________________
૪૨૦
શારદા સાગર
પર નૈવેદ્ય મૂકીને તેની પાસેથી ક્ષમા મેળવીને જજે નૈવેદ્ય ધરાવે તેા ઇશ્વર પૂજન ફળે. ક્રોધ કામ વિરાધના આઢિનું ફળ ઘણા દુઃખને આપનાર છે એમ જાણી ક્ષમા રાખવી. નદ મણિયારના જીવ દેડકેા જાતિસ્મરણથી વિરાધના આદિ વડે હું ક્ષુદ્ર દેડકા થયા એમ જાણી ઘેાડાના પગ નીચે દબાઈ ચગાયા. છતાં ષ નહિ કરતાં ક્ષમાને ધારણ કરી. તેના પ્રતાપે ઘણા ઋદ્ધિમાન ગૌતમસ્વામી જેવા ગણધરાને પણ આશ્ચર્ય ઉપન્ન કરાવનારી સાહ્યબીવાળા કર દેવ થયા.
ભગવાનની આજ્ઞા છે કે ક્રોધ કરવા નહિ એમ ધારી ક્ષમા રાખવી. ખંધકમુનિની ખાલ ઉતરી છતાં જિનેશ્વરની આજ્ઞા નજર સમક્ષ રાખી ક્ષમા ધારણ કરી તેથી મેાક્ષ પામ્યા. સાચી ક્ષમાપના તે એ છે કે મિત્ર સાથે નહિ પરંતુ શત્રુ માનેલ વ્યકિત સાથે હૃદયમિલાવવામાં થઇ શકે છે. “વેરથી વેર શમે નહિ જગમાં પ્રેમથી પ્રેમ વધે જીવનમાં.” જો આપણે સામી વ્યકિતને ચ્હાઇશું તે તે આપણને ચ્હાશે, આપણે કાઇને ક્ષમા આપીશુ તે આપણને કાઇ ક્ષમા આપશે. આ રીતે ક્ષમા એ એક પ્રકારનું દાન છે. પરંતુ ખરુ દૈવી દાન કયારે બને છે? તે જોવુ જોઇએ. કોઇ વેર ચાલુ રાખે અને ઉપલા ભાવથી ક્ષમા આપે કે માગે તે ખરુ ક્ષમા દાન નથી, પણ વેરની પર પશને અટકાવી દેવાના નિર્ણય કરીને અંતઃકરણપૂર્વક ક્ષમા માંગે તે સાચુ ક્ષમાદાન છે. ક્ષમાના આદાન – પ્રદાન દ્વારા કષાય સાગરનું મંથન થવાથી આત્મશુદ્ધિના અમૃત પણ તેમાંથી નીકળે છે, ખરેખર સંસારનું સાચું અમૃત ક્ષમા છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં ભગવતે કહ્યું છે કે ક્ષમાપના કરવાથી જીવને શું લાભ થાય?
" खमावणयाएणं भंते जीवे कि जणयइ ? खमावणयाएणं पल्हायण भावं जणयइ । पल्हायणभावमुवगए य सव्व पाणभूय जीव सत्तेसु मित्तीभावमुप्पाएइ, मित्तीभावमुवग यावि जीवे भावविसोही काऊण निभए भवइ ।
ક્ષમાપના કરવાથી પ્રહ્વાદભાવ–ચિત્તની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. ચિત્તની પ્રસન્નતા થવાથી સર્વ પ્રાણી-ભૂત-જીવ અને સત્વ આઢિમાં મૈત્રીભાવ ઉત્પન્ન થાય છે. અને મૈત્રીભાવને પ્રાપ્ત કરીને જીવ ભાવ વિશુદ્ધિ કરીને સર્વથા નિર્ભય બની જાય છે.
ક્ષમાએ આત્માના ગુણ છે. સંસ્કૃતમાં પૃથ્વીને પણુ ક્ષમા કહેવામાં આવે છે. ધરતી પર છાણાં, લાકડા, મળ-મૂત્ર આદિ ગમે તેવા અશુચીપઢા નાંખવામાં આવે તે પણ એ વસ્તુઓને ધરતી ધીમે ધીમે પેાતાના સ્વરૂપમાં ફેરવી નાંખે છે. બધી વસ્તુઓનુ મૂળ સ્વરૂપ બદલાઈ જાય છે. તેવી રીતે આપણે પણ વેર ઝેરને ભૂલી જઇને તેનુ` સહેજ પણ અહિત ન ઈચ્છવું તેનું નામ ક્ષમા છે.