________________
શારદા સાગર
૪૦૫
નથી. તેનું કારણ એ છે કે રણમાં પાણી વહેતું નથી. જે પાણી દેખાય છે તે પાણી હોતું નથી પણ પાણીને આભાસ હોય છે. તેવી વાત તમારા સંસારના સુખની છે. માનવી કુટુંબ, પૈસા અને પરિવારમાં સુખ માનીને તેને વધારતે જાય છે પણ આ સંસાર રૂપી રણ વટાવી જાય એટલે કે તેમની આખી જિંદગી પૂરી થઈ જાય તો પણ તે સાચું સુખ મેળવી શકતા નથી, કારણ કે જેમાં સુખ છે નહિ પછી સુખ ક્યાંથી મળે?
બંધુઓ! સુખ કયાં રહેલું છે? શેમાં રહેલું છે ? એ મોટા ભાગના માણસે સમજતા નથી. જ્ઞાનીઓ કહે છે સુખ તારા આત્મામાં રહેલું છે, બહારના કેઈ પણ પદાર્થમાં સુખ નથી. કઈ પણ વસ્તુ કે વ્યક્તિ સ્વયં દુઃખદાયક કે સુખદાયક બનતી નથી. કહ્યું છે કે –
દુખદાયક નહિ વસ્તુ વ્યકિત, દુખદાયક છે મમતા રાગ,
બંધન છે આસકિત કાજે, જગત પ્રભુને સુંદર બાગ.
એક વસ્તુ કે વ્યકિત પ્રત્યે આપણામાં જે રાગ અને દ્વેષ રહે છે તે આપણને સુખ અને દુઃખ આપે છે. આપણુંમાં કેધ-માન-માયા અને લેભ રૂપી જે દુર્ભાવ રહેલો છે તેના વડે આપણે અન્ય વસ્તુમાં સુખ કે દુખ માની લઈએ છીએ. બાકી વાસ્તવિક દ્રષ્ટિથી વિચારીએ તે કઈ પણ વસ્તુમાં સુખ કે દુઃખ આપવાની શકિત નથી. કારણ કે એક પદાર્થમાં આપણને આજે સુખ દેખાય છે તે પદાર્થમાં બીજી ક્ષણે સુખ દેખાતું નથી. ને જેને તમે સુખના સાધન માને છે તેને પણ લોભને વશ થઈને ઉપભેગ કરી શકતા નથી. શ્રી આચારંગ સૂત્રમાં પણ ભગવતે કહ્યું છે કે –
जेण सिया तेण णो सिया इणमेव नावबुझंति-जे जळा मोहपाउडा । ।
જે ધનાદિ સામગ્રી ભેગે પગનું સાધન છે તે ધનાદિ સામગ્રી હોવા છતાં પણ તેને ભોગપભોગ માનવી કરી શકતો નથી. સંકલ્પ વિકલ્પની જાળમાં પડેલે માનવી અનેક પ્રકારના મનોરથ કરે છે અને તેને પૂરા કરવા માટે મિથ્યા પ્રયાસ કરે છે. પણ તેના પ્રયાસ નિષ્ફળ જાય છે. કારણ કે જે પૈસે, પુત્ર, પરિવાર આદિ સામગ્રીને તમે સુખનું સાધન માનીને બેસી ગયા છે તે સામગ્રી તમને કલ્પિત સુખ કયારેક આપી શકે છે ને ક્યારેક આપી શકતી નથી. સંસાર સુખનું મુખ્ય સાધન ધન છે. એમ સમજીને ધન કમાવા માટે તમે રાત કે દિવસ જતા નથી. કાબી મહેનત કરે છે, અનેક કષ્ટો સહન કરે છે. આટલું કરવા છતાં પણ લાભાંતરાય કર્મના ક્ષયોપશમ જ્યારે ધનની પ્રાપ્તિ થાય છે. ત્યારે એ ધનને ઉપગ નથી કરતો પણ એને સંગ્રહ કરે છે. એ સમયે લોગો પગનું લક્ષ ભૂલી જાય છે. ને સંગ્રહને લેભ જાગે છે. જ્યાં સંગ્રહ કરવાની વૃત્તિ આવે છે ત્યાં જોગવી શકાતું નથી. જેનામાં સંગ્રહ કરવાની વૃત્તિ નથી તે વ્યક્તિ વસ્તુને ઉપભેગ કરી શકે છે. દા. ત. મમ્મણ શેઠ કે જેની પાસે કરડે રૂપિયાની