________________
શારદા સાગર
૩૦૩
બંધુઓ ! માણસ પોતાની બુદ્ધિના માપે બીજાનું માપ કાઢે છે. તેમ રાજા શ્રેણકે પણ પિતાની માન્યતા પ્રમાણે મહાન સંતનું માપ કર્યું. મુનિ તે દ્રવ્ય-ભાવે ગ્રંથભેદ કરીને નિર્ચથદશામાં ઝૂલે છે છતાં તીવ્ર પ્રજ્ઞાથી જાણી લીધું કે રાજા અત્યારે આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે છતાં લાયકાતવાળા છે. સમજવાના જિજ્ઞાસુ છે. એમ સમજી મીઠા પણ કડક શબ્દોમાં કહ્યું કે હે રાજન ! તું ધ્યાન દઈને સાંભળ. પહેલાં તે એટલું નકકી સમજી લેજે કે જે મુનિ હોય તે પ્રાણાતે પણ કદી અસત્ય બોલે નહિ. અને ઠકુરાઈ ને ઐશ્વર્યનો મને ખ્યાલ આવી ગયો છે. પણ બહારની સંપત્તિ, ઐશ્વર્ય કે અસત્ય બેલે તે મુનિ નહિ. તારા શબ્દો સાંભળીને અને તેને જોતાં તારી સર્વઋદ્ધિ, ઠકુરાઈનું મને મહત્વ નથી. મારી દ્ધિ પાસે તારી કદ્ધિ તુચ્છ છે. બંધુઓ ! એક વખત માણસ સાચા તત્ત્વને પામી જાય છે પછી તેને બીજી કોઈ સંપત્તિ કે વૈભવમાં આનંદ આવતું નથી. અહીં તે અનાથી મુનિ છે પણ જે સાચા શ્રાવક હોય છે તેને પણ આત્માની પીછાણ થયા પછી સંસારના સુખે તુચ્છ કાચના ટુકડા જેવા લાગે છે. કર્મયોગે સંસારમાં રહેવું પડે તે રહે ખરા પણ અંતરને આનંદ ન હોય. જેમ મહાવીર પ્રભુના શાસનમાં દશ શ્રાવકે થયા તેમ તેમનાથ ભગવાનના શાસનમાં પણ શ્રાવક હતા.
નેમનાથ ભગવાનની વાણી સાંભળીને જુઠલ શ્રાવક ધર્મ પામી ગયા. ને તેમણે બાર વ્રત અંગીકાર કર્યા. સંસારના દરેક પદાર્થોની મર્યાદા કરીને ઉદાસીન ભાવથી સંસારમાં રહેવા લાગ્યા. આઠમ-પાખી પિષધ કરતા હતા. સમય જતાં એમને એમ લાગ્યું કે હવે આ શરીરને ભરોસો નથી. તે મારા ગુરૂ નેમનાથ ભગવાન જ્યાં સુધી વિચરે છે ત્યાં સુધી હું સંથારે કરી લઉં. એમ વિચારી જુઠલ શ્રાવકે પિષધશાળામાં જઈને સર્વ જીવોને ખમાવીને સંથારે કર્યો. સંથારે કર્યાને ૧૮ દિવસે પૂરા થયા. સંથારામાં શુદ્ધ ભાવથી આત્મસ્વરૂપની ચિંતવણા કરતા હતા. ૧લ્મા દિવસની રાત્રે તેમના શુભ અધ્યવસાય, અને શુદ્ધ પરિણામના બળથી તેમના જ્ઞાનાવરણીય કર્મોને ક્ષયે પશમ થવાથી તેમને અવધિજ્ઞાન થયું. એટલે અવધિજ્ઞાનના પ્રભાવથી જુઠલ શ્રાવક મર્યાદિત પદાર્થોને જાણે છે ને જુવે છે.
જુઠલ શ્રાવક તે પિતાની સાધનામાં સ્થિર થયા પણ એમની રહિયા આદિ ૩૨ સ્ત્રીઓ જુઠલ શ્રાવકના મર્મો, રહસ્ય અને છિદ્રો જોયા કરતી હતી. પણ એમનામાં એક પણ દોષ દેખાય નહિ. એટલે બધી સ્ત્રીઓ ભેગી થઈને વિચાર કરવા લાગી કે આપણે પતિ તે હવે ધર્મ સીંગલે બની ગયું છે. આપણને સુખ આપતા નથી તે આપણને તજીને બેઠા છે. એ જ્યાં સુધી જીવતા છે. ત્યાં સુધી આપણે આપણી ઇચ્છાનુસાર ભેગ ભેગવી શકીશું નહિ. માટે ગમે તે રીતે આપણે એને મારી નાંખીએ. જુઓ, સંસાર કે સ્વાર્થમય છે? કહ્યું છે ને કે -