________________
શારદા સાગર
૪૦૯
કેટલી હેરાન કરે છે! સ્પર્શેન્દ્રિયને વશ થતાં હાથી ખાડામાં પડે છે અને બધાય છે. સેન્દ્રિયને વશ થયેલું માલૢ શિકારીની જાળમાં સપડાય છે. ચક્ષુ ઇન્દ્રિયને વશ થઈને પતંગીયું દીવામાં પડીને મરણને શરણ થાય છે. શ્રાપ્તેન્દ્રિયને વશ થઇને હરણ શિકારીની ગાળીને ભેગ બને છે. આ રીતે જીવા એકેક ઇન્દ્રિયની આસકિતના કારણે દુઃખી થાય છે. ગુલામ બને છે અને પ્રાણ પણ ગુમાવે છે. તે જે મનુષ્ચા પાંચે ઇન્દ્રિયેટના વિષયેામાં ચકચુર અને તેની કેવી કરુણ દશા થાય છે! આટલા માટે જ્ઞાનીએ કહે છે, કે જો તમે સાચું સુખ મેળવવા ઇચ્છતા હૈ। તે ઇન્દ્રિયાની ગુલામીમાંથી અને ઇન્દ્રિયાના વિષચેામાંથી મુકત અનેા. મનને કાબૂમાં લાવેા. રાગ-દ્વેષથી પર બના, ક્રોધ-માન-માયા - લાભ આદિ કષાયાને જીતવા માટે પુરૂષાર્થ કરા. તેમાં સાચું સુખ રહેલું છે. તમે જૈન છે ને? તે જૈન કાને કહેવાય? તે તમે જાણા છે? જૈન એટલે જિતેન્દ્રિયા. જેમણે પેાતાના ઇન્દ્રિયા અને મન પર કાબૂ મેળવ્યેા હાય તે સાચા જૈન છે. તમે આવા જૈન મનશે તે શાશ્વત સુખ મેળવી શકશે.
દેવાનુપ્રિયે! આત્માને શાશ્વત સુખ પ્રાપ્ત કરાવવા માટે આ પર્યુષણ પ આવ્યા છે. આ પર્વમાં તમે જે કાંઈ સાંભળ્યું છે તેનું મનન કરીને તમારી ઇન્દ્રિયા ઉપર વિજય મેળવો ને જલદી મેાક્ષની પ્રાપ્તિ કેમ થાય તેનુ લક્ષ રાખો. દાનશિયળ-તપ અને ભાવ એ ચાર મેક્ષમાં જવા માટેના ભવ્ય દરવાજા છે. આ ચાર દરવાજામાંથી જેને જે દરવાજેથી પ્રવેશ કરવા હાય તે દરવાજેથી પ્રવેશ કરી શકે છે. શ્રીમંત હાય તે પૈસા આપીને દાન કરે છે. ઘણી વખત સામાન્ય સ્થિતિ હાય છે છતાં એની દાન કરવાની ભાવના ખૂબ વિશાળ હાય છે. દાનેશ્વરીને દાન કરતાં જુએ તે તેને એમ થાય કે હું આવું દાન ક્યારે કરીશ? પાસે ધનના ભંડાર ભર્યો હાય ત્યારે તે માનવી પેાતાની ભાવના હેાય તે પ્રમાણે દાન કરી શકે છે. પણ જ્યારે પૈસા ન હાય ત્યારે ગરીબ અવસ્થામાં પણ માણુસ કેવી રીતે દાન કરે છે! બીજાને દુ:ખી જોઈ શકતા નથી ત્યારે પેાતાના પ્રાણનું અલ્રિાન આપવા પણ તૈયાર થાય છે. અહીં એક માધ કવિનું દૃષ્ટાંત યાદ્ઘ આવે છે.
દાનવીર માઘ કવિઃ- એક માઘ નામના કવિ થઇ ગયા. તે એક મહાન કિવ હતા ને સાથે મહાદાનેશ્વરી પણ હતા. તે ખૂબ ધનવાન અને સુખી હતા. પહેલી જિંદગીમાં ખૂબ પૈસેા હતેા એટલે મનમાન્યા સુખા ભાગવતા હતા. સાથે દાન પણુ ખૂબ આપતા હતા. કાઈ યાચક તેમના આંગણેથી ખાલી જતા ન હતા. પણ તેમની પાટી ઉમરમાં પાપના ઉદ્દય થતાં ધન - સંપત્તિ ચાલ્યા ગયા. માણસ પ્રથમ સુખી હાય અને પછી દુ:ખી થાય તે તેને ઘણું લાગે પણ મહાકવિ માઘના જીવનમાં એવુ ન ખન્યુ. જીવનની સાંજ જેમ જેમ નમતી ગઈ તેમ તેમ ધન ઘટવા માંડયું.