________________
શારા સારદા
૩૯૭.
અમલ કર્યા વિના છૂટકે નહિ એટલે ચંડાળે રડી પડયા ને મનમાં વિચાર થયો કે, આપણે રાજાના હુકમથી ઘણાના પ્રાણ લીધા પણ આ મુનિ જેવી સમતા કેઈનામાં જોઈ નથી. મહાત્માના શબ્દોએ ચંડાળનું હૃદય ભેદી નાંખ્યું. મુનિનું નિર્દોષ મુખાવિંદ, અંતરાભિમુખ દષ્ટિ વિગેરેના દર્શનથી ચંડાળને વિચાર આવ્યો કે આવા પવિત્ર મહાત્માની હત્યા કરવાનું પાપ આપણા લલાટે કયાંથી લખાયું? ધિક્કાર છે આપણું પાપી જીવનને! ધિક્કાર છે આવી આજીવિકાને! જે આજીવિકાને માટે આવા પાપ કર્મો કરવા પડે છે. ચંડાળ પણ પિતાના ઉપર આવી પડેલા આ ભયંકર કામને પશ્ચાતાપ કરે છે. આ છે આર્ય દેશના વાતાવરણને પ્રભાવ! ચંડાળના મનમાં થયા કરે છે કે આ કામ કરવાથી છૂટીએ તો સારું પણ છુટાય તેમ નથી. જે તે કામ ન કરે તે વધુ આપત્તિમાં આવી પડાય તેમ છે. તેથી ચંડાળાને જે આ મુનિ હત્યાનું કામ કરવું પડે છે તે ધ્રુસકે ધ્રુસકે રેતા રેતા કરે છે. રાજીથી નહિ. . .
બંધક મુનિ ચામડી ઉતરાવવા તૈયાર થયા. ચંડાળે પણ રડતા દિલે રાજાના હુકમથી ચામડી ઉતારવાને આરંભ કરવા તૈયાર થયા. ચામડી ઉતરાવવાની પૂર્વ તૈયારી રૂપે નાના કે મોટા લાગેલા સર્વ અતિચારની સિદ્ધ ભગવંતોની સાક્ષીએ મુનિએ આલોચના કરી. દુષ્કતોની ગહ કરી. સુકૃતેની અનુમોદના કરી લીધી. શરીરને સરાવી દીધું. ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં મસ્ત બની ગયા. દીર્ધદષ્ટિના પ્રતાપે આત્મા અને શરીરની ભિન્નતાનું સ્વરૂપ નિહાળી લીધું અને અનિત્યાદિ બાર ભાવનાઓને આત્મા સાથે એકમેક કરી લીધી. હવે મારે કાંઈ કરવાનું બાકી રહ્યું નથી એમ માનીને રાજાના આવેલા ચંડાળાને જે કરવું હોય તે કરે એમ માનીને નિશ્ચિતપણે ઉભા રહ્યા.
બંધુઓ! ચંડાળ ચડચડ ચામડી ઉતારે છે. મહાત્મા પિતાના આત્મા ઉપર લાગેલા કર્મોને ઉતારે છે. શુક્લ ધ્યાનના બળે આત્મા ઉપર લાગેલા સર્વ કર્મોને નાશ કરી આયુષ્ય પૂર્ણ થતાં અંતગડ કેવળી થઈને મેક્ષમાં પહોંચી ગયા. સદા કાળ માટે આધિ-વ્યાધિ ઉપાધિથી–મુકત થયા. આત્માના અનંત સુખના ભોકતા બની ગયા દીર્ધદષ્ટિનું આ ઉત્કૃષ્ટ ફળ છે. ટૂંકી દૃષ્ટિના કારણે રાજાએ મુનિની હત્યા કરાવી ભયંકર પાપ ઉપાર્જન કર્યું. પાછળથી રાણી દ્વારા સત્ય હકીકતની જાણ થઈ ત્યારે “મારાથી મુનિ હત્યાનું ભયંકર પાપ થઈ ગયું” એ વાત સમજમાં આવી જતાં ટૂંકી દૃષ્ટિ ચાલી ગઈ ને દીર્ઘ દષ્ટિ પ્રગટ થઈ ગઈ. આ પાપનું ફળ હવે કઈ રીતે ભોગવીશ? આ પાપથી મારી નરક સિવાય બીજી કૃતિ થાય નહિ, એ વાત નકકી છે. આ દીર્ઘ દૃષ્ટિએ અંતરમાં ભયંકર પાપને પશ્ચાતાપ પ્રગટ કર્યો. વિવેક જગાડશે. અજ્ઞાનથી થયેલા ભયંકર પાપને ખપાવવા તૈયાર થઈ ગયા. તે માટે સર્વ સુખેને છેડવા તૈયાર થઈ ગયે. ગમે તેવા દુખે ગવવા પડે તે ભેગવવાની તૈયારી કરી લીધી. જીવવાનો મોહ ચાલ્યા ગયે.