________________
૪૧૪
શારદા સાગર તારું કર્યું ? કોઈનામાં તડ તે નથી પડાવી ને ? કોઈના પ્રેમમાં પથ્થર તો નથી મૂકે ને ? તે તારા જીવનમાં કેટલા સારા કામ કર્યા ને કેટલા બૂરા કામ કર્યા તેને હિસાબ કરી ભગવાન મહાવીરની પેઢીની ઈન્કમટેક્ષની ઓફિસ છે તેમાં આજે સંવત્સરીને દિવસે મુદત પૂરી થતાં ચેપડા બતાવવાના છે.
- આજે તમારા આત્મા સાથે કરાર કરે કે મારે જેની સાથે દુશ્મનાવટ છે, જેને તાં મારા દિલમાં ઠંધ આવે છે, લેહી ઉકળી જાય છે, તેની સાથે આજથી મારે વેર રાખવું નથી. કદાચ કર્મના ઉદયથી કે સગા ભાઈ-ભાઈની વચ્ચે વૈરની વણઝાર ઉભી થઈ હોય, માતા-પુત્ર વચ્ચે તડ પડી હોય, ભાઈને બહેન સાથે વાંધો પડે હોય, ને એકબીજાના સામું જોતા ન હ તો હવે આજથી તે બધાની સાથે નમ્ર બનીને તમે ખમત ખામણા કરી લેજે. ને આજથી નિર્ણય કરી લેજે કે હવે ક્યારેય કોઈની સાથે હું વેર-વિરોધ કરીશ નહિ. તે તમે સાચી સંવત્સરી ઉજવી ગણાશે. પથ્થર પણ નદીના પ્રવાહમાં ગબડતો ગબડતો ધીમે ધીમે ગોળ બની જાય છે. લોખંડ પણ અગ્નિમાં નાંખવામાં આવે તે પીગળી જાય છે. તે શું માનવી ન પીગળે? જરૂર પીગળે. સામાના દિલમાં ભલે કોધને પુંજ ભર્યો હોય પણ આપણું દિલમાં ક્ષમાને સાગર વહેવું જોઈએ, સાગરમાં બધું સમાઈ જશે. ધના સામે કેધ કરીએ, ઝેરની સામે ઝેરને પ્રગટ કરીએ, લોઢા સામે લેતું ભટકાડીએ તે પરિણામે ભડકો થાય.
ય. રોમન સમ્રાટ સીઝર ઓગસ્ટસ સામે સીના નામના માણસે જાન લેવાનું કાવવું કર્યું. કાવવું ફૂટી ગયું. સને પકડાયો. સીનાને શી સજા કરવી એ ચર્ચાને વિષય થઈ પડે. ત્યારે સીઝરની પત્નીએ કહ્યું રગ ઉપર એક દવા કામ ન કરે તો જેમ તેના વિરૂદ્ધ ગુણવાળી બીજી દવા આપીએ છીએ તેમ શિક્ષાથી કાવતરાખેરેને મૂળથી ઉખેડી ન શકાતા હોય તે ક્ષમાને આશરો લેવો જોઈએ. સીઝરે પત્નીનું કહેવું માન્ય રાખ્યું. પરિણામે સીને સીઝરને મિત્ર બની ગયે. ક્ષમા આપવાથી સામા માણસના મનમાં એ વિચાર પ્રગટવાનો કે અરેરે....મેં આ શું કર્યું ? મેં મુખએ એને બદનામ કરવા એને જાન લેવા વિચાર્યું ત્યારે એણે મને ક્ષમા આપીને કેવો બદલે વા?
ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝ તેમના પિતા ભગવાનચંદ્ર ફરીદપુરમાં ન્યાયાધીશ હતા. એક વખત તેમની પાસે એક લૂંટારાને કેસ આવ્યો. એની ભયંકરતાને લક્ષમાં રાખીને ભગવાન ચંદ્ર અને આકરી સજા કરી. લૂંટારાએ સજા પૂરી કરી પણ મનમાં એક ગાંઠ વાળેલી કે સજા પૂરી કરું અને સાથે સાથે ભગવાન ચંદ્રને પણ પૂરા કરું. સજા પૂરી કરી લૂંટારો ભગવાનચંદ્રના મહેલે આ રાત્રે બધા ઘસઘસાટ ઊંઘતા હતા લૂંટારાએ બહારથી બંગલો સળગાવ્યા. ઊંઘતા ભગવાનચંદ્ર નાનકડા જગદીશચંદ્રને લઈને બહાર આવ્યા. બહાર લૂટારો ઉભે હતો. ભગવાન ચંદ્રની અને તેની આંખે એક