________________
શારદા સાગર
૪૦૭
“શ્રેણીક રાજાના આગમનથી શાલીભદ્રને વૈરાગ્ય ':– આપણા જૈનશાસ્ત્રમાં શાલીભદ્રનું દૃષ્ટાંત માજુદ છે. શાલીભદ્રને ત્યાં સંપત્તિના તૂટા ન હતા. તે સ રીતે સુખી હતા. નેપાળ દેશના વેપારીએ રત્નકાંખળ લઈને રાજગૃહીમાં વેચવા માટે આવ્યા. અને જે રત્નકાંબળીએ ખુદ્ર શ્રેણીકરાજા ખરીદી ન શકયા તે એક-બે નહિ પણ સાળ રત્નકાંબળીએ શાલીભદ્રની માતાએ ખરીદી. રાજાને જ્યારે આ વાતની ખબર પડી કે પેાતાના રાજ્યમાં આવા શ્રીમંત શેઠ વસે છે તે જાણી રાજાએ ગૌરવ અનુભવ્યું. અને તેમની સાહ્યખી જોવાના વિચાર કર્યાં. રાજા શ્રેણીક ધામધૂમપૂર્વક શાલીભદ્રને ત્યાં તેમની ઋદ્ધિ જોવા માટે આવ્યા. શાલીભદ્રજી તેા સાત માળની હવેલીમાં પેાતાની ૩૨ પત્નીઓ સાથે ખાઈ પીને મેાજ મજા માણતા હતા. સંસારનું સુખ ભાગવવામાં એમના દિવસ કયાં ઉગે છે ને કયાં આથમે છે તેની પણ ખબર પડતી ન હતી. રાજા આવ્યા ત્યારે શાલીભદ્રની માતાએ કહ્યું. બેટા! મહારાજા આપણે ત્યાં આવ્યા છે તું નીચે ઉતર. શાલીભદ્રજીને રાજા શુ છે એ પ્રખર ન હતી. એટલે તેમણે કહ્યું રાજા હોય તેા નાંખા વખામાં. ત્યારે ભદ્રામાતાએ કહ્યું – બેટા ! એ કાઇ વસ્તુ નથી પણ આપણા ગામના મહારાજા છે. તે આપણા શિરતાજ છે. આપણે તેમના સામુ જવુ જોઇએ.
શાલીભદ્ર ખૂબ આજ્ઞાંકિત હતા એટલે માતાની આજ્ઞાને માન આપવા તે નીચે તે ઊતર્યા પણ તેમના મનમાં મંથન શરૂ થઈ ગયુ` કે શું હજું મારા માથે માલિક છે? મારા પુણ્યમાં હજુ કંઇક ખામી છે માટે આ સંસાર ત્યાગીને દીક્ષા અંગીકાર કરુ ને એવા પુરૂષાર્થ કરું કે મારા માથે કાઇ રાજા કે માલિક ન રહે. આ વિચારે સ ંસારના સ સુખા શાલીભદ્રજીને નિરસ લાગવા માંડયા. ભર્યું ઘર તેમને શુષ્ક લાગવા માંડયું. જો પૈસા, પત્ની અને પરિવારમાં સુખ હૈાત તેા તે બધુ શાલીભદ્રને ઘેર હતુ ને? છતાં તે બધુ તેમને નિરસ લાગ્યું, તેનુ કારણ શું? જે વસ્તુઓ એક ક્ષણે આનદ આપતી હતી તે વસ્તુઓ હવે નિરસ કેમ લાગવા માંડી ? તેનું કારણ એ છે કે તેમની સુખની માન્યતા મલાઇ એટલે તેમણે જેમાં સુખ માન્યું હતુ તે સુખ એજારૂપ લાગવા માંડયું. અને માક્ષનું સુખ એ સાચું સુખ છે એવુ સમ્યગજ્ઞાન થતાં તે દિશામાં પુરૂષાર્થ કરવા માટે કદ્દમ ઉઠાવ્યા. આ દૃષ્ટાંત ઉપરથી તમે સમજી શકશે! કે કાઇ વસ્તુ દુ:ખદાયક નથી પણ વસ્તુમાં આપણે પેાતે સુખ-દુઃખનુ આરે પણ કરીએ છીએ. ખરુ સુખ તેા મન અને ઇન્દ્રિયેા પર કાબૂ મેળવવામાં રહેલુ છે. જે મનુષ્યા મન અને ઈન્દ્રિયે પર કાબૂ મેળવે છે, વિષય કષાયાથી મુક્ત બને છે તે સાચું શાશ્વત સુખ મેળવી શકે છે. મધુએ ! સાચુ સુખ આત્મામાં છે ને તે સુખ સાચુ સુખ છે. તે સુખને કોઈ છીનવી શકતુ નથી. કોઇ ચારી કરી શકતુ નથી. આપણા પરમ પિતા ભગવાન મહાવીરને સંગમ નામના દૈવે છ મહિના સુધી કષ્ટ આપ્યું. પણુ ભગવાન મહાવીરે પાતાના સમતા ભાવ સ્હેજપણ છોડયા નહિ. પોતે આત્મરમણતામાં મગ્ન રહ્યા. તેથી તેમને જરા પણ
વ્યકિત
કે