________________
શારદા સાગર
પાછળ આત્માની ખુવારી કરી નાંખી. હવે આ મનુષ્યજન્મ પામીને આત્માની ખુવારી નથી કરવી, પણ આત્માની ખુમારી લાવી કર્મોની ખુવારી કરવી છે. આજે ઘણી જગ્યાએ પૈસાને ખાતર પિતા–પુત્ર, ભાઇ-ભાઇ, પતિ-પત્ની અને માતા-દીકરી પણ ઝઘડે છે. તે વૈરની વણઝાર ઊભી કરે છે. મારા બંધુઓ ! હવે જો તમારે કના કાજળથી લેપાયેલા આત્માને સ્વચ્છ બનાવવા હાય તે પરિગ્રહની મૂર્છા છોડવી પડશે. પરિગ્રડ માટે માનવ કારમી હિંસા કરતાં પણ અચકાતા નથી.
ઇતિહાસના પાને અશેાક સમ્રાટનુ નામ જાણે! છે ને? તેનુ નામ પહેલાં ચડ અશાક હતું. એક વખત તે માટું સૈન્ય લઇને એરિસા ઉપર ચઢાઈ કરવા ગયા. અશાકનુ સૈન્ય ખૂબ વિશાળ હતું. તેના સૈન્ય આગળ એરિસાનું સૈન્ય દશમા ભાગનું હતું. એરિસાના રાજાના સૈન્યમાં સૈનિકા ઓછા હતા પણ લડવામાં શૂરવીર હતા. તે સામી છાતીએ લડવા લાગ્યા પણ જ્યાં સાગર પાસે ખાખેાચિયા જેટલું સૈન્ય હાય ત્યાં તે કેવી રીતે ટકી શકે? એક પછી એક શૂરા સૈનિકે લડાઇમાં ખપી ગયા. આરિસાના રાજાની હાર થઇ ને અશાકની જીત થઇ. એટલે તે ખૂમ આનંદમાં આવી ગયા. કારણ કે વિજય સૌને ગમે છે. કાઇને પરાય ગમતા નથી. વિજયકા વગાડી અÀાક રમૈદ્યાનમાંથી પાછો ફરે છે. ત્યારે માર્ગમાં લાખા સૈનિકાની લાશે। પડેલી જોઇ. તેમાં દરેક સૈનિકાને આગળ ઘા વાગ્યા હતા. કાઇની છાતી વીંધાઈ ગઈ હતી તે કાઇને કપાળમાં ગાળી વાગી હતી, કેાઈના હાથપગ કપાઈ ગયા પણ કાઇની પીઠમાં ઘા ન હતા. આનુ કારણ શુ? મધુએ ! એ બધા સૈનિકા શૂરવીર અને ધીર હતા. બધા સામી છાતીએ લડતા હતા. એક આરિસાનું રાજ્ય બચાવવા અને અશાકને જીતવા માટે સૈનિકે સામી છાતીએ ઝઝૂમ્યા તે હવે આપણા આત્માને કર્મરૂપી કટ્ટર શત્રુની ગુલામીમાંથી મુક્ત કરવા આપણે પણ સાધનાના સમરાંગણમાં તપ અને ત્યાગની તલવાર લઈને સામી છાતીએ ઝઝૂમવું પડશે ને ? એક દ્રવ્ય વિજય માટે કેટલું શૂરાતન બતાવવુ પડે છે તે આત્માના વિજય માટે પણ આપણે આપણું શૂરાતન ઝળકાવવું પડશે.
આત્માના વિજય મેળવવા માટે સાધનાના સંગ્રામમાં મરણીયા થઇને માથું મૂકવું પડે તેા વાંધો નહિ એવી શ્રદ્ધા હાવી જોઇએ. વીધાઇ ગયેલા સૈનિકાની લાશે જોઇને અશાકનુ હૃદય દ્રવી ઉઠયું. અહા! એક રાજ્યના ટુકડા માટે કેટલા સૈનિકાના કરપીણુ ખૂન થઈ ગયા છે! કેટલી ઘેર હિંસા! અંતે તેા શજ્ય અને સત્તા મધુ છોડીને જવાનુ છે. અશાકના હૈયામાં ખૂબ પશ્ચાતાપ થયા ને ત્યારથી નિર્ણય કર્યો કે હવે મારે ી આવું યુદ્ધ કરવું નહિ. ત્યારથી એ ચંડ અશેક ફીટીને સાચા અશેક ખની ગયા ને સમ્રાટ શેકના નામથી પ્રસિદ્ધ થયા. તમે પણ ગા-પ્રપંચ, અને છેતરપિંડીના ધંધા છોડી સાચા શ્રાવક અનેા. અશાકનુ હૃદય જેમ પલ્ટાયુ તેમ જીવને પણ પાપને પશ્ચાતાપ થશે તે હદય પલ્ટાશે.
૨૪૧