________________
૪૧૨
શારદા સાગર
કરતાં અનેકગણું પરભવમાં મળે છે. માટે પરિગ્રહની મમતા છોડે. પરિગ્રહની મમતા છુટશે તે સાચું સુખ પણ મળી શકશે. વધુ ભાવ અવસરે કહેવાશે
વ્યાખ્યાન ન. ૪૮
સંવત્સરી” ભાદરવા સુદ ૫ ને મંગળવાર
તા. ૯-૯-૭૫ વિષય- વેરનું વિસર્જન ને સ્નેહનું સર્જન સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને,
જેની આપણે ઘણા દિવસથી ખૂબ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સંવત્સરી મહાપર્વને પરમ પવિત્ર દિવસ આજે ક્ષમાને સંદેશ લઈને આવ્યું છે. જગતના સમસ્ત પર્વોમાં આજનું પર્વ બેસ્ટ છે. તે કઈ અપેક્ષાએ તે જાણે છે? જન્માષ્ટમી, શીતળા સાતમ જેવા લૌકિક પર્વે, પંદરમી ઓગસ્ટ, ૨૬ મી જાન્યુઆરી આદિ બીજા રાષ્ટ્રીય પ કરતાં પણ આ પર્વ મહાન શ્રેષ્ઠ છે. આજનો દિવસ મહાન મંગલકારી છે. ને ઉત્તમ છે. કારણ કે દરેક દિવસ કરતાં આજનો દિવસ જવાબદારી છે. અને આત્મ સંશોધનનો છે. તમે સાત સાત દિવસ સુધી વીતરાગવાણીનું એકધારુ શ્રવણ કર્યું. તેમાં તપ અને ત્યાગની ઉંચી ઉચી વાત સાંભળી. તેનું આજના દિવસે સરવૈયું કાઢવાનું છે. દિવાળી આવે છે ત્યારે તમે નફા તેટાનું સરવૈયું કાઢે છે ને કે આ વર્ષે કેટલે નફે થયો ને કેટલી બેટ ગઈ? તે રીતે આજે આપણે એ વિચારવાનું છે કે મારા આત્મિક વહેપારમાં મન-વચન અને કાયાની પ્રવૃત્તિમાં આત્મિક ધનની કેટલી વૃદ્ધિ થઈ? વિષય કષાયમાં આસકત બની મારા નિજગુણની કેટલી ઘાત કરી તેનું નિરીક્ષણ કરવાનું છે. આજ સુધી કેધના આવેશમાં આવી મેં કોઈ વ્યક્તિના મન-વચન-કાયાને દુભાવ્યા હેય તેની આજે સાચી ક્ષમાપના કરી લઈશ ને ફરીથી તેવી પ્રવૃત્તિ નહિ કરું તે દઢ નિશ્ચય આજે કરી લેજે. મારામાં ક્ષમાને ગુણ હવે જોઈએ, છતાં કયાયને વશ બની મિથ્યાત્વ પિષક કલંક લાગ્યું હશે તે આજે ક્ષમાના સાગરમાં સ્નાન કરીને આજે શુદ્ધ બનીશ અને ફરીને આવા મલીન ભાવે નહિ કરું. આવી સુંદર ભાવનાઓ લાવી તેને આચારમાં મૂકવાને આજને પવિત્ર દિવસ છે. પર્યુષણ પર્વમાં આજનો દિવસ શિરામણું સમાન છે.
બંધુઓ! આજે ભારતભરમાં અને વિદેશમાં વસતા દરેક જૈનેના દિલમાં આનંદ હશે કે આજે અમારો પવિત્ર દિવસ છે, બધા દિવસે કરતાં આજના દિવસનું પવિત્ર પ્રભાત કોઈ અનેરે સંદેશ લઈને આવ્યું છે. તે બે કાર્યો કરવાનું સૂચન કરે છે એક