________________
શારદા સાગર
૪૧૦ - છતાં એમને એનું દુઃખ ન હતું, પણ પિતાના આંગણેથી યાચક નિરાશ થઈને પાછા જાય તેનું એમના દિલમાં પારાવાર દુઃખ થતું. કવિના પત્ની માહણ દેવી પણ તેમના જેવા દાની હતા. પાસે કંઈ ન રહ્યું ત્યારે માઘ કવિ અને તેમના પત્ની પિતાના વતનને નમસ્કાર કરી જંગલમાં ચાલ્યા ગયા. તેમની દાની તરીકેની ખ્યાતિ ખૂબ ફેલાયેલી હતી એટલે તેઓ વગડામાં ગયાં તે પણ યાચકની કતાર ચાલુ રહી. પિતાની પાસે જે કંઈ હતું તે બધાને દઈ દીધું. હવે તે કાલે શું ખાઈશું તેની પણ ચિંતા હતી. છતાં પોતાના માટે જરા પણ દુઃખ ન થયું. પરંતુ કાલે યાચકો આવશે તેમને હું શું આપીશ તેનું તેમના દિલમાં અત્યંત દુખ છે. '
“કવિની કવિતાની ભેજરાજાએ કરેલી કદર":-કવિની પત્નીએ કહ્યુંસ્વામીનાથ! આપ તે મહાન કવિ છો. એકાદ સારી કવિતા લખે. કાવ્યની કદર કરનારી ધારાનગરી હજુ બેઠી છે ત્યાં સુધી તે ધનની સરવાણી ચાલુ રહેશે. કવિએ કવિતા રચી. તે લઈને માહણાદેવી ધારાનગરી તરફ ગયા. આ તરફ કવિ એકલા પડયા. ત્યારે વિચાર કરે છે કે હું તો મારી પાસે જે કંઈ હોય છે તે દાનમાં વાપરી નાખું છું પણ મારી પત્નીને આ ગમતું હશે કે નહિ! આ તરફે માલ્હેણુદેવી કવિતા લઈને ધારાનગરીમાં ભોજરાજાની સભામાં પહોંચ્યા. પંડિતની મંડળી જામી હતી, ત્યાં જઈને માહહણદેવીએ કવિતા બતાવી. માઘની કવિતાનું નામ પડતાં ભેજરાજાના અંગેઅંગમાં ઉમંગ વ્યાપી ગયે. એમણે એક લેક જે તે તેમાં વિશ્વવ્યવસ્થાના વર્ણનને બહાને કવિ પોતાની વિતક કથા કહી રહ્યા હોય તેમ એમને લાગ્યું. તેમાં લખ્યું હતું કે કમળના વૈભવ વનમાંથી વિદાય થતાં ભોગીભમર ચાલ્યા જાય છે. જેમ સાંજ પડે ને સૂર્ય વિદાય થાય છે તેમ ખરેખર વિધિના વળાંક અને વિપાક કેવા વિચિત્ર હોય છે !
રાજા ભોજે આપેલ ત્રણ લાખ તે પણ દાનમાં આપી દીધાઃ-બંધુઓ કવિની કવિતા વાંચીને રાજા ખુશ થયા. ને તેમણે કવિપત્નિ માલ્હણદેવીને ત્રણ લાખ રૂપિયા આપીને વિદાય કરી. ઈનામ જાહેર થતાંની સાથે કવિપત્નિ કરતાં પણ યાચક વધારે ખુશ થયા. કારણ કે આ કવિપત્નિની ઉદારતા એમને માટે એક આશાનું કિરણ હતું. આ કવિપત્નિ રાજસભામાંથી બહાર નીકળ્યા. ચારે તરફ ઉભરાઈ આવેલા યાચક એમને વીંટળાઈ વળ્યા. માઘ કવિ કરતાં પણ એમના પત્નિ સવાયા હતા. થોડીવારમાં તો એમણે ત્રણ લાખનું ઈનામ દાનમાં લુંટાવી દીધું. માઘ કવિ માલ્હેણુદેવીની રાહ જોતાં બેઠા હતા. ખાલી હાથે પત્નિને આવતાં જોઈને કવિને આશ્ચર્ય થયું કે શું આ પૃથ્વી ઉપરથી સરસ્વતીના સન્માન બંધ થઈ ગયા? તેમણે પત્નિને પૂછયું દેવી! શું મહારાજા ભોજને ભેટે તમને ન થયો? આ માહણદેવીએ કહ્યું સ્વામીનાથ મહારાજા મળ્યા ને ત્રણ લાખનું દાન પણ