને મારશે નહિ જવા દો .... જવાદો પેલેસ સીધે સીધે ચાલ્યા ગયા. આ દૃશ્ય હરકેશીએ જોયુ ત્યારે તેના મનમાં વિચાર થયા કે સ તા અને સરખા હતા. છતાં એકને મારી નાંખ્યાને એકને જીવતા જવા દીધા તેનું કારણ શું? મનમાં મંથન ચાલ્યું કે અહાહા ! હું પણુ પહેલા સર્પ જેવા છેં. એમની દૃષ્ટિમાં પહેલે સર્પ કાતીલ વિષમય લાગ્યો તેથી એને મારી નાંખ્યા ને ખીન્ને સર્પ નિષિ દેખાયે તેથી તેને જીવતા જવા દીધા. તે હું પણુ પહેલા સર્પ જેવા વિષથી ભરેલા છું' જેથી એ બધા મને રમાડતા નથી. બધા છેાકરાઓ સાકર જેવા મીઠાં છે ને હું વિષ જેવા કડવા છું. તેમને શું દ્વેષ ? એ બધા કેવા પિવત્ર છે ને હું કેવો ક્રૂર છું! મારા કેવા ઘાર કર્મના ઉદ્દય છે ? હે જીવ! તે પૂર્વે કેવા કર્મો કર્યા હશે ?