________________
શારા સાગર
૩૯૫
ગામમાં પધાર્યા. તે વખતે ઝરૂખામાં રાજા-રાણી બેઠા છે. અને આનંદથી અલક-મલકની વાત કરી રહ્યા છે. તે સમયે અચાનક રાણુની દષ્ટિ રસ્તા ઉપર ચાલતા તે મહામુનિ ઉપર પડી. ધારી ધારીને જોતાં તેને લાગ્યું કે મારા ભાઈએ દીક્ષા લીધી છે તે આ મુનિના જેવા જ દેખાતા હશે ને ? કદાચ આ પણ મારો ભાઈ હોય તેમ લાગે છે. તપથી એકદમ કૃશ થઈ ગયેલું અને શ્યામ પડી ગયેલું ભાઈનું શરીર જોયું, કયાં એક વખતનું રૂપરૂપના અંબાર જેવું ભાઈનું શરીર ને જ્યાં વર્તમાનમાં હાડકાના માળા જેવું બનેલું આ ભાઈનું શરીર ! આ મુનિને જોઈને બહેનને ભાઈ પ્રત્યેને રાગ જા. એ રાગે બહેન પર જોર જમાવ્યું. રાગના જેરના પ્રભાવે બહેનની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી. અંદર પેદા થયેલું દુઃખનું ઝરણું આંખ દ્વારા બહાર નીકળ્યું. સંસારમાં રાગી છે માટે જેવું બને છે તેવું આ બહેનને બન્યું. આ મહાત્મા પિતાના સંયમમાં એટલા બધા મસ્ત છે કે જેથી આ કયું ગામ આવ્યું ? અહીંના રાજા કેણ છે? રાણી કેણ છે? એ વાત જાણવાની એમને કંઈ પડી ન હતી. એ તે આડી અવળી દષ્ટિ કર્યા વગર ઈર્ષા સમિતિનું પાલન કરતાં હાથીની જેમ ચાલ્યા જાય છે તેથી રાજાના મહેલની અટારીમાં બનેલા આ પ્રસંગની એમને કલ્પના પણ નથી આવતી. મહાત્મા તે રસ્તેથી પસાર થઈ ગામ બહાર જઈ કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર થયા. - “રાજાએ કરેલો આદેશ” - દેવાનુપ્રિયે ! પૂર્વે બાંધેલા કર્મો શું કામ કરે છે તે જોવાનું છે. કર્મની કરામત અલૌકિક છે. અહીં રાણીની આંખમાં આંસુ જોઈને રાજાને જુદે વિકલ્પ આવ્યો, કે નકકી આ સાધુ રાણીને કઈ જુને જાર છે. તેથી તેની આ અવસ્થા જોઈને રાણી રડે છે. માટે મારે તે લુચ્ચા પુરૂષને સજા કરવી જોઈએ. આ રીતે મનમાં નકકી કરીને ચંડાળને બોલાવ્યા. ને તે સાધુને સજા કરવાને ઓર્ડર આપી દીધું. જુઓ, આ સંસાર કે ભયાનક છે? મહારાજાની એડી નીચે દબાયેલા સંસારી જી આગળ પાછળ વિચાર કર્યા વિના કેવા કેવા કામ કરવા તૈયાર થઈ જાય છે ! કોઈ જાતની પૂરી તપાસ ન કરી. કેઈની સલાહ પણ ન લીધી. કોઈ લાંબો વિચાર પણ ન કર્યો કે ભાવિમાં આ કાર્યનું પરિણામ-શું આવશે? બસ, મનમાં જે તરંગ ઉઠ તેને અમલમાં મૂકવાની તાલાવેલી લાગી. આ રાજા પિતે ભયંકર ભૂલ કરી રહ્યા છે છતાં તેની તેને કલ્પના નથી આવતી. પણ વિચાર કર્યાવિના કરેલા કામથી કે પસ્તાવો કરવો પડે છે તેને માટે આ રાજા અદ્દભુત દૃષ્ટાંત સ્વરૂપ છે. જ્ઞાનીએ કહે છે તમે જે કાંઈ કામ કરે તેને પૂરેપૂરે પહેલાં વિચાર કરે, તેના પરિણામને વિચાર કરે. જે તેનું પરિણામ સારું આવે તેમ લાગે છે તે કામને અમલમાં મૂકે નહિતર પાછળથી પસ્તાવાને પાર નહિ રહે.
અહીં જોવાની ખૂબી એ છે કે રાજા રાણીને પૂછતા નથી કે તું રડે છે શા માટે? જે રાણીને રડવાનું કારણ પૂછ્યું હતું તે તરત ખુલાસો થઈ જાત ને રાજા ઘેર