________________
૪૦૦
શારદા સાગર રૂપિયા પર એક રૂપિયાને ન થા. તમે બધા વહેપારી છે અને જાણે છે કે રૂપિયા પર બે પૈસા-ચાર પૈસાને નફે પણ મુશ્કેલીથી મળે છે. આ રીતેં પુણ્યસંચય પણ ઘણી કઠિનાઈથી થાય છે. જ્યારે થાય છે ત્યારે જીવ એકેન્દ્રિય શરીર છોડીને બેઈન્દ્રિયનું શરીર પ્રાપ્ત કરે છે પછી અનંત પુણ્યાઈ વધે ત્યારે તે ઈન્દ્રિયનું શરીર મળે છે. એ રીતે અનુક્રમે અનંત અનંત પુણ્યને ઉદય થતાં પચેન્દ્રિયનું શરીર મળ્યું. પચેન્દ્રિયમાં પણ કેટલી અધિક પુણ્યાઈ હોય ત્યારે સંજ્ઞી પંચેન્દ્રિય કર્મભૂમિના મનુષ્ય થયા. તે હવે આ જન્મને કામગમાં પૂરે કરવો તે કેડી સાટે અમૂલ્ય હીરે આપી દેવા જેવું છે. આ અવસર ચૂકી જશો તે પાછળથી પસ્તાવું પડશે. ને અનંતકાળ સુધી સંસારમાં ભમવું પડશે. માટે દીર્ધદષ્ટિ કેળવી તમારામાં રહેલા વિષય-કવાયાદિ શત્રુઓ ઉપર વિજય મેળવે.
રાજાએ બંધકમુનિને વગર વાંકે ચામડી ઉતરાવી છતાં રોજા પ્રત્યે સહેજ પણ કેધ કર્યો? ઊલટું એમ માન્યું કે મારા દુઃખને અંત કરવામાં રાજા મને સહાયક બન્યા. કારણ કે એ સમજતા કે કેધાદિ કષા આત્માના કટ્ટા શત્રુ છે. માટે મારે તેમને સામનો કરે જોઈએ. બંધુઓ! તમને એની સામે થવાને વિચાર આવે ખરે? તમારી આટલી જિંદગીમાં તમને કેટલીવાર કે આવ્યો છે તેની નેંધ કરી? બીજા શત્રુઓ તે એક ભવ બગાડે છે પણ આ શત્રુ તે આત્માના ભવોભવ બગાડે છે. આવા અંતરંગ શત્રુને સામને કરતાં શીખે. શત્રુઓ તમને અપશબ્દ કહી જાય તે પિત્તે જાય છે ને? તમે તરત બે શબ્દો બોલીને તેને બંધ કરી દે છે. તે બંધ ન થાય તો તેની સામે ઝઘડો કરે છે. એ ઝઘડાથી ન પડે તે કોટે ચઢતાં પણ થાકે નહિ. કેથલીના મોઢા છૂટા મૂકીને તેને જીતવાનો પ્રયત્ન કરે છે.
બાહ્ય શત્રુઓને નિર્બળ બનાવવા અનેક ઉપાયે કરીએ છીએ. પણ આપણું, આપણી સંપત્તિનું, સ્વજનેનું અને ભવભવનું નિકંદન કરનાર કેધાદિ કષાયે ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા? કેધ અને માનનું પરિણામ કેટલું વિષમ આવે છે? અભિમાનના કારણે માનવી રાખમાં રોળાઈ જાય છે.
અહંકારે રાવણનું શું કર્યું? - લંકાપતિ રાવણ સીતાજીને હરણ કરીને લઈ ગયો તેથી તેને આપણે દુષ્ટ કહીએ છીએ. પણ ખરેખર તે એ દુષ્ટ ન હતે. એને પ્રતિજ્ઞા હતી કે કોઈ સ્ત્રી અને મનથી ન ઈચ્છે તે મારે એના પર બળાત્કાર કરે નહિ. એ સીતાજીને લઈ ગયે ને પિતાને પતિ તરીકે તરીકે સ્વીકારવા માટે સીતાજીને સમજાવવામાં એણે બાકી રાખી નથી પ્રલોભન ખૂબ આપ્યા પણ સીતાજીએ તેના સામે દષ્ટિ પણ કરી નથી. અને રાવણે તેના ઉપર બળાત્કાર પણ નથી કર્યો. જ્યારે રામ સીતાજીને લેવા આવ્યા ને બંને વચ્ચે યુદ્ધની તૈયારી થઈ ત્યારે રાવણના મનમાં થયું કે