________________
૪૦૨
શારદા સાગર વળ. કેધને જ્ઞાનીઓએ ભયંકર કહ્યો છે. તેની ભયંકરતાથી સંસારમાં ઘણાં અનર્થો ઊભા થાય છે. તેથી ક્રોધને જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ.
કેદની સામે ક્ષમા રાખતા શીખો. આપણે ત્યાં પર્યુષણ પર્વની મંગલ આરાધના ચાલી રહી છે. આજે છઠ્ઠો દિવસ છે. પરમ દિવસે સંવત્સરી મહાપર્વ આવી જશે. આજના દિવસને આપણે તેલાધર તરીકે ઓળખીએ છીએ. એ આપણને એ સૂચના આપે છે કે હે જીવ! તારા અંતરના ખૂણે ખૂણે જે કેધ-માન-માયા-લોભ આદિ કષાયેના કચરા ભરેલા હોય તેને તું સાફ કરીને અંતરને પવિત્ર-સ્વચ્છ બનાવી દે. તે સંવત્સરીના દિવસે આચના કરીને તારું અંતર ઉજજવળ બની જશે. ને આત્માના ઓજસ ઝળહળી ઉઠશે. અને છેવા માટે સાબુ-પાણીની જરૂર છે. મશીનરીને સાફ કરવા માટે પેટ્રોલની જરૂર છે. કટાઈ ગયેલા વાસણને સાફ કરવા માટે આંબલી અને રાષ્ટ્રની જરૂર છે. તેમ આપણુ આત્માને સાફ કરવા માટે જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ આદિની જરૂર છે. જ્ઞાન દ્વારા વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણી શકાય છે. દર્શન શ્રદ્ધાને દઢ કરે છે, ચારિત્રદ્વારા ચારિત્રનું આચરણ કરીને વ્રત પ્રત્યાખ્યાનદ્વારા આવતાં કર્મોને રોકી શકાય છે. ને તપદ્વારા જુના કર્મોને બાળી શકાય છે.
- આપણે ત્યાં મહાન આત્માઓ મહાન તપની આરાધના કરી રહ્યા છે. ને તેમના કર્મો બાળી રહ્યા છે. આપણે પણ તે પુરૂષાર્થ કરીએ ને તપ-સંયમ-ક્ષમા દ્વારા કર્મોને ખપાવીએ. સમય થઈ ગયેલ છે વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૪૭ :
વિષય –“સાચુ સુખ કયાં?” ભાદરવા સુદ ૪ ને સેમવાર
તા. ૮-૯-૭૫ અનંત કરૂણાના સાગર, કરૂણુના કીમીયાગર, ઘનઘાતી કર્મોની ઘટાને વિદારનાર, એવા ભગવતની શાશ્વતી વાણું તેનું નામ સિદ્ધાંત. ભવ્ય જીના આત્માના ઉધારને માટે ભગવંત ફરમાવે છે કે હે આત્માઓ! તમે સંસારના રંગરાગથી દૂર રહો. જે તમે સંસારના વિષયોના રંગરાગમાં રંગાઈ જશે તે દુર્ગતિમાં જશે. માટે આત્માને, વીતરાગ શાસનને અને ભગવાનના વચનામૃતને રાગ કરે. પણ આ સંસારના વિષયને રાગ કરશે નહિ. એ રાગ જીવને દુર્ગતિમાં લઈ જશે. માટે મહાન પુરૂષ કહે છે કે સંસારના રંગરાગ છેડે. જ્યાં સુધી રાગની હેબી નહિ થાય ત્યાં સુધી આત્માની ઉન્નતિ નહિ થાય.