________________
૩૯૪
શારદા સાગર
પહેરીને ઉજાણી ઉજવવા નગરની બહાર વૈભારગિરી પર્વત ઉપર જાય છે. ભિખારી પણ લોકેની પાછળ છે. ત્યાં અનેક પ્રકારના ખાનપાનની મિજબાનીઓ ઉડે છે. પણ અફસોસની વાત એ બની કે આ ત્રણ દિવસના –ભૂખ્યા ભિખારી ઉપર કેઈની નજર જતી નથી. લેકને અનેક પ્રકારની મેજ કરતાં જોઈને આ ભિખારીના મનમાં તે લોકે પ્રત્યે ભયંકર કેટિન વેષ જાગે છે આ છે ટૂંકી દૃષ્ટિનું ફળ. જે એની દૃષ્ટિ ટૂંકી ન હોત તે એ વિચાર આવત કે મારે ભયંકર પાપોદય વતી રહ્યો છે તેથી આ ઉદાર ગૃહસ્થને પણ મને આપવાની બુદ્ધિ થતી નથી. માટે આ લેકો ઉપર ષ નહિ કરતા મારા પૂર્વના દુષ્ટ કર્મો ઉપર દેષ કરું. ખરેખર જે આ વિચાર આવ્યું હોત તો તે જે કામ કરવા તૈયાર થયે હવે તે કામ કરતા નહિ. ને ભયંકર દુર્ગતિમાં જાત નહિ. પણ ટૂંકી દષ્ટિવાળા જીવ પાસે આ આશા રાખવી એટલે પથ્થર ઉપર પાણી રેડીને કમળ ઉગાડવાની આશા કરવા જેવું છે. આ ભિખારીએ જાગેલા શ્રેષના પ્રભાવે જ્યારે લેકે ઉજાણી ઉજવી નગર તરફ જઈ રહ્યા છે ત્યારે તે ભિખારીએ ખૂબ બળ કરી એક મોટી શીલા પર્વત ઉપરથી ગબડાવી. એ શીલા ગબડવાથી અનેક માણસે તેની નીચે ચગદાઈને ખતમ થઈ જાત પણ બીજાનું બગાડતા પિતાનું બગડે છે. શીલા ગબડાવતા પિતે લેવલ ચૂકી ગયે ને તે શીલા નીચે પિતે ચગદા અને મરીને સાતમી નરકે ગયે. આ છે ટૂંકી દૃષ્ટિનું ફળ. માટે જ્ઞાની કહે છે કે ટૂંકી દૃષ્ટિ છોડીને દીર્ધદષ્ટિ અપનાવે.
બંધુઓ ! પાપાત્મા મનુષ્યની દૃષ્ટિ ટૂંકી હોય છે ને મહાન પુરૂષની દષ્ટિ દીર્ઘ હોય છે. અંધકમુનિની દૃષ્ટિ દીઈ હતી. તેમણે તપ કરી શરીરને સુકે મુક્ત કરી નાંખ્યું હતુ. જેમ હાડકાથી ભરેલું ગાડું ખખડે ને તેને જે ખડખડ અવાજ થાય તે ખડખડ અવાજ મુનિ ચાલે ત્યારે તેમના શરીરમાંથી થતું હતું. તેમણે તે શરીરની સંપૂર્ણ મમતા ઉતારી નાંખી હતી. તેમનું શરીર તો જાણે આત્મા ઉપર લાગેલ કેથળો ન હોય ! તેમ એ મહાત્મા માનતા હતા. તેથી તે ઘોર તપ કરતા પણ સાંતરની શાંતિ, સમાધિ અને આનંદનો અદ્દભૂત અનુભવ કરતા હતા. આ તપ કરવાનું પ્રયોજન શું ? તેમનામાં રહેલી દીર્ઘ દૃષ્ટિ, તેઓ દીર્ધદષ્ટિ દ્વારા જાણતા હતા કે આત્મા ઉપર લાગેલા પાપકર્મો જે નિકાચી પડયા હશે તો તેને ભગવ્યા વિના છુટકો નથી. અજ્ઞાન અવસ્થામાં પરાધીનપણે આ-રૌદ્ર સ્થાનમાં પડી દુર્ગતિમાં જઈ તે પાપ ભેગવવા. નવા પાપ બાંધવા અને ભવપરંપરા ચાલુ રાખી અનેક ગણા દુઃખના ભાગીદાર થવું તેના કરતાં આ ભવમાં સ્વાધીનપણે આનંદથી જ્ઞાનીની આજ્ઞા મુજબ તપ આદિ કરીને શા માટે કર્મોને ઉદયમાં લાવીને ન ભેગવવા !
મહાન મુનિનું બહેનના ગામમાં આગમન :- ઉગ્ર તપ અને સંયમની સાધના કરતા ગ્રામાનુગ્રામ વિહાર કરતાં એક વખત બંધક મુનિ પોતાના બનેવીના