________________
શારદા સાગર
૪૧૩
લેતી ને બીજું દેતી. શું લેવાનું અગે શું દેવાનું? જેની સાથે તમારે વેર-ઝેર અને વિખવાદ થયો હોય તેની સાથે તમે ક્ષમાપના કરે ને બીજાને ક્ષમા આપે, તે સાચી સંવત્સરી ઉજવી ગણાશે. પણ અંતરમાં અહં રાખીને બીજાને નહિ ખમા તે તમારા જીવનની કોઈ કિંમત નથી. જુઓ, ગુલાબનું ફૂલ બધાને ખૂબ ગમે છે ને? ગુલાબ બધા પુમાં રાજા સમાન છે. પણ તેની કિંમત ક્યારે ? ભલે, તેને બહેનના શણગારમાં, તેમના મસ્તકની વેણીમાં ઉંચામાં ઉંચું સ્થાન મળે કે જાનમાં રહેલા વરરાજાના પક્ષમાં તેનું સ્થાન હોય, જવાહરલાલ નહેરૂ પણ પિતાના કોટના ખિસ્સામાં ગુલાબનું ફૂલ રાખતા. પરંતુ તે ફૂલ માને કે મારે આ કાંટાળી ડાળી ઉપર શા માટે રહેવું જોઈએ? શું મારે ડાળનું બંધન? મારે આ બંધન ના જોઈએ. તે શું તેની કિમત રહેશે ? વિચાર કરે. હાથી જેવા હાથીને અંકુશ, ગાડીને બ્રેક અને ઘેડને પણ લગામ હોય છે. જે ડ્રાઈવર બ્રેકને કાબૂમાં નહિ રાખે અને ગાડી બેફામ રીતે ચલાવશે તે ક્યારેક પિતાને અને ગાડીમાં બેસનારના પ્રાણ ગુમાવી બેસશે. તેમ આપણે પણ આપણા જીવનમાં પાંચ ઈન્દ્રિયો અને છ મન ઉપર વ્રત નિયમ રૂપી બ્રેક કાબૂમાં નહિ રાખીએ તે આત્મા ચતુર્ગતિના ચકકરમાં પડી જશે. માટે જીવનમાં વ્રત-નિયમ રૂપી ધર્મની જરૂર છે. ફૂલને ડાળનું બંધન છે પણ ફૂલ બંધન તેડે તે શું થાય? ડાળી ઉપરથી ખરી પડે. ખરી પડેલા ફૂલની કઈ કિંમત નથી. એક કવિએ પણ કહ્યું છે કે હે ફૂલ! તું અભિમાન ન કર.
એ ફૂલ ખીલેલા તું ગર્વ ન કર, તારી દશા બદલાઈ જશે,
એ ખીલેલા ફૂલ ! તું ઓછું અભિમાન કર. જે તું ડાળ ઉપર હઈશ તે તારું માન છે. માથાના વાળ તમને કેટલા વહાલા છે ? પણ એક વાળ ખરીને તમારા ભાણામાં પડે ને ખાતા કેળિયામાં આવ્યું તે બોલે રાખશે કે ફેંકી દેશે? (હસા હસ).
બંધુઓ ! આજનો દિવસ આત્માને પવિત્ર બનાવવાનું છે. જ્યારે તમારા પડા ઈન્કમટેક્ષની ઓફિસમાં બતાવવા જવાની તારીખ નજીક આવે છે ત્યારે તમે અગાઉથી કેટલી મહેનત કરે છે. સુખેથી ઉંઘતા નથી ને શાંતિથી જમતા પણ નથી. ને ખૂબ કાળજી પૂર્વક ચેપડામાં લખવાનું કામ કરો છો. ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરવા છતાં પણ જ્યારે મુદત આવે ત્યારે બતાવવા જાવ તે પહેલાં નકકી કરી રાખે છે કે આમ પૂછે તે આમ જવાબ આપે. આમ કેટલે ૧લાન નકકી કરીને ખૂબ બાહેશી ને ચાલાકીથી બતાવવા જાય છે. તેમ આજે પણ તમારા જીવનના ચેપડા ચોખ્ખા કરવાની મુદતને દિન-છે તો અહીં પણ અગાઉથી તમે પ્લાન નકકી કર્યો હશે ને? સાત દિવસ તમને મુદતના આપ્યા કે તેમાં તમારા આત્મા સાથે વિચાર કરી લે કે અત્યાર સુધી કેની કેની સાથે મેં વેર-ઝેર કર્યા, માયા, દગા અને પ્રપંચ કેટલા સેવ્યા? કેટલું મારું