________________
- ૪૦૬
શારદા સાગર
સંપત્તિ હતી. જળમાં ને સ્થળમાં બધે તેને વહેપાર ચાલતું હતું. તેની આવક ઘણી હતી છતાં તે પણ તે સંપત્તિને ઉપભોગ કરી શકે નહિ. પિતે જાતે ખાઈ – પી ન શકર્યો. શુભકાર્યોમાં પણ સંપત્તિને સદ્ભવ્યય ન કરી શકે. માત્ર સંપત્તિને રખેવાળ બનીને રહયે. પણ માલિક બની શકે નહિ. જે સંપત્તિને રક્ષક હોય તે કદી માલિક બની શકતો નથી. જેમ રાજાઓના ભંડાર સાચવનારા ભંડારીએ હોય છે અથવા બેંકમાં પણ ધનને સાચવનારા માણસો હોય છે તે તેને સાચવનારા માલિક કહેવાતા નથી. કારણ કે તેમાંથી એક રાતી પાઈ પણ લેવાને તેને અધિકાર નથી. માત્ર તેનું રક્ષણ કરે છે. કદાચ કોઈ માલિક સંપત્તિને ઉપભોગ કરીને તેમાંથી સુખ મેળવે છે તે પણ તે સુખ વાસ્તવિક સુખ નથી પણ કાલ્પનિક સુખ છે.
બંધુઓ ! આજે તમે જેમને સુખી માને છે તેવા કેડધિપતિને પૂછવામાં આવે કે ભાઈ ! સુખી છો ને? તો કહેશે કે પૂછો મા! અરે, શું બેલે છે? ગરીબને પૂછ્યું કેમ સુખી છે? તે કહેશે કે સુખ તે ધનવાનેને ત્યાં ગીરે મુકાયેલ છે. અમારા નસીબમાં તે દુઃખ લખાએલું છે. ત્યારે હવે દિલમાં પ્રશ્ન થાય છે કે સુખ કયાં? એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક વખત એક મહારાજાને કયાંય ચેન પડતું ન હતું. તેથી તેણે તિષીઓને બોલાવ્યા ને પૂછ્યું કે મને કયાંય ચેન પડતું નથી. તેનું કારણ શું? તિષીઓને મહારાજાના દુખને ખ્યાલ આવી ગયું હતું. મહારાજા બધી વાતે સુખી હતા પણ માનસિક વ્યથા તેમના દુઃખમાં કારણભૂત હતી. તે દૂર કેવી રીતે થાય? જોતિષીઓએ ખૂબ વિચાર કરીને કહ્યું કે મહારાજા! આપ કેઈ સુખી માણસનું પહેરણ પહેરશો તે આપને સુખ પ્રાપ્ત થશે. મહારાજાએ સુખી માણસના પહેરણની શોધ કરવા માણસોને મોકલ્યા. માણસે મોટા મોટા દેશના મહારાજાને ત્યાં ફરી વળ્યા. પણ તે રાજાએ સર્વ વાતે સુખી છે તેવું કઈ પાસેથી જાણવા મળ્યું. ત્યાર પછી મહારાજાના માણસે શ્રીમંતોને ત્યાં તપાસ કરવા માટે ગયા. પણ સંપૂર્ણ સુખી હોય તે કઈ શ્રીમંત જડયો નહિ. ઘર ઘરમાં ઘૂમી વળ્યા પણ સર્વ વાતે સુખી હોય તેવો એક પણ માણસ જ નહિ ત્યારે છેવટે ભાન થયું કે ભૌતિક વસ્તુઓમાં ક્યાંય સુખ નથી. તમને જે સુખ કે દુઃખ દેખાય છે તે મનની કલ્પનાનું પરિણામ છે. સુખ સંતોષમાં રહેલું છે. સુખ-દુઃખની કહપના ઈન્દ્રિઓ અને મન વડે ઉત્પન્ન થાય છે. કારણ કે ઈન્દ્રિઓને જે વિષયે ગમે છે તે વિષયની પ્રાપ્તિ થતાં માનવી આનંદ અનુભવે છે. માનવી જે વસ્તુમાં સુખને અનુભવ કરે છે ને જેને સુખનું સાધન માને છે તે વસ્તુ ચાલી જતાં દુખનો અનુભવ કરે છે. આ રીતે માનવી ઇન્દ્રિઓના વિષયને અને મનના તરંગાને આધીન બની સુખ અને દુઃખ વચ્ચે હિલોળ ખાય છે.