________________
શારદા સાગર
મળ્યું, પણ રસ્તામાં ઠેરઠેર ઊભેલા ગરીબ, અનાથ અને અપંગ યાચકને જોઈને મારું હૈયું હાથમાં ન રહ્યું એટલે મેં ત્રણ લાખનું ઈનામ દાનમાં વાપરી નાંખ્યું. પત્નીની ઉદારતા જોઈને મહાકવિનું હૈયું હર્ષથી નાચી ઉઠયું ને પત્નીને કહ્યું કે દેવી! આજે મારા મનમાં તમારા વિષે એવી શંકા થઈ હતી કે હું આ બધું દાનમાં આપી દઉં છું તેમાં તમે દિલથી સહમત હશે કે નહિ? એ મારો ભ્રમ તમે ભાંગી નાંખે. ખરેખર! , તમે એક દાનવીરને છાજે તેવું પગલું ભર્યું છે. ધન તે ભભવ કમાયા પણ ધર્મની કમાણી કરવાનું આ ટાણું ફરીને કયારે મળવાનું છે! પતિ-પત્ની આ ક્ષણને પોતાના
જીવનની ધન્ય પળ ગણીને આનંદ અનુભવી રહ્યા હતા. ત્યાં દૂરથી એક ગરીબ અને ભૂખ્યો તરસ્ય યાચક આશાભેર માલ્હેણાદેવીના પગલે પગલે ત્યાં આવ્યો ને માઘની સામે હાથ લંબાવીને ઊભો રહ્યો. પણ પાસે તે કંઈ રહ્યું નથી. શું કરવું?
આંગણેથી યાચક પાછા જતાં આંસુથી ભરેલો – કવિ પત્નીને પૂછે છે દેવી! આ ભૂખ્યા તરસ્ય યાચક આવે છે. કંઈ રહ્યું છે ખરું? માણદેવીએ કહ્યુંઃ હા, છે. માઘે બેબો ધર્યો ને માહેણુદેવીએ તેને આંસુથી ભરી દીધું. આ જોઈ યાચક પરિસ્થિતિ સમજી ગયા અને આ ઉદારતાના વખાણ કરતે પાછો વળે. કંઈ મળ્યું ન હતું છતાં ઘણું મળી ગયાને સંતોષ તેને મુખને તેજસ્વી બનાવી રહ્યા હતા. પિતાના આંગણેથી યાચકને ખાલી હાથે પાછો ફરતો જોઈને માઘની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. તે રડતા રડતા બોલે છે કે મારે આંગણે આવેલા યાચકની યાચના ખાલી ગઈ ! હું આટલું પણ ન કરી શકશે?
છેવટમાં પ્રાણુનું બલિદાન - કવિ બોલે છે તે પ્રાણદેવ! તું મારા દેહમાં શા માટે ટકી રહ્યો છે? વહેલા કે મોડા એક દિવસ તે આ શરીરનું પેળીયું છોડવાનું છે તે અત્યારે ચાલ્યા જાવને. જે પેલે યાચક જઈ રહ્યા છે તેની સાથે ચાલ્યો જા. તને આ સંગાથ નહિ મળે.
બંધુઓ! ઈતિહાસ કહે છે કે આ સમયે માઘના દિલમાં ખૂબ દુખ થયું ને એ આઘાત લાગ્યું કે એ સમયે માઘના પ્રાણ ચાલ્યા ગયા. ને આ દુનિયા ઉપર એક મહાન અજોડ કવિ અને દાનેશ્વરી આત્માની મહાન બેટ પડી ગઈ. કેવી મહાન દાનવૃત્તિ! કે પોતાને ખાવા ન રહ્યું તેનું અંશમાત્ર દુઃખ નહિ પણ બીજાને કંઈ આપી ન શક્યા તેનું પારાવાર દુઃખ થયું. એ કેવું દુઃખ થયું હશે કે તેના પ્રાણ ચાલ્યા ગયા! આ દુનિયા ઉપર જે આવા દાનેશ્વરી આત્માઓ જાગે તે હું નથી માનતી કે આ દુનિયામાં આપણે જૈન ભાઈ કઈ ગરીબ રહી શકે. તમે આવી મમતા ના છેડે તે કાંઈ નહિ પણ અંશે અંશે પરિગ્રહની મમતા ઉતારે. જેને પરિગ્રહની આસકિત નથી તેને જરૂર દાન કરવાની ભાવના જાગે છે. દાન કરતાં મહાન લાભ મળે છે. આપ્યાં